અંદરની વાત, ઈદ 2019માં ફ્લોપ થવાની તૈયારી કરી રહ્યો છે સલમાન ખાન!
સલમાન ખાન ભારતની શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ તેની સાથે જ તેમણે અલી અબ્બાસ ઝફરને ફિલ્મમાં ઘણા બદલાવ કરવાની સલાહ આપી હતી. ફિલ્મને વધુ ઈમોશનલ બનાવવામાં આવી છે. ફિલ્મ કોરિયન ડ્રામા ઓ ટૂ માય ફાધરની રીમેક છે અને હવે ભારતની નવી સ્ક્રિપ્ટ અસલી ફિલ્મની કોરિયન ટીમને મોકલવામાં આવી છે. હવે કોરિયન ટીમે ફિલ્મ માટે હામી ભરી દીધી છે. આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના વિભાજન પર બનેલી છે અને એક માણસને 1947થી અત્યાર સુધીની કહાણી છે.

કોરિયન ફિલ્મની રીમેક છે
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું બજેટ 300 કરોડનું છે. ખુદ સલમાન ખાને અલી અબ્બાસ ઝફરને આ ફિલ્મ ડિરેક્ટ કરવા માટે કહ્યું. એટલું જ નહિ, સલમાને અલીને ભરોસો અપાવ્યો કે આ ફિલ્મ તેમણે જ ડિરેક્ટ કરવી જોઈએ.

સલમાનની આ ફિલ્મો છે રીમેક
એક વાત તો નક્કી છે કે સલમાન અને અલી પરફેક્ટ જોડી બની ગયા છે. સલમાનને ખબર છે કે અલી શું કરી શકે છે અને શું નહિં અને અલિને ખબર છે કે સલમાન પાસેથી શું કરાવી શકાય છે. ફિલ્મ 2019માં રિલીઝ થશે અને ઈદ પર ધૂમ મચાવી શકે છે. અહીં જુઓ સલમાનની કેટલીય ફિલ્મો રિમેક હતી.

ટાઈગર જિંદા હૈ
ટાઈગર જિંદા હૈ મલયાલમ ફિલ્મ ટેક ઑફની રીમેક છે પરંતુ એક્શન અવતારમાં. આને લઈને ટેકઑફના એક્ટર્સમાં ખાસ નારાજગી પણ છે કે એમના શાનદાર રોલને માત્ર એક્શન અને ગ્લેમરમાં તબદીલ કરી દેવાયો.

લવ
સાથિયા તુને ક્યા કિયા ગીત તો આજે પણ તમારા હોઠ પર હશે. સલમાન ખાનની આ ફિલ્મ તેલુગૂ ફિલ્મ પ્રેમની રીમેક હતી જેમાં વેંકટેશ અને રેવતી હતાં. જો કે ફિલ્મ વધુ કમાણી ન કરી શકી.

હમ આપકે હૈ કૌન
સલમાન ખાનની ફિલ્મ હમ આપકે હૈ કૌન ભોજપુરી ફિલ્મની રીમેક હતી. નદિયા કે પાર 80ના દશકની સુપરહિટ ફિલ્મ હતી.

જુડવા
જુડવા જેકી ચૈનની એક ફિલ્મથી ઈન્સપાયર અને તેલુગૂ ફિલ્મ હેલો બ્રધરની રીમેક હતી.

બીવી નંબર -1
બીવી નંબર 1 પણ તેલુગૂ ફિલ્મની રીમેક હતી જે તે એ વર્ષની સૌથી વધુ કમાનાર ફિલ્મમાંથી એક છે.

કહીં પ્યાર ના હો જાએ
આ ફિલ્મ ભલે ધી વેડિંગ સિંગરની રીમેક હતી પણ છતાં આ ફ્લૉપ રહી હતી. જો કે લોકો આજે પણ તેનું ગીત ગાય છે.

ક્યોંકિ
ક્યોંકિ ફિલ્મ તેલુગૂ ફિલ્મની રીમેક હતી. જો કે ફિલ્મ ફ્લોપ રહી હતી અને તેના ગીત સુપરહિટ હતાં.

તેરે નામ
આ ફિલ્મ પણ એક તેલુગૂ ફિલ્મની રીમેક હતી. જેને પહેલા અનુરાગ કશ્યપ ડિરેક્ટ કરવાના હતા.

વૉન્ટેડ
મહેશ બાબૂની તેલુગૂ ફિલ્મને સલમાન ખાને હિંદીમાં રીમેક કરી હતી અને આ ફિલ્મથી સલમાનનું કરિયર ફરી બીજી વાર પાટા પર આવી ગયું હતું.

રેડી
રેડી પણ આ નામની જ એક તેલુગૂ ફિલ્મની રીમેક હતી. અસલી ફિલ્મમાં જેનેલિયા ડીસૂઝા હતી.

બૉડીગાર્ડ
સલમાન ખાનની ફિલ્મ બૉડીગાર્ડ પણ એક તેલુગી ફિલ્મની રીમેક હતી.

અન્ય ફિલ્મો
સલમાન ખાનની બીજી પણ કેટલીય ફિલ્મો છે જે કાં તો રીમેક છે અથવા તો બીજી કોઈ ફિલ્મમાંથી ઈન્સ્પાયર થઈને બનાવાઈ હોય. ત્યારે જોવાનું એ રહેશે કે ભારતના કેવા હાલ થશે.
રાખી સાવંતને રિંગમાં પછાડનાર રેસલર રેબેલ ક્યારેક ચીયરલીડર હતી