For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુલ્તાનની બૉક્સ ઑફિસ પર ઠંડી ઓપનિંગ - ચીનમાં ખરાબ રીતે ફ્લોપ

બજરંગી ભાઇજાન પછી સલમાન ખાનની ફિલ્મ સુલ્તાનને પણ ચીનમાં રિલિઝ કરવામાં આવી હતી. ફિલ્મથી ટ્રેડ પંડિતોને ઘણી આશા હતી.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

બજરંગી ભાઇજાન પછી સલમાન ખાનની ફિલ્મ સુલ્તાનને પણ ચીનમાં રિલિઝ કરવામાં આવી હતી. ફિલ્મથી ટ્રેડ પંડિતોને ઘણી આશા હતી. પરંતુ જણાવીએ કે, સુલ્તાન ચાઇના માં ખૂબ જ ઠંડી શરૂઆત કરી છે. પ્રથમ દિવસે ફિલ્મએ માત્ર 6.66 કરોડની કમાણી કરી છે. જ્યારે ફિલ્મ લગભગ 36, 474 સ્ક્રીન પર રજૂ થાય છે. સ્પષ્ટપણે સુલ્તાન પ્રથમ દિવસથી જ ચીનમાં ફ્લોપ થઇ ચુકી છે.

બજરંગી ભાઈજાનએ ચીનમાં 300 કરોડ કરતાં વધુ કમાણી કરી હતી. જેના પછી ફિલ્મની કુલ કમાણી 900 કરોડ સુધી પહોંચી હતી. સુલ્તાન વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર હાલમાં 587 કરોડ સાથે કાયમ છે. એવી આશા હતી કે ચીનમાં રિલીઝ થવાની સાથે ફિલ્મ 800 કરોડ સુધી પહોંચી જશે..પરંતુ હવે તે મુશ્કેલ લાગે છે.

તેમાં કોઈ શંકા નથી કે ચીનમાં બૉલીવુડના સૌથી પ્રસિદ્ધ બૉલીવુડ સ્ટાર આમિર ખાન જ છે. તેમની ફિલ્મોને ત્યાં અતિશય પ્રેમ મળે છે. દંગલ હોય કે સિક્રેટ સુપરસ્ટાર.. બંને ફિલ્મો ચીનમાં સુપર હિટ રહી છે. આમિરની આગામી ફિલ્મ "ઠગ્સ ઓફ હિન્દુસ્તાન" પણ ચીનમાં ભારત સાથે જ રિલીઝ કરવામાં આવશે.

ચીનમાં અત્યાર સુધીમાં સૌથી મોટી ઓપનિંગ આપનારી ભારતીય ફિલ્મ આમિર ખાનની સિક્રેટ સુપરસ્ટાર છે. જેણે 6.88 મિલિયન ડોલરની ઓપનિંગ આપી હતી. બજરંગી ભાઈજાનએ આશરે 2 મિલિયન ડોલર, દંગલ એ 2.31 મિલિયન ડોલર અને હિન્દી મીડિયમએ 3.39 મિલિયન ડોલરની ઓપનિંગ કરી હતી.

અહીં જાણીએ ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર બોલીવુડની ફિલ્મો -

દંગલ

દંગલ

આમિર ખાનની ફિલ્મ દંગલ ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે. તેને 1309 કરોડની કમાણી કરી હતી.

સીક્રેટ સુપરસ્ટાર

સીક્રેટ સુપરસ્ટાર

આમિર ખાનની જ ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારએ 800 કરોડનું કલેકશન કર્યું છે. આ ફિલ્મ સુપરહિટ રહી છે.

બજરંગી ભાઈજાન

બજરંગી ભાઈજાન

સલમાન ખાનની બજરંગી ભાઇજાને ચીનમાં લગભગ 300 કરોડનો બિઝનેસ કર્યો છે.

હિંદી મીડિયમ

હિંદી મીડિયમ

ઈરફાન ખાનની આ ફિલ્મએ ચીનમાં 205 કરોડની કમાણી કરી છે.

પીકે

પીકે

આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ પીકેએ ચીનમાં 129 કરોડનું કલેક્શન કર્યું હતું.

ધૂમ 3

ધૂમ 3

આમિર ખાન સ્ટારર યશરાજ બૈનરની સુપર હિટ ફિલ્મ ધૂમ 3 એ ચીનમાં 19.93 કરોડનું કલેકશન કર્યું હતું.

3 ઇડિયટ્સ

3 ઇડિયટ્સ

આમિર ખાન સ્ટારર રાજકુમાર હિરાનીની ફિલ્મ 3 ઇડિયટ્સે ચીનમાં 14.15 કરોડની કમાણી કરી હતી. આમિર ખાનની પ્રથમ ફિલ્મ ચીનમાં રિલીઝ થવાની હતી.

English summary
Salman Khan starrer Sultan has a disappointing opening at China box office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X