સલમાન હોસ્ટ કરશે સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ : જોરદાર તૈયારીઓ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 16 જાન્યુઆરી : રેનૉલ્ટ સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન આજે સાંજે યોજાનાર છે અને તે માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે.

સુપર સ્ટાર સલમાન ખાન સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનને હોસ્ટ કરવાના છે. ફિલ્મ એન્ડ ટેલીવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ સલમાન ખાન રેનૉલ્ટ સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સની નવમી આવૃત્તિની યજમાની કરશે. દબંગ સલમાન ખાને ગત વર્ષે પણ યજમાની કરી હતી.

મુંબઈના એનએસસીઆઈ સ્ટેડિયમમાં યોજાઈ રહેલા આ ઍવૉર્ડ્સ ફંક્શનમાં શ્રદ્ધા કપૂર, શાહિદ કપૂર, પ્રભુ દેવા અને અમિતાભ બચ્ચન પણ હાજર રહેવાના છે. સંસ્થાના પ્રમુખ મહેશ ભટ્ટે જણાવ્યુ હતું કે ફિલ્મ અને ટેલીવિઝન ઉદ્યોગ માટે 2013 શાનદાર વર્ષ રહ્યું અને આ વખતે તેઓ આ સમારંભને લઈને ખૂબ જ ઉત્સુક છે.

 

ચાલો તસવીરોમાં જોઇએ સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન માટેનું રિહર્સલ :

એનએસસીઆઈ સ્ટેડિયમ
  

એનએસસીઆઈ સ્ટેડિયમ

એનએસસીઆઈ સ્ટેડિયમમાં સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ સમારંભ યોજાઈ રહ્યું છે. સ્ટેડિયમમાં આ કાર્યક્રમ માટે શાનદાર સજાવટ કરવામાં આવી છે.

સલમાન હોસ્ટ કરશે
  

સલમાન હોસ્ટ કરશે

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શન સલમાન ખાન હોસ્ટ કરવાના છે.

બીજી વાર હોસ્ટિંગ
  

બીજી વાર હોસ્ટિંગ

સલમાન ખાને ગત વર્ષે પણ આ સમારંભ હોસ્ટ કર્યુ હતું. આ વખતે પણ તેઓ બીજી વાર હોસ્ટ કરવા જઈ રહ્યાં છે.

પરફૉર્મન્સ
  
 

પરફૉર્મન્સ

સલમાન ખાન આ સમારંભમમાં હોસ્ટિંગ સાથે પરફૉર્મન્સ પણ આપવાનાં છે.

અમિતાભ
  

અમિતાભ

સ્ટાર ગિલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં અમિતાભ બચ્ચન પણ હાજર રહેશે.

રિહર્સલ
  

રિહર્સલ

અમિતાભ બચ્ચને પણ કાર્યક્રમ માટે રિહર્સલ કર્યુ હતું.

જૅકલીનની તૈયારી
  

જૅકલીનની તૈયારી

જૅકલીન ફર્નાન્ડીઝ આ સમારંભમાં પરફૉરર્મ કરવાનાં છે. તસવીરમાં તેઓ રિહર્સલ કરતા નજરે પડે છે.

મનીષ
  

મનીષ

તૈયારમાં જોતરાયેલા મિકી વાયરસ ફૅમ મનીષ પૉલ.

પ્રભુ
  

પ્રભુ

પ્રભુ દેવા આ કાર્યક્રમમાં પરફૉર્મ કરવાના છે.

શાહિદ
  

શાહિદ

શાહિદ કપૂર પણ ગત વર્ષે રિલીઝ થયેલી તેમની ફિલ્મોના હિટ ગીતો ઉપર પરફૉર્મ કરવાના છે. તેઓ જોરદાર તૈયારી કરી રહ્યાં છે.

શ્રદ્ધા
  

શ્રદ્ધા

આશિકી 2 ફૅમ શ્રદ્ધા કપૂર આ સમારંભના ખાસ આકર્ષણ બનનાર છે.

English summary
Renault Star Guild Awards 2014 held at NSCI Stadium on 16th January 2014. Salman Khan will host this event.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.