• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સલમાને કહ્યું, ‘હું હજુ સુધી વર્જિન છું, ગર્લફ્રેન્ડ સાથે માત્ર મિત્રતા’

|

કરણ જોહરના શો કૉફી વિથ કરણની ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં શોની ટીઆરપીએ તમામ શોને પાછળ છોડી દીધા છે. કૉફી વિથ કરણના પહેલા એપિસોડમાં પહેલીવાર સલમાન ખાન આવ્યો અને તેમણે દિલ ખોલીને વાત કરી. સલમાને પોતાની જિદંગી સાથે જોડાયેલી દરેક વાત કરણ સાથે શેર કરી પછી એ લગ્નની વાત હોય, અફેરની હોય કે, પછી શાહરુખ ખાન સાથેના ઝઘડાની અથવા તો પછી પોતાની સેક્સ લાઇફ અંગે. સલમાન ખાને કહ્યું કે, તે વર્જિન છે અને આ વાત પર કરણ જોહરના એક્સપ્રેશન જોવા લાયક હતા. સલમાન ખાને ઘણી જ ગંભીરતાથી કહ્યું કે, હું હજી સુધી વર્જિન છુ અને મે કોઇના પણ સાથે સેક્સ માણ્યું નથી. એક્સ ગર્લફ્રેન્ડ્સ સાથે તેને માત્ર મિત્રતા હતી, પરંતુ કોઇપણ પ્રકારના ફિજિકલ રિલેશન નહોતા.

સલમાન ખાને કહ્યું કે, અનેકવાર લગ્ન કરવા સુધી પહોંચ્યો પરંતુ લગ્ન કરી શક્યો નથી. તેમણે કહ્યું કે, તેમની જિંદગીમાં એક સમય આવ્યો હતો જ્યારે તે લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ એ સમયે તેના લગ્ન થઇ શક્યા નહીં. હજુ પણ તે ઇચ્છે છે પરંતુ ખબર નથી કે ક્યારે થશે. વધુમાં સલમાને કહ્યું કે, તે વર્જિન છે. એક્સ ગર્લફ્રેન્ડ સાથે માત્ર મિત્રતા હતી અને હવે તે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ્સથી દૂરી બનાવવાનું પસંદ કરે છે, કારણ કે તે નથી ઇચ્છતા કે તેમના જીવનમાં મુશ્કેલી આવે. સલમાને સંગીતા અંગે વાત કરતા કહ્યું કે, સંગીતા સાથે તે લગ્ન કરવા માગતા હતા પરંતુ તેવું થઇ ના શક્યું.

હવે સંગીતા તેમની સારી મિત્ર છે અને પરિવારની સભ્ય જેવી છે. સલમાન ખાને પોતાની ગર્લફ્રેન્ડ્સના બોયફ્રેન્ડ્સ અંગે વાત કરતા કહ્યું કે, તે એ લોકોને પણ થેંક્સ કહે છે. સલમાને એ પણ કહ્યું કે, પોતાનું અંગત જીવન એટલે કે લગ્ન, રોમાન્સ, એક્સ ગર્લફ્રેન્ડ અંગે વાત કરતા તે ગુસ્સે નથી થતા પરંતુ થોડાક ઇરિટેટ જરૂર થઇ જાય છે, કારણ કે તે નથી ઇચ્છતા કે લોકો યુવતીઓ અંગે વાતો કરે કે તે સલમાન સાથે રિલેશનમાં હતી.

સલમાને કહ્યું કે તે વર્જિન છે

સલમાને કહ્યું કે તે વર્જિન છે

કૉફી વિથ કરણ શોના પહેલા એપિસોડમાં એન્ટ્રી સલમાન ખાને એન્ટ્રી કરી અને શો દરમિયાન પોતાના દિલની દરેક વાત સામે રાખી. સલમાન ખાને કહ્યું કે, તે વર્જિન છે અને તેણે કોઇના પણ સાથે હજુ સુધી સેક્સ કર્યું નથી. લગ્ન પછી જ સુહાગરાત મનાવશે.

ગર્લફ્રેન્ડથી અંતર રાખુ છુ

ગર્લફ્રેન્ડથી અંતર રાખુ છુ

સલમાન ખાને કહ્યું કે, હું પોતાની એક્સ ગર્લફ્રેન્ડથી અંતર રાખું છું, હું નથી ઇચ્છતો કે તેમની જિંદગીમાં મારા કારણે કોઇ મુશ્કેલી આવે. તેથી હું તેમનાથી દૂર રહેવાનું પસંદ કરું છું.

લગ્ન કરવા માગતો હતો પણ થયા નહીં

લગ્ન કરવા માગતો હતો પણ થયા નહીં

સલમાન ખાને લગ્ન અંગ જણાવ્યું કે, એક સમય હતો જ્યારે હું લગ્ન કરવા માગતો હતો, પરંતુ ત્યારે લગ્ન થઇ શક્યા નહીં, આજે પણ લગ્ન કરવા માગુ છું પરંતુ વધારે ઉત્સુક નથી.

સંગીતા ફેમેલી ફ્રેન્ડ જેવી

સંગીતા ફેમેલી ફ્રેન્ડ જેવી

જ્યારે એક્સ ગર્લફ્રેન્ડની વાત આવી તો સલમાન ખાને સંગીતા અંગે વાત કરતા કહ્યું કે, તે સંગીતા સાથે લગ્ન કરવા માગતા હતા, પરંતુ લગ્ન થઇ શક્યા નહીં, આજે સંગીતા તેમની સારી મિત્ર છે અને પરિવારની સભ્ય જેવી છે.

ગર્લફ્રેન્ડ્સ સાથે માત્ર મિત્રતા

ગર્લફ્રેન્ડ્સ સાથે માત્ર મિત્રતા

સલમાન ખાને સ્પષ્ટ જણાવ્યું કે કેટલાક લોકો કહે છે કે, તેઓ મિત્ર છે પરંતુ તેમની વચ્ચે બીજુ ઘણું બધુ છે, પરંતુ મે મારી એક્સ ગર્લફ્રેન્ડ સાથે મિત્રતા નિભાવી છે ક્યારેય તેની સાથે ફિજિકલ થયો નથી.

English summary
Salman Khan said he is still virgin on Coffee With Karan show. Karan Johar asked Salman Khan about his marriage plans on that Slaman said there was a time when he wanted to get marry but now he is very comfortable with his single hood. Salman said he now maintain distance from his ex-girlfriends.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more