અંતે 1 માસની પૅરોલ પર જેલની બહાર આવ્યાં સંજય દત્ત
મુંબઈ, 21 ડિસેમ્બર : ભલે હોબાળો મચ્યો હોય કે પછી તપાસ સમિતિ બની હોય... પણ અભિનેતા સંજય દત્તને પૅરોલ મળી જ ગઈ અને તે પણ એક માસની અને સંજય દત્ત આજે જેલની બહાર પણ આવી ગયાં. સંજયને આ પૅરોલ રજાઓ તેમના પત્ની માન્યતા દત્તની બીમારીના પગલે મળી છે. કહેવાયું છે કે માન્યતાના પેટમાં ટ્યુમર છે કે જેના ઑપરેશન માટે સંજય દત્તને પૅરોલ મળી છે.

ખેર, બધા હોબાળા અને તમામ પ્રક્રિયાઓમાંથી સફળતાપૂર્વક પસાર થઈ સંજય દત્ત આજે જેલમાંથી એક માસ માટે બહાર આવી ગયાં છે. સજા મળ્યા બાદ સંજય દત્તને બીજી વાર પૅરોલ મળી છે. આ અગાઉ તેમને 1લી ઑક્ટોબરે તેમની અજ્ઞાત બીમારીની સારવાર માટે પૅરોલ રજા અપાઈ હતી. સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ પાંચ વરસની સજા ફરમાવાઈ છે કે જેમાંથી ડોઢ વરસ તેઓ અગાઉ કાપી ચુક્યા હતાં અને બાકીની સાડા ત્રણ વરસની સજા કાપવાની બાકી છે.












Click it and Unblock the Notifications
