• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કર્યુ ધમાકેદાર ડેબ્યુ - સુપર ગ્લેમરસ ફોટા વાયરલ

By Desk
|

સુહાના ખાન અને નવ્યા નંદા બાદ હવે શનાયા કપૂરે પણ પોતાનુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક કરી દીધુ છે. સંજય કપૂર અને મહીપ કપૂરની દીકરી શનાયાએ ભલે બૉલિવુડમાં અભિનેત્રી તરીકે ડેબ્યુ નથી કર્યુ પરંતુ લાઈમલાઈટથી તે દૂર નથી. અનિલ કપૂરથી લઈને અર્જૂન કપૂર, જહાનવી કપૂર, સુહાના ખાન, નવ્યા નવેલી, અનન્યા પાંડે બધાએ ઈન્સ્ટાગ્રામ પર શનાયાનુ સ્વાગત કર્યુ છે. વળી, પિતા સંજય કપૂરે દીકરી માટે લખ્યુ, 'મારી દીકરી શનાયા કપૂર ઈન્સ્ટાગ્રામ પર આવી ગઈ છે. કૃપા કરીને તેને પ્રેમ આપો...' તમને જણાવી દઈએ કે ડેબ્યુ સાથે જ શનાયાને લગભગ દોઢ લાખ લોકો ફૉલો કરી રહ્યા છે.

ખાસ પળો શેર કરી

ખાસ પળો શેર કરી

અફવાઓ છે કે શનાયા કપૂર જલ્દી બૉલિવુડ ડેબ્યુ કરવાની છે. માટે પોતાની ફેન ફોલોઈંગ માટે તેણે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક કરી દીધુ છે અને ફેન્સ સાથે પોતાના જીવનની ખાસ પળોને શેર કરી રહી છે.
શનાયા કપૂરે પોતાનો એક શાનદાર ફોટો શેર કર્યો અને લખ્યુ કે, 'જીવનનુ પેજ પલટી રહી છુ..' શનાયા પોતાના ફોટામાં ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી.

ફિલ્મ ડેબ્યુ

ફિલ્મ ડેબ્યુ

કપૂર ખાનદાનથી પહેલા સોનમ કપૂર, હર્ષવર્ધન કપૂર, અર્જૂન કપૂર, જ્હાનવી કપૂર ફિલ્મોમાં આવી ચૂક્યા છે. વળી, હવે ખુશી કપૂર અને શનાયા કપૂરના ડેબ્યુની તૈયારીઓ છે.

કરણ જોહર કરશે લૉન્ચ

કરણ જોહર કરશે લૉન્ચ

માનવામાં આવી રહ્યુ છે કે કરણ જોહર શનાયાને બૉલિવુડમાં લૉન્ચ કરવાનુ પ્લાનિંગ કરી રહ્યા છે. સૂત્રોની માનીએ તો ધર્મા પ્રોડક્શન હેઠળ સંજય કપૂર જ દીકરીને લૉન્ચ કરવામાં આવશે. થોડા મહિના પહેલા શનાયાને મુંબઈના અંધેરી સ્થિત કરણ જોહરના કાર્યાલયમાં પણ જોવામાં આવી હતી. માટે આ અફવાઓને હવા મળી ગઈ છે.

બાળપણની દોસ્ત

બાળપણની દોસ્ત

તમને જણાવી દઈએ કે શનાયા કપૂર, સુહાના કપૂર, નવ્યા નવેલી અને અનન્યા પાંડે વર્ષો જૂની દોસ્ત છે અને ઘણીવાર એકબીજાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

ગર્લ ગેંગ

ગર્લ ગેંગ

હાલમાં જ નવ્યાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટે સાર્વજનિક કર્યુ છે. હાલમાં નવ્યાની બૉલિવુડમાં એન્ટ્રી કરવાની કોઈ યોજના નથી. તે એક ડિજિટલ હેલ્થકેર પ્લેટફૉર્મની સહ સંસ્થાપક છે.

શનાયા કપૂર

શનાયા કપૂર

શનાયા કપૂરનો જન્મ 3 નવેમ્બર, 1999ના રોજ થયો છે. તે મુંબઈની Ecole Mondiale Schoolથી અભ્યાસ કરી રહી છે.

આસિસટન્ટ ડાયરેક્ટર તરીકે કર્યુ કામ

આસિસટન્ટ ડાયરેક્ટર તરીકે કર્યુ કામ

તમને જણાવી દઈએ કે શનાયા કપૂરે જ્હાનવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનામાં આસિસટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યુ હતુ. સેટથી ઘણા ફોટા તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

સોશિયલ મીડિયા પર હિટ

સોશિયલ મીડિયા પર હિટ

શનાયાના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા છે. તેના લુકથી લઈને ફેશન સેન્સ સુધી, બધા પર ફેન્સ પૉઝિટીવ કમેન્ટ કરી રહ્યા છે.

નેપોટિઝ્મ પર ચર્ચા

નેપોટિઝ્મ પર ચર્ચા

જો કે શનાયાના બૉલિવુડ ડેબ્યુના સમાચારો સાથે જ એક વાર ફરીથી લોકોમાં નેપોટિઝ્મની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

મૉડર્ન યુવતીઓને ઈમ્પ્રેસ કરવા અપનાવો આ ઓલ્ડ સ્કૂલ ડેટિંગમૉડર્ન યુવતીઓને ઈમ્પ્રેસ કરવા અપનાવો આ ઓલ્ડ સ્કૂલ ડેટિંગ

English summary
Sanjay Kapoor daughter Shanaya Kapoor makes her instagram account public with her glamorous pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X