• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોનમની બહેન શનાયા કપૂરના પારદર્શી ડ્રેસમાં બોલ્ડ ફોટા વાયરલ, જુઓ Pics

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શનાયા કપૂર સોશિયલ મીડિયા પર જે પણ કરે છે તે ચર્ચામાં આવી જાય છે. શનાયા પોતાના નવા ફોટા માટે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. શનાયાએ પોતાના એક ફોટોશૂટના અમુક ફોટા શેર કર્યા છે જે ઘણા બોલ્ડ છે. સોનમ કપૂરની પિતરાઈ બહેન, અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા આ ફોટોશૂટમાં ખૂબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયો યુઝર્સને લુભાવી રહ્યા છે ફોટા

સોશિયલ મીડિયો યુઝર્સને લુભાવી રહ્યા છે ફોટા

શનાયા કપૂરે જે ફોટોશૂટ કરાવ્યુ છે તેમાં તે વ્હાઈટ કલરના ટ્રાન્સપરન્ટ આઉટફિટ અને એક મોટી હેટસાથે જોવા મળી રહી છે. તેના આ ફોટો શેર કર્યા બાદથી સતત તેના પર કમેન્ટ આવી રહી છે. લાખો લોકો આ ફોટા પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. શનાયાના આ ફોટા પર અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ પણ કમેન્ટ કરી છે.

સોશિયલ મીડિયા પર શનાયા ખૂબ જ લોકપ્રિય

સોશિયલ મીડિયા પર શનાયા ખૂબ જ લોકપ્રિય

શનાયા કપૂર છેલ્લા અમુક દિવસોથી સતત ચર્ચામાં છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તે સક્રિય રહે છે અને સતત પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. આ ફોટા અને વીડિયો ફેન્સને ખૂબ જ ગમે છે અને તે વાયરલ થતા રહે છે. શનાયાએ આ વર્ષે જાન્યુઆરીમાં જ પોતાનુ ઈન્સ્ટાગ્રામ પ્રાઈવેટથી પબ્લિક કર્યુ હતુ ત્યારબાદ તેજીથી તેનો ફોલોઅર્સ વધ્યા છે.

શનાયા જલ્દી કરશે ફિલ્મોમાં ડેબ્યુ

શનાયા જલ્દી કરશે ફિલ્મોમાં ડેબ્યુ

શનાયાની જલ્દી ફિલ્મોમાં એન્ટ્રી થવાની છે. મોટા ફિલ્મી પરિવારમાંથી આવતી શનાયા કપૂરને કરણ જોહર લૉન્ચ કરવા જઈ રહ્યા છે. કરણ જોહરે તેને લૉન્ચ કરવાનુ એલાન કર્યુ છે. શનાયા પોતાની પહેલી ફિલ્મ ધર્મા પ્રોડક્શન્સ સાથે આ વર્ષે જુલાઈમાં શરૂ થઈ શકે છે. શનાયા ફિલ્મો સાથે પહેલેથી જ જોડાઈ ચૂકી છે. તે પોતાની બહેન જ્હાનવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનામાં 'આસિસટન્ટ ડાયરેક્ટર' તરીકે કામ કરી ચૂકી છે.

English summary
Sanjay Kapoor daughter Shanaya Kapoor share Photoshoot bold transparent pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X