ભણશાળીએ આલિયા સાથે લૉક કરી આગામી ફિલ્મ, ‘ગંગૂબાઈ કાઠિયાવાડી', જાણો એ કોણ છે
ઘણા સમયથી રાહ જોયા બાદ છેવટે સંજય લીલા ભણશાળીએ પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે. હા, ઈંશાલ્લાહની જગ્યાએ હવે ભણશાળી પહેલા ગંગૂબાઈ કાઠિયાવાડીનું નિર્દેશન કરવાના છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવશે આલિયા ભટ્ટ અને આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2020ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ગેંગસ્ટર ગંગૂબાઈ કોઠેવાલીની કહાની હશે. જ્યારથી સંજય લીલા ભણશાળીએ ઈંશાલ્લાહને આગળ વધારી છે આ ફિલ્મ અફવાઓમાં આવી ગઈ હતી પરંતુ હવે આની અધિકૃત ઘોષણા કરી દેવામાં આવી છે.

ગંગૂબાઈ કાઠિયાવાડી માટે આલિયાને લૉક કરી
ઈંશાલ્લાહમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટની જોડી હતી. પરંતુ હવે ભણશાળીએ ગંગૂબાઈ કાઠિયાવાડી માટે આલિયાને લૉક કરી દીધી છે... જ્યારે બાકી સ્ટારકાસ્ટના નામ પર હાલમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે. આલિયા લાંબા સમયથી ભણશાળી સાથે ફિલ્મ કરવા ઈચ્છતી હતી. તે આ ફિલ્મ માટે ઘણી ઉત્સાહિત છે. ફિલ્મમાં તેની ભૂમિકા ઘણી દમદાર થવાની છે. રાજી બાદ હવે એ પણ આલિયાની રિયલ લાઈફ ઘટનાઓ પર બનેલી ફિલ્મ હશે.

ગંગૂબાઈ કોઠેવાલી
ગંગૂબાઈ મુંબઈના કમાઠીપુરા એરિયામાં પોતાનો કોઠો ચલાવીને એ છોકરીઓની મદદ કરતી હતી જેમને પૈસાની ખૂબ જરૂરિયાત હતી. વળી, ગંગૂબાઈ એ છોકરીઓના હક માટે પણ લડતી હતી.
આ પણ વાંચોઃ રોકાણકારોએ ગ્રાહકો માટે કહ્યુ , ‘તેમની સાથે ડીલ કરવુ યુવતીના પેંટની અંદર જવા સમાન'

ડાર્ક ફિલ્મ હશે
ગંગૂબાઈ ના સંબંધ એ દરમયાન મુંબઈના બધા મોટા લોકો સાથે હતા. તેમની ભૂમિકા વિશે વધુ માહિતી મળે છે ધ માફિયા ક્વીન ઑફ મુંબઈ નામના પુસ્તકમાંથી. આ ફિલ્મ થોડી ડાર્ક હશે.

પ્રિયંકા ચોપડા હતી પહેલી પસંદ
જ્યારે આ ફિલ્મ સમાચારોમાં આવી હતી ત્યારે આની સાથે પ્રિયંકા ચોપડાનુ નામ જોડવામાં આવી રહ્યુ હતુ. એ વખતે ફિલ્મનુ નામ હીરા મંડી કહેવામાં આવી રહ્યુ હતુ. પરંતુ ફિલ્મ પોસ્ટપોન થતી ગઈ અને હવે આ આલિયા સાથે બની રહી છે.

રણવીર સિંહે કર્યો ઈનકાર
વળી, હાલમાં સમાચાર હતા કે ભણશાળીએ આ ફિલ્મ માટે રણવીર સિંહને પણ અપ્રોચ કર્યા હતા. પરંતુ રણવીરે ફિલ્મ કરવાનો ઈનકાર કરી દીધો.

જલ્દી શરૂ થશે
સમાચારોની માનીએ તો ફિલ્મનુ શૂટિંગ આવતા મહિનાથી શરૂ થઈ જશે. ફિલ્મ 11 સપ્ટેમ્બર 2020ના રોજ રિલીઝ થવાની છે.

ગંગૂબાઈ કાઠિયાવાડી
એમાં કોઈ શક નથી કે આ આલિયા ભટ્ટ માટે બહુ મોટી ફિલ્મ સાબિત થવાની છે. સંજય લીલા ભણશાળીની ફિલ્મો દર્શકો પર અલગ છાપ છોડે છે. એવામાં આ ફિલ્મ આલિયાના કરિયરને નવી ઉંચાઈએ આપી શકે છે.