આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીથી આવ્યા મોટા સમાચાર
કોરોના કાળ બાદ જે ફિલ્મોનું શૂટિંગ ફરીથી શરૂ થયું તેમાં ગંગૂબાઈ કાઠિયાવાડી પણ છે જેને લઈ આલિયા ભટ્ટ ઘણા સમયથી ચર્ચામાં છે અને મોટી વાત એ છે કે સંજય લીલા ભણસાલી આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલીએ આલિયા ભટ્ટ સાથે આ ફિલ્મનું શૂટિંગ ઘણા સમય પહેલાં જ શરૂ કરી દીધું હતું પરંતુ બાદમાં કોરોના વાયરસ અને લૉકડાઉનને પગલે શૂટિંગ બંધ કરવું પડ્યું હતું.
હવે આલિયા ભટ્ટની આ દમદાર ફિલ્મને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં વડી રેલીને સંબોધિત કરતી જોવા મળશે જેનું શૂટિંગ હાલમાં જ ખતમ થયું છે. જેને લઈ સંજય લીલા ભણસાલીએ જબરો સેટ બનાવ્યો હતો અને ભીડ પણ એકઠી થઈ હતી. આ સીન ફિલ્માવવા માટે આલિયા ભટ્ટ અને તેમની ટીમે ઘણી મહેનત કરી અને ફિલ્મમાં આ સીન શાનદાર જોવા મળી રહ્યો છે.

ફિલ્મનો ઈંતેજાર
આલિયા ભટ્ટની આ ફિલ્મને લઈ અવારનવાર કોઈને કોઈ પ્રકારના અપડેટ સામે આવતા રહે છે અને ફેન્સ આ ફિલ્મનો લાંબા સમયથી આતુરતાથી ઈંતેજાર કરી રહ્યા છે.

શૂટિંગ અટકી ગયું હતું
આ ફિલ્મ ઉપરાંત એવી કેટલીય ધમાકેદાર ફિલ્મો છે જેનું શૂટિંગ અટકી ગયું હતું અને હવે ધીરે ધીરે શરૂ થઈ રહ્યું છે. ફિલ્મો ઘણઆ સમયથી અટકી પડી છે.

બ્રહ્માસ્ત્ર
આ ઉપરાંત આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રનો ભાગ બનશે જેમાં તે રણબીર કપૂર સાથે રોમાંસ કરતી જોવા મળશે.

સ્ટારકાસ્ટ
આ ફિલ્મમાં હાલ બંને ઉપરાંત અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ જોવા મળશે. સમાચાર છે કે સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન પણ આ ફિલ્મનો ભાગ હશે.
First Pic: વિરાટ-અનુષ્કાની દીકરીની પહેલી ઝલક વાયરલ, ચાચુએ શેર કર્યો ફોટો

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ હાલ ઈન્ડસ્ટ્રીની ટૉપ એક્ટ્રેસમાંથી એક છે અને કેટલાય ફિલ્મમેકર્સ તેમની ખાલી ડેટ્સ માટે ઈંતેજાર કરે છે.