• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Santa Gifts : હીરાણીને ક્લોરમિંટ, તો શાહિદને આલિયા આપો...

|

ક્રિસમસનો સમય છે અને બધા ફેસ્ટિવલ તેમજ પાર્ટીના મૂડમાં આવી ગયાં છે. તેવામાં એંટરેટનમેંટ તો બનતા હૈ. એમ પણ સાંતા ક્લૉઝનો ઇંતેજાર તો સૌ કરી રહ્યા છે. તો અમે વિચાર્યુ કે જે સાંતા ક્લૉઝ આવશે, તો આપણા બૉલવુડ સ્ટાર્સ માટે ગિફ્ટ પણ લાવશે. એમ પણ દરેક વર્ષની સરખામણીમાં આ વર્ષ બૉલીવુડ માટે કંઈક જ વધુ હૅપ્પનિંગ રહ્યું છે.

વર્ષ 2014નો અંત આવતા-આવતા તો હદ થઈ બાય ગૉડ. શાહરુખ ખાન, સલમાન ખાન તથા આમિર ખાનનો મેળાપ અને અર્પિતાના લગ્ને પણ ખૂબ તડકો લગાવ્યો અને સરવાળે આ વર્ષ સૌના ચહેરા પર સ્માઇલ લઈને આવ્યો અને જઈ રહ્યો છે. તો અમે વિચાર્યું કે સાંતા ક્લૉઝને ફટાફટ આપી દઇએ એક લિસ્ટ કે જેથી કોઈ પ્રોબ્લેમ ન થાય. એમ તો લિસ્ટ થોડુંક નાનું છે, પરંતુ જરૂરી છે.

તો આપ પણ જુઓ કે સાંતા ક્લૉફ કોને શું આપવાનાં છે?

રાજૂ હીરાણીને ક્લોરમિંટ

રાજૂ હીરાણીને ક્લોરમિંટ

રાજૂ હીરાણીને સૌ પૂછી રહ્યાં છે કે પીકે શું હતી, કેમ હતી, પણ તેઓ છે કે તેમને કોઈ ફરક જ નથી પડતો. તો અમે વિચાર્યું કે તેમને તો ક્લોરમિંટ ગિફ્ટ કર દઇએ કે જેથી તેમને લોકોને એ જણાવવામાં સુવિધા થઈ પડે કે પીકે શું છે... દોબારા મત પૂછના... આગળ વાંચો

રણવીર સિંહ

રણવીર સિંહ

રણવીર સિંહને છોકરાઓ સાથે રહેવાનો, ફરવાનો અને તેમને કિસ કરવાનો બહુ શોખ છે. કિલ દિલમાં તેમનો ડાયલૉગ કિસ કરને કા મન કર રહા હૈ.... તેમણે બહુ સીરિયસલી લીધું છે. તો તેમને મળશે આ લિપગ્લૉસ, કારણ કે સાંભળ્યું છે કે રણવીરે કરણ જૌહરને પણ સ્મૂચ કરી નાંખ્યું... આગળ વાંચો

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સ્ટાર છે અને તેમને સ્ટાર બનતા કોઈ રોકી નથી શકતો. તો અમે વિચાર્યું કે તેમની આવનાર ફિલ્મ ડિટેક્ટિવ બ્યોમકેશ બખ્શી માટે દૂરબીન તેમના લુકને પૂર્ણતા આપશે તથા તેમના બૉક્સ ઑફિસ કલેક્શનને પણ... આગળ વાંચો

અનુષ્કાને જાદૂની લાકડી

અનુષ્કાને જાદૂની લાકડી

અનુષ્કા શર્મા બધુ જ યોગ્ય કરી રહ્યા છે, પણ તેમની લિપ સર્જરીની ભૂલ એટલી મોટી છે કે કોઈ શું કરે. ચાહીને પણ ભુલાવી નથી શકતું. કદાચ આ જાદૂની લાકડી બધુ પહેલા જેવું કરી આપે... ઓએમજી પીકે પણ કંઈ ન કરી શક્યો... આગળ વાંચો

સાજિદને ઉંઘની ગોળીઓ

સાજિદને ઉંઘની ગોળીઓ

સાજિદને કેટલાક વર્ષો માટે સુઈ જવું જોઇએ... ઘેરી ઉંઘમાં. હમશકલ્સ, હિમ્મતવાલા, હે બૅબી... અરે ટૉર્ટરની પણ લિમિટ હોય છે યાર... આગળ વાંચો

શાહરુખને હાજમોલા

શાહરુખને હાજમોલા

જે પ્રકારના રોલ શાહરુખ કરી રહ્યા છે, તેમને પોતાની ફિલ્મો પચાવવામાં પણ મુશ્કેલી થતી હશે. દોસ્તી કે ચક્કર મેં મારે ગયે રે ગુલફામ જેવી હાલત તે પણ શાહરુખની... અમારાથી નહીં જોયું જશે... આગળ વાંચો

સલમાનની શાદી.કૉમ પર નોંધણી

સલમાનની શાદી.કૉમ પર નોંધણી

સલમાન ખાનને હવે બસ એક દુલ્હનિયાની જરૂર છે. સ્વયંવર તો બહુ રિસ્કી થઈ પડશે. તેમનું શાદી.કૉમ પર ફ્રી રજિસ્ટ્રેશનથી કદાચ કામ બની જાય. દૂલ્હાના મિત્ર, સંબંધીઓ બની તો તેઓ એવો કહેર વરસાવશે છે, તો દુલ્હો બનશે ત્યારે તો ઉફ્ફ... આગળ વાંચો

શાહિદને આલિયા

શાહિદને આલિયા

શાહિદ કપૂરને તો આલિયા ભટ્ટ જ ગિફ્ટ ર2પ કરી આપી દેવી જોઇએ. વિશ્વાસ નથી, તો તેમનું સેલ્ફી કલેક્શન ચેક કરી લ્યો. જોકે બંને સાથે બહુ ક્યૂટ છે... આગળ વાંચો

દીપિકાને ગાયબ થવાની ટ્રિક

દીપિકાને ગાયબ થવાની ટ્રિક

દીપિકાને બહુ જરૂર છે તેની, કારણ કે રણવીર સિંહ તેમની સાથે દરેક જગ્યાએ ચપકેલા મળી જશે. હવે સારૂં થોડું લાગે છે. આ ઉપરાંત રણવીરની વિચિત્ર હરકતો જોઈ કોઈને પણ ગાયબ થવાનું મન કરે... આગળ વાંચો

આલિયા ભટ્ટ... ગેસ!

આલિયા ભટ્ટ... ગેસ!

આલિયા ભટ્ટને કોઈ શું ગિફ્ટ કરી શકે? દેશ માટે તેઓ જાણે જીકે માપવાનું મશીન બની ગયાં છ. નેશનલ જોક ડે ઉજવાય છે આલિયાના નામે. કેટલીક સામાન્ય જ્ઞાનની બુક્સ તેમના કામે લાગે... ઓએમજી આલિયા પૂછી રહ્યાં છે... સામાન્ય જ્ઞાન એટલે!... આગળ વાંચો

બિગ બીને બાની ઉંમર

બિગ બીને બાની ઉંમર

જેમ ક્યોંકિ સાસ ભી કભી બહૂ થીમાં બા હતાં, તેવી જ રીતે આપણા માટે બિગ બી છે. આ વયે પણ કામ પ્રત્યે એટલે જોશ અને ઉત્સાહ જોઈ બસ તેમના માટે વધુ 100 વર્ષની ઉંમર માંગવાનું મન કરે છે. ઇંડસ્ટ્રીના શહેંશાહ સાચે જ બિગ બી જ છે.

English summary
Christmas is here and adding to the festive spirit will be the new year. So here is wht Santa might give to these bollywood stars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more