કાર્તિક સાથે બ્રેકઅપ સારાની પછી પહેલી વાર બિકિનીમાં ફોટો વાયરલ
સારા અલી ખાન તેની કારકિર્દીની શરૂઆતથી જ અંગત જીવનને લઇને ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેનું નામ કાર્તિક આર્યન સાથે સતત જોડાતુ જોવા મળી રહ્યું હતું. ઘણી જગ્યાઓ બંને સાથે કેમેરામાં કેદ થયા હતા. પરંતુ છેલ્લા દિવસે સમાચાર આવ્યા કે બંનેએ તેમનો રોમાંસ બંધ કરી દીધો છે. બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. કાર્તિકથી અલગ થયા પછી સારા અલી ખાન સીધા વેકેશન પર ગઇ હતી. સારાએ શ્રીલંકામાં પોતાની સાથે સમય પસાર કર્યો હતો. આ સમય દરમિયાન તેણે પોતાનો બોલ્ડ અંદાજ પણ બતાવ્યો હતો.

આ રીતે સારા બની સુપરહીટ
સારાએ તેની કારકિર્દીની શરૂઆત હિન્દી ફિલ્મ કેદારનાથથી વર્ષ 2018માં કરી હતી. ત્યારબાદ રણવીર સિંહ સાથે સિમ્બામાં જોવા મળી હતી. આ બંને ફિલ્મોએ તેનું સ્ટારડમ વધાર્યું છે.

ફેન્સે તસ્વિરો કરી વાયરલ
તમને જણાવી દઈએ કે આ બધી તસવીરો સાથે સારાએ તેની ખાસ રાઇડના વીડિયો પણ શેર કર્યા છે. સારાના ફેન્સે મળીને આ તમામ તસવીરો અને વીડિયો વાયરલ કર્યા છે.

કાર્તિક અને સારા થયા છે અલગ
એક છાપાએ દાવો કર્યો છે કે સારા અને કાર્તિકના બ્રેકઅપનું કારણ એક બીજાને સમય આપી શક્યા નથી, આને કારણે બંનેએ એકબીજાથી અંતર બનાવી લીધું છે.

સારાની આવી રહી છે આ મોટી ફીલ્મો
તમને જણાવી દઇએ કે સારાની પાસે આગામી દિવસોમાં પણ ઘણી મોટી ફિલ્મો છે. લવ આજ કલ 2માં કાર્તિક આર્યનની સાથે અને કુલી નંબર વનમાં વરૂણ ધવન સાથે જોવા મળશે. આ બંને ફિલ્મોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
સારાએ મુંબઈ આવીને આ બધી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યાં તે સ્વિમિંગ પૂલની અંદર બિકીનીમાં નાળિયેર પાણી અને કોફી પીતી જોવા મળી હતી. સારાની આ બધી તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. આ તમામ તસવીરો શેર કરતી વખતે સારાએ કેપ્શન લખ્યું છે કે લેડી ઇન શ્રીલંકા. જો કે, આ લુકમાં પણ તે ગ્લેમરસ લાગી રહી છે.
આ પણ વાંચો: બોલિવૂડની શાનદાર બિકીની બોડી ધરાવતી અભિનેત્રીઓ, હોટ તસવીરો