નવી પેઢીના સુપર સ્ટાર્સની લેટેસ્ટ તસવીરો, ભુલાઇ જશે દિપીકા, કેટરિના

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં જ્હાનવી કપૂર અને સારા અલી ખાન એવા નામ છે, જેમના બોલિવૂડ ડેબ્યૂની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. થોડા સમય પહેલાં જ શ્રીદેવીએ પોતાની બંન્ને દિકરીઓના સુંદર ફોટા પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યાં હતા. જ્હાનવી કપૂરના સ્ટાર ડેબ્યૂ લોન્ચ માટે તેની મમ્મી પણ ખૂબ તૈયારીઓ કરી રહી છે, તે આ વાત પરથી સાબિત થાય છે.

તો બીજી બાજુ સારા અલી ખાનના ડેબ્યૂને લઇને પિતા સૈફ અલી ખાન પણ ખૂબ જ ઉત્સાહિત છે. સારા અલી ખાન અવારનવાર પાર્ટીઝમાં સ્પોટ થાય છે. તે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદા ની પાર્ટીમાં પણ જોવા મળી હતી અને હાલમાં જ તે એક પાર્ટીમાં ખુશી કપૂર, જ્હાનવી કપૂર અને મનિષ મલ્હોત્રા સાથે જોવા મળી છે.

આ નેક્સ્ટ જેન સુપર સ્ટાર્સની લેટેસ્ટ તસવીરો જુઓ અહીં..

મનિષ મલ્હોત્રા સાથે સ્ટાયલ દિવાઝ

મનિષ મલ્હોત્રા સાથે સ્ટાયલ દિવાઝ

હાલમાં જ એક વેડિંગ પાર્ટીમાં ભવિષ્યની બોલિવૂડ સ્ટાયલ દિવાઝ સારા અલી ખાન, જ્હાનવી કપૂર અને ખુશી કપૂર મનિષ મલ્હોત્રા સાથે પોઝ આપતી જોવા મળી હતી. સારા અને જ્હાનવીની બોલિવૂડ એન્ટ્રી ધમાકેદાર રહેશે, એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.

બાજીરાવ રાવ સાથે નવી મસ્તાની

બાજીરાવ રાવ સાથે નવી મસ્તાની

બાજીરાવ રણવીર સિંહ સાથેનો સારાનો આ ફોટો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રણવીર અને સારા બંન્ને આમાં ખૂબ જ હોટ લાગી રહ્યાં છે. બાજીરાવ સાથે આ નવી મસ્તાનીને જોઇને દિપીકા શું રિએક્શન આપશે?

કપૂર સિસ્ટર્સ

કપૂર સિસ્ટર્સ

જ્હાનવી અને ખુશી કપૂરની મમ્મી શ્રીદેવી અને મનિષ મલ્હોત્રા સાથેની અન્ય એક સુંદર તસવીર. કરિશ્મા કપૂર અને કરીના કપૂર બાદ હવે બોલિવૂડમાં હોટ એન્ડ હેપનિંગ કપૂર સિસ્ટર્સનું ટેગ જ્હાનવી અને ખુશી જ સાચવશે, એ આ ફોટો પરથી સાબિત થાય છે.

ટ્રેડિશનલ અવતાર

ટ્રેડિશનલ અવતાર

એક વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા માટે જ્હાનવી કપૂર અને ખુશી કપૂર હૈદ્રાબાદ પહોંચી હતી, તે સમયનો આ ફોટો છે. બંન્ને બહેનોનો રોયલ ટ્રેડિશનલ અવતાર જોઇને તમે પણ એમના ફેન બની જશો.

મમ્મી શ્રીદેવી સાથે જ્હાનવી

મમ્મી શ્રીદેવી સાથે જ્હાનવી

અન્ય એક ફંક્શનની માં-દિકરીની આ તસવીર અત્યંત સુંદર છે. જ્હાનવીની સાથે શઅરીદેવી પણ અત્યંત સુંદર લાગી રહી છે.

અત્યારથી જ સુપર સ્ટાર

અત્યારથી જ સુપર સ્ટાર

જ્હાનવી અને ખુશીના આ ફોટા પરથી એખ વાત તો સાબિત થાય છે કે, તેઓ ભલે બોલિવૂડમાં નામ કમાય કે ન કમાય, પણ તે અત્યારથી જ સુપર સ્ટાર તો છે જ. આ કપૂર સિસ્ટર્સની અદાઓ, સ્ટાયલ, ડ્રેસિંગ સેન્સ અને એટિટ્યૂડ કોઇ સ્ટારથી કમ નથી.

જ્હાનવી કપૂર

જ્હાનવી કપૂર

જ્હાનવી કપૂરનો આ ફોટો અત્યારની દરેક બોલિવૂડ દિવાને ટક્કર આપે એવો છે. બોની કપૂરની આ મોટી દિકરી બોલિવૂડમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે, કહેવાઇ રહ્યું છે કે તે કરણ જોહરની ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરશે.

પપ્પા બોની કપૂર સાથે

પપ્પા બોની કપૂર સાથે

પપ્પા બોની કપૂર સાથેની જ્હાનવી અને ખુશી કપૂર સાથેની અત્યંત સુંદર તસવીર.

ખુશી કપૂર

ખુશી કપૂર

હાલ તો બોલિવૂડમાં ડેબ્યૂને કારણે જ્હાનવી કપૂર વધુ ચર્ચામાં રહે છે, પરંતુ આ તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે, ખુશી કપૂર પણ કોઇ મામલે બહેનથી કમ નથી. સમય આવતા તે પણ બોલિવૂડમાં પદાર્પણ કરે એવી શક્યતાઓ છે.

English summary
Sara Ali Khan, Jhanvi Kapoor and Khushi Kapoor spotted in their traditional avatar at a wedding.
Please Wait while comments are loading...