રાતે 3 વાગે ગૂગલ પર શું સર્ચ કરી રહી હતી સારા અલી ખાન, ખોલ્યો રાઝ
બોલિવુડની યુવા કલાકાર સારા અલી ખાન હાલમાં બધાના દિલો પર રાજ કરી રહી છે. એવામાં તેના ફોટાથી લઈ ઈન્ટરવ્યુ સુધી બધુ ચર્ચામાં રહે છે. હાલમાં જ સારાએ વૉગ મેગેઝીનને આપેલા એક ઈન્ટરવ્યુમાં જીવનની કેટલીક મહત્વની વાતો શેર કરી. આ ઈન્ટરવ્યુમાં સારાને પૂછવામાં આવ્યુ કે છેવટે તેમણે ગૂગલ પર શું સર્ચ કર્યુ હતુ તો આના પર સારાએ જે જવાબ આપ્યો તે શાનદાર છે.

રાતે 3 વાગે ગૂગલ પર સર્ચ કર્યુ હતુ આવુ
સારાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે, ‘મે રાતે 3 વાગે મનોરી (મુંબઈની એક જગ્યા) નો રસ્તો જોવા માટે ગૂગલ મેપ ડાયરેક્શનનો ઉપયોગ કર્યો હતો. જવાબમાં ખબર પડી કે તે જગ્યા જ્યાં હું હાજર હતી ત્યાંથી 1.5 કલાકના અંતરે છે. આ બહુ ડરામણુ હતુ.' આ ઈન્ટરવ્યુમાં સારાએ બીજા પણ ઘણા શાનદાર જવાબ આપ્યા.

સારાને ખૂબ પસંદ છે આ ઈમોજી
સારાને આ ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યુ કે તેમને કયુ ઈમોજી પસંદ છે તો સારાએ હસતા હસતા જવાબ આપ્યો કે મને આંખો પર સ્ટાર્સવાળા ઈમોજી ખૂબ પસંદ છે. તમને જણાવી દઈએ કે સારા જ્યારથી ઈન્ડસ્ટ્રીમાં આવી છે ત્યારથી તેને તેના ચંચળ સ્વભાવ અને ખુશમિજાજી માટે ઓળખવામાં આવી રહી છે. તે કોઈ પણ ઈન્ટરવ્યુમાં કોઈ ડર વિના બાળકની જેમ હસતા રમતા જવાબ આપે છે.

નેતાના પૌત્રને ડેટ કરી ચૂકી છે સારા
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં સારાએ પોતાની લવ લાઈફ વિશે વાત કરી. સારા અલી ખાને જણાવ્યુ કે તે એક વાર એક નેતાના પૌત્રને ડેટ કરી ચૂકી છે. તેણે ઈન્ટરવ્યુમાં તેના નામનો પણ ખુલાસો કર્યો. તેણે જણાવ્યુ કે વીર પહારિયા સાથે તે રિલેશનશીપમાં હતી પરંતુ સંબંધ વધુ ચાલી શક્યો નહિ. રિપોર્ટ્સ મુજબ બંને વર્ષ 2016માં ડેટિંગ શરૂ કર્યુ હતુ અને એક વર્ષ બાદ બંનેનું બ્રેક અપ થઈ ગયુ હતુ.
આ પણ વાંચોઃ કાળિયાર કેસઃ સલમાન ખાનની સજા ફગાવી દેવાની અરજી પર આજે થશે સુનાવણી