સારા અલી ખાને બિકિની ફોટોથી વધાર્યુ સોશિયલ મીડિયાનુ તાપમાન, હૉટ લુક કરી દેશે ઈમ્પ્રેસ
બૉલિવુડ અભિનેત્રી સારા અલી ખાન એક વાર ફરીથી બોલ્ડ અવતારના કારણે છવાયેલી છે. સારાએ બોલ્ડ બિકિની ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનુ તાપમાન વધારી દીધુ છે. સારાએ ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. જેમાં તે એકદમ સુંદર અને સેક્સી લુકમાં દેખાઈ રહી છે. સારા અલી ખાન આ નવા ફોટોમાં દરિયા કિનારે ઓરેન્જ બિકિનીમાં પોતાનો દિલકશ અવતાર દેખાડી રહી છે. આ ફોટા માલદીવ વેકેશનના છે.
સારાના આ ફોટાને અત્યાર સુધી અઢળક ફેન્સે લાઈક કર્યા અને કમેન્ટ્સ દ્વારા અભિનેત્રીની જોરદાર પ્રશંસા પણ કરી. હાલમાં જ સારા અલી ખાન મા અમૃતા સાથે અજમેર શરીફ ગઈ હતી. જ્યાં તેણે ઘણા ફોટા શેર કર્યા હતા.આ દરમિયાન તે એકદમ ઈન્ડિયન લુકમાં જોવા મળી. માથે ચૂંદડી ઓઢીને દરગાહ પર ચડાવાતી ચાદર હાથમા લીધેલી જોવા મળી હતી.

અતરંગી રે
હાલમાં જ સારા અલી ખાને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ અતરંગી રેનુ શૂટિંગ પૂરુ કર્યુ છે. આ ફિલ્મની રિલીઝ ડેટનુ પણ એલાન થઈ ચૂક્યુ છે. ફિલ્મમાં અક્ષય અને સારા ઉપરાંત ધનુષ પણ જોવા મળશે.

સારા અલી ખાન અને અક્ષય કુમાર
સારા અલી ખાન અને અક્ષય કુમાર પહેલી વાર અતરંગી રેમાં સાથે જોવા મળવાના છે. ફિલ્મમાં દર્શકોને લવ ટ્રાયેંગલ જોવા મળશે. જ્યાં સારા ધનુષ અને અક્ષય બંને સાથે પડદા પર જોવા મળશે.

કુલી નંબર 1
છેલ્લી ફિલ્મની વાત કરીએ તો સારાની લેટેસ્ટ ફિલ્મ કુલી નંબર 1 હતી જે ઓટીટી પર રિલીઝ થઈ. આ ફિલ્મમાં સારા અલી ખાને વરુણ ધવન સાથે સ્ક્રીન શેર કરી. વરુણ ધવન હવે પોતાની આવનારી ફિલ્મ ભેડિયાનુ શૂટિંગ કરી રહ્યા છે.

બાગી 4
સારા અલી ખાનની વચમાં એ ગોસિપ પણ સામે આવી કે તે ટાઈગર શ્રોફ સાથે બાગી 4માં પણ દેખાઈ શકે છે. જો કે હજુ સુધી કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી.

સોશિયલ મીડિયા
સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખાસ્સી સક્રિય રહે છે અને ફેન્સ સાથે દિલ ખુશ કરી દેતા ફોટો હંમેશા શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે સારાએ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કેદારનાથ સાથે કર્યુ. ત્યારબાદ તે રણવીર સિંહ સાથે સિંબામાં જોવા મળી.
પરફેક્ટ બિકિની બૉડી માટે નિયા શર્માએ બે દિવસ સુધી કંઈ જ ના ખાધું, પછી થયું એવું કે...