સારા અલી ખાન સાથે કોણ છે આ મિસ્ટ્રી બૉય? અભિનેત્રીના આ સવાલથી મુશ્કેલીમાં ફસાયા ફેન્સ!
સારા અલી ખાન માટે જાણીતુ છે કે તે ઘણી ખુશમિજાજ છે અને ઘણી વાર તો મીડિયાનુ પણ દિલ જીતતી જોવા મળે છે. આ ઉપરાંત તેની અમુક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવે છે કે જે ચોંકાવનારી હોય છે. સુપરસ્ટાર સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને ફરીથી સોશિયલ મીડિયા પર કંઈક એવુ કર્યુ છે. વાસ્તવમાં સારાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે જે ચર્ચામાં છે.
આ ફોટોમાં એક મિસ્ટ્રી બૉય દેખાઈ રહ્યો છે જેનો ચહેરો નથી દેખાઈ રહ્યો. આ વ્યક્તિની બેક જોવા મળી રહી છે. લુક્સની વાત કરીએ તો તેના વાંકડિયા વાલ અને ફિટ બૉડીથી લાગી રહ્યુ છે કે આ કોઈ અભિનેતા હોઈ શકે છે. આ ફોટામાં જે વ્યક્તિ છે તેના ટી-શર્ટ પર IGGY અને 7 લખ્યુ છે. આ સાથે સારા અલી ખાને લખ્યુ છે કે..'અંદાજ લગાવો કોની બેક છે આ'

સારા અલી ખાન
જો કે એ નક્કી નથી થઈ શક્યુ કે એ કોણ છે જેના માટે સારા અલી ખાન અંદાજ લગાવવાનુ કહી રહી છે.

જુઓ ફોટો
સારા અલી ખાનની આ સ્ટોરીને ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને લોકો ઘણા પ્રકારની કમેન્ટ્સ આમાં કરી રહ્યા છે. તમે પણ જુઓ ફોટો.

વર્કફ્રંટ
વર્કફ્રંટની વાત કરીએ તો સારા અલી ખાન હાલમાં ફિલ્મ 'અતરંગી'માં જોવા મળવાની છે જેના લીડ રોલમાં અક્ષય કુમાર છે.
અનન્યા પાંડેએ બોલ્ડ અંદાજમાં ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ Pics