• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાઈના જન્મદિવસ પર સારા અલી ખાને બિકિની ફોટો કર્યો શેર, થઈ જોરદાર ટ્રોલ

|

બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન એક વાર ફરીથી ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. જો કે હજુ સુધી તે સૌથી ઓછી ટ્રોલ થતી અભિનેત્રીમાં રહી છે. પરંતુ આ વખતે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ભાઈ ઈબ્રાહીમ અલી ખાન સાથે અમુક ફોટા શેર કર્યા છે જે કદાચ અમુક લોકોને ન ગમ્યા. ત્યારબાદ આ લોકોએ સારાને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ. લોકોએ સારાના ફોટા વિશે કમેન્ટ બૉક્સમાં ઉલટી સીધી કમેન્ટ પર કરી.

ઈન્સ્ટાગ્રામ પર ભાઈ સાથે અમુક ફોટા કર્યા શેર

ઈન્સ્ટાગ્રામ પર ભાઈ સાથે અમુક ફોટા કર્યા શેર

વાસ્તવમાં પાંચ માર્ચે સારાના ભાઈ ઈબ્રાહીમનો જન્મદદિવસ હતો. આ પ્રસંગે તેણે ભાઈ સાથે અમુક ફોટા શેર કર્યા. આ ફોટામાં તે ભાઈ સાથે બિકિનીમાં દેખાય છે. સારાના આ ફોટા માલદીવ વેકેશનના છે. અભિનેત્રીએ ભાઈ સાથે એવા ફોટા શેર કર્યા જેમાં તે બિકિનીમાં દેખાઈ રહી છે. આ ફોટા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકોનુ કહેવુ છે કે ભલા ભાઈ સાથે સારા કેવી રીતે બિકિનીવાળા ફોટા શેર કરી શકે છે.

શું કહી રહ્યા છે લોકો?

શું કહી રહ્યા છે લોકો?

સારાના ફોટા પર લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. કોઈ તેને ઢંગના કપડા પહેરવાની સલાહ આપી રહ્યુ છે, તો કોઈ તેને ભાઈ સામે બિકિની ના પહેરવાની વાત કહી રહ્યુ છે. અમુક લોકો તો એવા પણ છે જે સારાના ધર્મ માટે તેને ટ્રોલ કરી રહ્યા છે. એક ટ્રોલરે લખ્યુ છે, ‘ભાઈ સાથે આવા ફોટા, કોઈ બીજા ફોટા ના મળ્યા, બદ્તમીઝ સારા.' વળી, એક વ્યક્તિએ લખ્યુ છે, ‘ડૂબીને મરી જાવ, ભાઈ બહેનના પવિત્ર સંબંધને બદનામ ના કરો.'

ભાઈને આપી જન્મદિવસની શુભેચ્છા

ભાઈને આપી જન્મદિવસની શુભેચ્છા

સારાએ ભાઈ ઈબ્રાહીમને જન્મદિવસની શુભેચ્છા આપીને એક પ્રેમભર્યુ કેપ્શન પણ લખ્યુ છે. તેણે લખ્યુ, ‘જન્મદિવસની શુભકામનાઓ ભાઈ. તમે જેટલુ જાણો છો હું તમને એનાથી વધુ પ્રેમ કરુ છુ. આજે તમે બહુ મિસ કરી રહી છુ. કાશ હું તમારી સાથે હોતી.' વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા હાલમાં જ કાર્તિક આર્યન સાથે ફિલ્મ લવ આજ કલમાં જોવા મળી હતી. બંનેની જોડીથી દર્શકોને ઘણી આશા હતી, જો કે ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી.

આ પણ વાંચોઃ આતુરતાનો આવ્યો અંત, કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કરી કાતિલ અંદાજમાં એન્ટ્રી

English summary
sara ali shared bikini photos with brother ibrahim people trolled.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X