For Quick Alerts
For Daily Alerts
રામૂએ અરુણ શર્મા સાથે સંબંધ તોડ્યાં, સત્યા 2 હવે નવેમ્બરમાં રિલીઝ થશે
મુંબઈ, 23 ઑક્ટોબર : રામ ગોપાલ વર્માએ ટ્વીટ કરી માહિતી આપી છે કે એલ આર એક્ટિવ અરુણ શર્મા સાથે થોડીક ગેરસમજ થઈ જવાના પગલે સત્યા 2 ફિલ્મની રિલીઝ પોસ્ટપોન્ડ કરી દેવાઈ છે. હવે ફિલ્મ 8મી નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ રામૂની ઇમેજિનેશન પર જ આધારિત છે. રામૂએ જણાવ્યું કે સત્યા 2માં નવી સ્ટાર કાસ્ટ છે અને આ ફિલ્મ સત્યાની સિક્વલ નથી.
રામ ગોપાલ વર્માનું માનવું છે કે સત્યા 2ની રિલીઝ ટાળી દેવાતા ફિલ્મની સફળતા પર કોઈ અસર નહીં પડે. ફિલ્મ અંગે રામૂને ઘણા સારા હકારાત્મક પ્રત્યાઘાતો મળી રહ્યાં છે. સૌને આ ફિલ્મ ગમી છે. અમિતાભ બચ્ચન પણ રામ ગોપાલ વર્માની ફિલ્મ સત્યા 2ના વખાણ કરી ચુક્યાં છે.
નોંધનીય છે કે સત્યા 2ની રિલીઝ ડેટ 25 ઑક્ટોબર હતી, પરંતુ એલ આર એક્ટિવિસ્ટ સાથે પંગો થવાના પગલે રિલીઝ પોસ્ટપોન્ડ કરી દેવાઈ છે. રામૂએ ટ્વીટ કર્યું - એલ આર એક્ટિવ અરુણ શર્મા સાથે કેટલાંક મુદ્દે વિવાદ ઊભા થતા અમને તેમનાથી જુદા થવાનું કહેવાયું છે. તેથી સત્યા 2ની રિલીઝ હવે ટાળી દેવાઈ છે. હવે આ ફિલ્મ 25મી ઑક્ટોબર નહીં, પણ 8મી નવેમ્બરે રિલીઝ થશે.