For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિવ્યૂ : નથી બાપૂ કે નથી અણ્ણાનો, આ છે ઝાનો સત્યાગ્રહ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 ઑગસ્ટ : ફરી એક વાર જ્વલંત મુદ્દા ઉપર ફિલ્મ લઈને આપની સામે આવી રહ્યાં છે જાણીતા નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા. ઝાની આ ફિલ્મનું નામ છે સત્યાગ્રહ. નામ ઉપરથી જ સ્પષ્ટ છે કે ફિલ્મ નરસાઈ ઉપર સારાઈના વિજયનો જ સંદેશ આપતી હશે. કોઈ કહે છે કે સત્યાગ્રહ 2જી કૌભાંડ આધારિત છે, કોઈક તેને સમાજવાદી અણ્ણા હઝારેના આંદોલન સાથે સાંકળે છે. કેટલાંક લોકો તેને મહાત્મા ગાંધી પ્રેરિત પણ માને છે, પણ આ બધાથી વિપરીત પ્રકાશ ઝા કહે છે કે તેમની ફિલ્મ કોઈ કૌભાંડ, અણ્ણા હઝારે કે મહાત્મા ગાંધીના સત્યાગ્રહ ઉપર આધારિત નથી. સત્યાગ્રહ ફિલ્મ દેશની વણસેલી વ્યવસ્થા પર આધારિત છે કે જેને લોકો જોશે અને અનુભવશે.

ખેર કોણ સાચુ છે ને કોણ ખોટું, તે તો શુક્રવારે ખબર પડી જ જશે. ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ફિલ્મની ભારે-ભરકમ સ્ટાર કાસ્ટ આ ફિલ્મની યૂએસપી છ. લાંબા સમય બાદ લોકોને અમિતાભ બચ્ચન ઍંગ્રી યંગ મૅન તરીકે નજરે પડવાના છે. ફિલ્મના પ્રોમોથી સ્પષ્ટ છે કે અમિતાભનું પાત્ર ભલે એક વૃદ્ધ વ્યક્તિનું છે, પણ તેમનો અંદાજ ખૂબ જ ગરમ છે. બરાબર એવો જ કે જેવો સિત્તેર-એંસીના દાયકાની ફિલ્મોમાં રહેતો હતો. તો બીજી બાજુ પ્રકાશ ઝા સાથે તેમના ફૅવરિટ અજય દેવગણ, અર્જુન રામપાલ અને મનોજ બાજપાઈ પણ છે. આ સ્ટાર કાસ્ટની કેટલી અસર થશે, તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે, પરંતુ આ ત્રણે જ્યારે પણ મળે છે, પડદા ઉપર કમાલ કરે છે. તેથી સત્યાગ્રહ ફિલ્મ અંગે લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. ફિલ્મમાં કરીના કપૂર પણ છે કે જેઓ યાસ્મીન અહેમદના રોલમાં છે કે જે એક પત્રકાર છે. ખાદીની સાડી પહેરેલા અમૃતા રાવ પણ પ્રોમોમાં સારા દેખાઈ રહ્યાં છે.

આવો તસવીરો સાથે જાણીએ સત્યાગ્રહ ફિલ્મ અંગે વધુ વિગતો :

સત્યનો સંઘર્ષ સત્યાગ્રહ

સત્યનો સંઘર્ષ સત્યાગ્રહ

ફિલ્મ સત્યાગ્રહમાં સત્યનો સંઘર્ષ બતાવાયો છે. ફિલ્મમાં યુવાનોનો જોશ અને વડીલોનો આદર્શ દેશમાં ક્રાંતિ લાવે છે.

એકલ રિલીઝ

એકલ રિલીઝ

સત્યાગ્રહ 30મી ઑગસ્ટે રિલીઝ થશે. તે એકલ ફિલ્મ હશે. તેની સાથે બીજી કોઈ ફિલ્મ રિલીઝ નથી થતી.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

ફિલ્મની યૂએસપી અમિતાભ બચ્ચન છે કે જેઓ એક આદર્શ વ્યક્તિનો રોલ કરી રહ્યાં છે. તેઓ અન્યાય સામે અવાજ ઉઠાવે છે અને અનશન ઉપર બેઠા છે.

કરીના પત્રકાર

કરીના પત્રકાર

પોતાના 13 વર્ષના કૅરિયરમાં કરીનાએ પહેલી વાર મજબૂત પત્રકારનો રોલ કર્યો છે. લગ્ન બાદ લીડ રોલ ધરાવતા આ તેમની પ્રથમ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

મનોજ નેગેટિવ

મનોજ નેગેટિવ

મનોજ બાજપાઈ નેગેટિવ રોલમાં છે. તેઓ રાજકારણી છે કે જે ભ્રષ્ટ નીતિઓથી દેશને ખોખલું બનાવી રહ્યો છે.

English summary
This Friday, India's democracy will be under fire in the movie Satyagraha. In the upcoming film, Amitabh Bachchan is ready to start a movement against corruption. Are you ready to join this movement this weekend?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X