Pics : અણ્ણા પર આધારિત નથી સત્યાગ્રહ : પ્રકાશ ઝા
મુંબઈ, 27 જૂન : પ્રકાશ ઝા નિર્મિત મોસ્ટ અવેટેડ ફિલ્મ સત્યાગ્રહનું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. મુંબઈની તાજ હોટેલમાં ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન અમિતાભ બચ્ચન, પ્રકાશ ઝા, મનોજ બાજપાઈ તથા અમૃતા રાવ હાજર હતાં. આ સાથે જ જેમ કે પ્રકાશ ઝાએ જણાવ્યુ હતું કે ટ્રેલર લૉન્ચિંગ ગ્લોબલ હશે, તેમ જ થયું.
કરીના કપૂર તથા અજય દેવગણ બંને લંડનથી લાઇવ હતાં અને ઈવેંટ દરમિયાન તેમને પૂછાતા સવાલોના જવાબ પણ આપી રહ્યા હતાં. આરંભે પ્રકાશ ઝાએ સત્યાગ્રહ ફિલ્મની વાર્તા તથા પાત્રો અંગે માહિતી આપી અને સાથે જ સ્પષ્ટ પણ કરી નાંખ્યું કે સત્યાગ્રહ ફિલ્મ અણ્ણા હઝારે સાથે લિંક્ડ નથી. તેમણે જણાવ્યું કે ફિલ્મ એક પિતા-પુત્રીની વાર્તા છે કે જેમાં અમિતાભ બચ્ચન પિતાનો રોલ કરી રહ્યાં છે કે જેઓ પોતાના પુત્રને ગુમાવી દે છે. અજય દેવગણ તેમના પુત્રના રોલમાં છે. પરિસ્થિતિઓ કઈ રીતે બંનેને સાથે લાવે છે અને બંને સત્ય માટે સત્યાગ્રહ કરે છે.
આ પ્રસંગે અમિતાભને તેમના આગામી જન્મે પત્રકાર બનવા અંગેના નિવેદન અંગે પૂછવામાં આવ્યું કે આજના મીડિયા વિશે તેઓ શું વિચારે છે, તો અમિતાભે હસીને જણાવ્યું - હું ગાંડો નથી કે આટલા બધા મીડિયાવાળાઓ સામે મીડિયાની ટીકા કરૂં. અમિતાભે એમ પણ જણાવ્યું - આપ શું ચાહો છે કે હું મીડિયાને ભાંડું.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

પત્રકારની જૉબ મુશ્કેલ
સત્યાગ્રહમાં પત્રકારનો રોલ કરી રહેલાં કરીના કપૂરે જણાવ્યું - સાચે જ પત્રકારોની જૉબ બહુ મુશ્કેલ હોય છે.

બહુ દોડવું પડે છે
કરીનાએ જણાવ્યું - હું પત્રકારોને તો સલાહ ન આપી શકું કે તેમણે શું કહેવું જોઇએ અને શું નહીં, પણ એટલું જરૂર છે કે મને હવે ખબર પડી છે કે મીડિયાએ બહુ દોડવું પડે છે સમાચારો માટે અને દરેક પરિસ્થિતિમાં રિપોર્ટિંગ કરવી પડે છે. તેમની જૉબ બહુ ટફ હોય છે.

શું વિચારો છો મીડિયા વિશે
અમિતાભને તેમના આગામી જન્મે પત્રકાર બનવા અંગેના નિવેદન અંગે પૂછવામાં આવ્યું કે આજના મીડિયા વિશે તેઓ શું વિચારે છે?

મીડિયા સામે મીડિયાને ભાંડું?
અમિતાભે હસીને જણાવ્યું - હું ગાંડો નથી કે આટલા બધા મીડિયાવાળાઓ સામે મીડિયાની ટીકા કરૂં. અમિતાભે એમ પણ જણાવ્યું - આપ શું ચાહો છે કે હું મીડિયાને ભાંડું.

પિતા-પુત્રની વાર્તા
પ્રકાશ ઝાએ જણાવ્યું કે ફિલ્મ એક પિતા-પુત્રીની વાર્તા છે કે જેમાં અમિતાભ બચ્ચન પિતાનો રોલ કરી રહ્યાં છે કે જેઓ પોતાના પુત્રને ગુમાવી દે છે. અજય દેવગણ તેમના પુત્રના રોલમાં છે. પરિસ્થિતિઓ કઈ રીતે બંનેને સાથે લાવે છે અને બંને સત્ય માટે સત્યાગ્રહ કરે છે.