For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેમના પિતા કે કે સિંહે બિહારના પટનામાં ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને અન્ય સામે એફઆઈઆર નોંધાવી છે. ત્યારબાદ રિયા ચક્રવર્તી તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે આ કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે. રિયા ચક્રવર્તીની આ અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. તમને જણાવી દઈએ કે સુશાંતના પિતાની એફઆઈઆર બાદ બિહાર પોલિસની ચાર સભ્યોની ટીમ મુંબઈ પહોંચી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી પરંતુ મુંબઈ પોલિસનુ કહેવુ છે કે આ કેસમાં તપાસનો બિહાર પોલિસને કોઈ અધિકાર નથી.

SC

તમને જણાવી દઈએ કે સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. બિહાર સીએમ નીતિશ કુમારે આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી દીધી છે. મીડિયા સાથે વાત કરીને સીએમ નીતિશ કુમારે કહ્યુ કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનુ જે રીતે મોત થયુ તેના કારણે દેશભરમાં ચિંતા છે. તેમણે કહ્યુ કે સુશાંત સાથે અન્યાય થયો છે એ સૌ જાણે છે. નીતિશ કુમારે કહ્યુ કે સુશાંતના પિતાએ પટનામાં એફઆઈઆર નોંધાવી ત્યારબાદ બિહાર પોલિસ તપાસ કરી રહી છે. પરંતુ કેસની તપાસ કરવા ગયેલ બિહારના પોલિસ અધિકારી સાથે જે રીતે મહારાષ્ટ્રમાં વ્યવહાર કરવામાં આવ્યો તે યોગ્ય નથી.

સીએમે કહ્યુ કે આ કેસમાં મે પહેલા જ કહ્યુ હતુ કે જો અભિનેતા સુશાંતના પિતા ઈચ્છે તો કેસની સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવશે. તેમણે ભલામણ કરી જેના આધારે બિહાર સરકારે આ ભલામણ કરી છે. તેમણે જણાવ્યુ કે સુશાંતના પિતા કે કે સિંહે બિહારના ડીજીપી સાથે વાતચીત કરી અને સીબીઆઈ તપાસ કરાવવાની સંમતિ દર્શાવી. જેની માહિતી ડીજીપીએ જ્યારે મને આપી ત્યારે સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી.

રામ મંદિર ભૂમિ પૂજન પહેલા પીએમ મોદી હનુમાનગઢીના કરશે દર્શન, જાણો કેમ લગાવશે પારિજાતનો છોડરામ મંદિર ભૂમિ પૂજન પહેલા પીએમ મોદી હનુમાનગઢીના કરશે દર્શન, જાણો કેમ લગાવશે પારિજાતનો છોડ

English summary
SC to hear petition of Rhea Chakaraborty plea in Sushant Singh Rajput case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X