એશ, કેટરિના અને દિશાએ કઇ રીતે માણ્યો 2017નો છેલ્લો દિવસ?

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ એવી જગ્યા છે, જ્યાં દરેક તહેવાર અને દરેક દિવસ ખૂબ ઉત્સાહથી અને સ્ટાયલમાં ઉજવાય છે. વર્ષ 2017નો છેલ્લો દિવસ પણ બોલિવૂડ સેલિબ્રિટીઝે ખૂબ સુંદર રીતે પસાર કર્યો હતો. વર્ષ 2018 શરૂ થઇ ચૂક્યું છે, બોલિવૂડ સેલિબ્રિટીઝે વર્ષ 2017નો છેલ્લો દિવસ કઇ રીતે વિતાવ્યો? એમણે 2017ના છેલ્લા દિવસે શું કર્યું? મોટા ભાગના સિતારાઓ વેકેશન માટે ઉપડી ગયા છે, તો કેટલાકે પોતાના બેસ્ટ ફ્રેન્ડ્સ સાથે ટાઇમ સ્પેન્ડ કર્યો હતો.

એશ-અભિ

એશ-અભિ

બોલિવૂડના પાવર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને વર્ષ 2017નો છેલ્લો દિવસ તેમના ક્લોઝ ફ્રેન્ડ ગૌરી ખાનના સ્ટોર પર વિતાવ્યો હતો. આ ત્રણેયની ગૌરી ખાનના સ્ટોર પરની તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે.

કેટરિના કૈફ

કેટરિના કૈફ

કેટરિના કૈફે વર્ષ 2017ના છેલ્લા થોડા કલાકો બીચ પર પસાર કર્યા હતા. તેણે વ્હાઇટ બિકિનીમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો હતો અને સાથે લખ્યું હતું, "Beach days... last few hours of 2017". કેટરિનાની 2017માં છેલ્લે રિલીઝ થયેલ ફિલ્મ એક થા ટાઇગર ખૂબ હિટ રહી છે.

શાહરૂખે પણ શેર કર્યો કેટનો ફોટો

શાહરૂખે પણ શેર કર્યો કેટનો ફોટો

શાહરૂખ ખાને પણ કેટરિના કૈફનો એક સુંદર ફોટો શેર કર્યો હતો. શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા સાથે આનંદ એલ. રાયની ફિલ્મની જાહેરાત કરનાર છે. આ તસવીર સાથે જ કેપ્શન લખતાં શાહરૂખે લોકોને ન્યૂ યર પણ વિશ કર્યું છે. શાહરૂખે લખ્યું છે, "Single minded @katrinakaif waiting for Title of film with @aanandlrai sends her lovely pic whishing u all a Happy New Year. Thank u Kats #Kal5BajeSRK."

જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિન ફર્નાન્ડિઝે પણ બીચ પર જ 2017ના ગણતરીના કલાકો પસાર કર્યા હતા. જેકલિન અને તેની બહેને શ્રીલંકાના બીચ પર મજા માણતા નજરે પડ્યા હતા. જેકલિને લાઇમ યલો કલરના સ્વિમ સૂટમાં ખૂબ હોટ લાગી રહી હતી. બીચ પર જેકલિને હેન્ડસ્ટેન્ડ પણ કર્યું હતું.

જેકલિન

જેકલિન

જેકલિનનો હોલિડેનો વધુ એક ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સ્વિમિંગ પુલમાં પાણી સાથે રમત કરતો જેકલિનનો આ ફોટો ખૂબ સુંદર છે. જેકલિન ફર્નાન્ડિઝ બોલિવૂડની સૌથી હોટ અને સુંદર એક્ટ્રેસિસમાંની એક છે. તેની તસવીરો સોશ્યલ મીડિયા પર આવતા-વેંત તુરંત વાયરલ થાય છે.

Who’s this hottie?

Who’s this hottie?

ટાઇગરની ગર્લફ્રેન્ડ દિશા પટાણીએ પણ શ્રીલંકામાં જ વર્ષનો છેલ્લો દિવસ વિતાવ્યો હતો. તે હાલ ટાઇગર સાથે અહીં વેકેશનની મજા માણી રહી છે. વ્હાઇટ બિકિનીમાં દરિયા કિનારે બેઠેલી દિશાનો આ ફોટો પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

English summary
2018 has just started and our Bollywood celebs made sure to bid adieu to 2017 on a happier note. Aishwarya Rai Bachchan & Abhishek Bachchan spent their last day of 2017 with their close friend, Gauri Khan at her store, while B-town hotties including Katrina Kaif, Disha Patani and Jacqueline Fernandez hit the beach.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.