• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics/Video : મોદી માટે ન્યુડ થનાર મેઘનાએ હવે મુસ્લિમ મત માંગ્યાં!

|

મુંબઈ, 4 માર્ચ : વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ઉત્સવ આવી રહ્યો છે. દરેક ભારતીયે વોટ કરવો જ જોઇએ. તે દરેક ભારતીયની ફરજ છે. આ પ્રકારના અનેક મતદાર જાગૃતિ અભિયાનો શરૂ થઈ ગયા છે. લોકસભા ચૂંટણી 2014ની જાહેરાત હવે થવાની જ છે, ત્યારે લોકો અને ખાસ કરીને યુવાનોને વોટિંગ માટે જાગૃત કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે. રાજકારણીઓ આ માટે રેલીઓ, હસ્તાક્ષર અભિયાનો અને વિનંતીઓ કરી રહ્યાં છે.

આ અભિયાનમાં ઘણી બૉલીવુડ હસ્તીઓ પણ મતદાર જાગૃતિ ઝુંબેશનો ભાગ બની રહી છે કે જેથી લોકો મતદાન મથક સુધી જાય. તાજેતરમાં જ મૉડેલ અને અભિનેત્રી મેઘના પટેલે ભારતને સમ્પ્રભુ દેશ તરીકે દર્શાવવાની કોશિશ કરી છે કે જ્યાં હિન્દૂ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ હળીમળીને તથા સમ્પથી રહે છે. મેઘનાએ પોતાના આ પ્રયત્નમાં મુસ્લિમ મતદારોને નરેન્દ્ર મોદીના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી છે કે જેઓ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર છે.

થોડાક સમય પહેલા નરેન્દ્ર મોદી માટે અને તેમના ટેકામાં ન્યુડ ફોટોશૂટ કરાવનાર મેઘના પટેલે હવે પોતાની આ નવી કોશિશ અંતર્ગત એક વીડિયો તૈયાર કર્યું છે કે જેમાં તેઓ નમો નમો... ગીત ગાઈ રહ્યાં છે અને પોતે તેમાં પરફૉર્મ પણ કરી રહ્યાં છે. મેઘનાએ થોડાક દિવસ અગાઉ નરેન્દ્ર મોદી માટે ન્યુડ ફોટોશૂટ કરાવી સનસનાટી મચાવી દીધી હતી કે જે અંગે ભાજપ તરફથી પણ વાંધો ઉપાડવામાં આવ્યો હતો. આમ છતાં મેઘનાએ મોદીના ટેકામાં પોતાની ઝુંબેશ ચાલુ જ રાખી છે.

ચાલો બતાવીએ મેઘના પટેલના વીડિયોની તસવીરી ઝલક અને સાથે વીડિયો પણ માણો :

વીડિયો બનાવ્યો

વીડિયો બનાવ્યો

થોડાક દિવસ અગાઉ નરેન્દ્ર મોદીના ટેકામાં ન્યુડ ફોટોશૂટ કરાવનાર મેઘના પટેલે હવે એક વીડિયો તૈયાર કર્યો છે કે જેમાં તેઓ નરેન્દ્ર મોદીને વોટ આપવા માટેની અપીલ કરી રહ્યાં છે.

કોણ છે સૂત્રધારો?

કોણ છે સૂત્રધારો?

આ વીડિયોના સૂત્રધારો કોણ છે? સતીશ રેડ્ડીએ તેનું નિર્માણ કર્યું છે અને રીદેશ કામ્બલેએ દિગ્દર્શન કર્યું છે. સપન કુમારે ગીત ગાયું છે, જ્યારે ભૂપી કોરિયગ્રાફર અને નીતેશ તિવારી સંગીતકાર છે.

સુંદર-શાલીન વેશમાં મેઘના

સુંદર-શાલીન વેશમાં મેઘના

ન્યુડ ફોટોશૂટ કરાવી વિવાદમાં સપડાયેલા મેઘના પટેલ આ વીડિયોમાં સુંદર અને શાલીન દેખાય છે કે જેમાં તેમણે નરેન્દ્ર મોદીની તસવીર સાથેનોડ્રેસ પહેરેલો છે. તેમણે આ ડ્રેસને પોતાના શબ્દો વ્યક્ત કરવાનું માધ્યમ બનાવ્યો છે.

મોદી માટે મુસ્લિમોને અપીલ

મોદી માટે મુસ્લિમોને અપીલ

મેઘના પટેલે જણાવ્યું - આપણો મત ખૂબ જ કિંમતી છે અને દરેકે તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો જોઇએ. હું ઇચ્છુ છું કે દેશનો પ્રત્યેક મુસ્લિમ મતદાર એક સાચા અને પરફેક્ટ ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને જ મત આપે.

ગુજરાત રમખાણમુક્ત

ગુજરાત રમખાણમુક્ત

તેમણે જણાવ્યું - ગુજરાતમાં રમખાણોનો ઇતિહાસ રહ્યો છે, પરંતુ હવે તે રમખાણમુક્ત બની ચુક્યુ છે. નરેન્દ્ર મોદી અને ગુજરાત રાષ્ટ્ર માટે વિકાસના સિમ્બૉલ બની ગયાં છે.

ગુજરાતના મુસ્લિમો મોદી સાથે

ગુજરાતના મુસ્લિમો મોદી સાથે

મેઘના કહે છે - 2002ના રમખાણોના ઘા હજીય તાજા જ છે, પણ તે કોઈ પહેલી નથી અને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ગુજરાતમાં 31 ટકાથી વધુ મુસ્લિમોએ ભાજપને મત આપ્યા હતાં.

મોદીએ શાંતિ-ન્યાય આપ્યાં

મોદીએ શાંતિ-ન્યાય આપ્યાં

મેઘનાએ જણાવ્યું - નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને શાંતિ અને ન્યાયનો વરદાન આપ્યો છે કે જે પૈસાથી નથી ખરીદી શકાતાં.

એકતામાં જ મુસ્લિમોની ભલાઈ

એકતામાં જ મુસ્લિમોની ભલાઈ

તાજેતરમાં નરેન્દ્ર મોદીએ લખનઉ રેલી દરમિયાન કહ્યુ હતું કે તેઓ લોકોની એકતા ઝંખે છે અને જો તે થઈ જાએ, તો મુસ્લિમો માટે ભારત વધુ ગૌરવશાળી અને સલામત થઈ જશે. થોડાક દિવસ અગાઉ ભાજપ પ્રમુખ રાજનાથ સિંહે પણ કહ્યુ હતું કે પાર્ટીથી કોઈ ભૂલ થઈ હોય, તો તે માફી માગવા તૈયાર છે. તેમણે મુસ્લિમોને ભાજપને એક તક આપવાનું આહ્વાન કર્યુ હતું.

મોદીને મત માટે નમ્ર અપીલ

મોદીને મત માટે નમ્ર અપીલ

મેઘનાએ જણાવ્યું - મોદીએ ગુજરાતમાં સારૂ કામ કર્યુ છે. વિકાસ, શિક્ષણ, ગરીબી જેવા ક્ષેત્રોમાં મહત્વના ફેરફાર કર્યાં છે. મને વિશ્વાસ છે કે મોદી દેશના બેસ્ટ વડાપ્રધાન બનશે. મેઘનાએ જણાવ્યું - હું સાચે જ ખુશી અને ગર્વ અનુભવુ છું કે મારા ફૅન્સ અને નમોના ટેકેદારોએ પણ મારી મોદી પ્રત્યેની ઝુંબેશમાં મારો સાથ આપ્યો છે. નરેન્દ્ર મોદીને મત આપવા માટે મારી નમ્ર અપીલ છે.

માણો મેઘના પટેલનો આ વીડિયો

માણો મેઘના પટેલનો આ વીડિયો.

English summary
World's Largest Democracy is having Lok Sabha elections. Every Indian must vote. It is a duty of every Indian to VOTE. Several campaigns are taking place in the city on the occasion of upcoming Lok Sabha elections to create awareness among people and youth to cast vote in the elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more