• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બોલીવૂડની તમામ નાની મોટી ગોસિપ, સમાચારો જાણો એક ક્લિક પર...

|

બોલીવૂડમાં છાશવેરે થતી રહેતી હોય છે અનેક ચટાકેદાર અને મસાલેદાર ધટનાઓ. પણ આ બધી ખબરો વાંચવાનો સમય આજની ભાગદોડવાળી લાઇફમાં ભાગ્યે જ કોઇની પાસે હોય છે. ત્યારે જો તમે પણ ફિલ્મી ખબરોના શોખીન હોવ તો આ આર્ટીકલ તમારા માટે જ છે.

બોલીવૂડની ગરમા ગરમ મસાલેદાર ખબરોથી લઇને અફેર અને બ્રેકઅપની તમામ નાની મોટી વાતો જાણો બસ એક ક્લિક પર. અમારા આ આર્ટીકલમાં જાણો બોલીવૂડની ગોસિપ અને ન્યૂઝ. ફોટા સાથે સંક્ષિપ્તમાં બોલીવૂડના તમામ નાની મોટી ખબરો મેળવો એક જ આર્ટીકલમાં એક જ જગ્યા છે. તો વાંચો બોલીવૂડની ગપશપ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હુર્રે...રાની મુખર્જી પ્રેગનેન્ટ છે

હુર્રે...રાની મુખર્જી પ્રેગનેન્ટ છે

રાની મુખર્જીના તમામ શુભેચ્છો માટે છે આ છે ખુશીના ખબર રાની મુખર્જી માં બનવાની છે. એટલું જ નહીં રાનીએ અને તેના બમ્પી પેટ એક ઇવેન્ટમાં હાલમાં જ જોવા મળી. એટલું જ નહીં આદિત્ય ચોપરા પણ હાલ એક સારા પતિની જેમ રાનીને ખડે પગે સેવા કરી રહ્યા છે. તો ભાઇ અમે તો રાનીને એટલું જ કહીશું કે અભિનંદન રાની!

શાહરૂખે તેના બન્ને દિકરાઓની મસ્તીની પળોને કેમેરામાં કેદ કરી!

શાહરૂખે તેના બન્ને દિકરાઓની મસ્તીની પળોને કેમેરામાં કેદ કરી!

શાહરૂખ ખાને તેના બન્ને પુત્રો અર્યન અને અબરામની એક તસવીર તેના ટ્વિટર એકાઉન્ટ પર મૂકી છે. જેમાં આર્યન નાના ભાઇ અબરામને ઊંધો લટકાવી રહ્યો છે. વળી તેની નીચે શાહરૂખે લખ્યું છે કે ધણીવાર તમારે તે વાત જીવન પર છોડી દેવી જોઇએ કે તે તમને ઉપરથી નીચે કરે છે. વધુમાં શાહરૂખે તેમ પણ લખ્યું કે અબરામ માટે તેનો મોટો ભાઇના સાથ હંમેશા રહેશે.

આથિયા શેટ્ટીને મળી તેની બીજી ફિલ્મ, તે પણ કરણ જોહર સાથે!

આથિયા શેટ્ટીને મળી તેની બીજી ફિલ્મ, તે પણ કરણ જોહર સાથે!

હિરો ફિલ્મને રિલિઝ થયાને હજી ત્રણ દિવસ પણ નથી થયા ત્યાં જ આથિયા શેટ્ટીને તેની બીજી ફિલ્મ માટે પણ ઓફર મળી ગઇ છે. અને તે પણ કોઇ જેવા તેવા ડાયરેક્ટર નહીં ખુદ કરણ જોહર જોડે. પહેલા સલમાન ખાનની બેનર અને હવે કરણ જોહર જોડે બીજી ફિલ્મ આને કહેવાય પાંચે આંગળી ધીમાં!

કાજોલ અને અજયે તેમના પુત્ર યુગનો બર્થ ડે ઉજવ્યો

કાજોલ અને અજયે તેમના પુત્ર યુગનો બર્થ ડે ઉજવ્યો

કાજોલ અને અજય દેવગણનો પુત્ર યુગ હવે 5 વર્ષનો થઇ ગયો છે. ત્યારે આ સ્ટાર કપલે તેમના લાડકા દિકરાના બર્થ ડે પર એક શાનદાર પાર્ટી આપી હતી

જઝ્બાના શૂટિંગના છેલ્લા દિવસે ઐશ્વર્યા રડી પડી!

જઝ્બાના શૂટિંગના છેલ્લા દિવસે ઐશ્વર્યા રડી પડી!

પાંચ વર્ષ પછી રૂપેરી પડદે હિરોઇન તરીકે પાછી ફરેલી ઐશ્વર્યા રાય બચ્ચન તેની ફિલ્મ જઝ્બાના શૂંટિંગના છેલ્લા દિવસે ખૂબ જ ભાવુક થઇ ગઇ હતી અને તેની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. આ વાતનો ખુલાસો આ ફિલ્મના ડાયરેક્ટર સંજય ગુપ્તા કર્યો. વધુમાં તેમણે જણાવ્યું કે સંજય દત્ત પણ છેલ્લા દિવસે પોતાની શુભેચ્છા આપવા માટે આવ્યો હતો.

સલમાન ખાન તેની નેક્ટ ફિલ્મ ગજનીના ડાયરેક્ટર સાથે કરશે!

સલમાન ખાન તેની નેક્ટ ફિલ્મ ગજનીના ડાયરેક્ટર સાથે કરશે!

સલમાન ખાનની નેક્ટ ફિલ્મના ડાયરેક્ટર છે ગજની ફેમ જાણીતા સાઉથના ડાયરેક્ટર એ.આર મુરુગદોસ. ત્યારે તેવું પહેલી વાર બની રહ્યું છે કે સલમાન અને મુરુગદોસ સાથે કોઇ ફિલ્મ કરી રહ્યા હોય. જો કે તે વાત તો પાક્કી છે કે આ ફિલ્મ સુપર ડૂપર હિટ જવાની છે.

સલમાન ખાને લીધા આમીર અને શાહરૂખ જોડે પંગો

સલમાન ખાને લીધા આમીર અને શાહરૂખ જોડે પંગો

લાગે છે કે સલમાન ખાને નક્કી કરી લીધું છે કે તે આ વર્ષે તે વાત જાણીને રહેશે કે કયો ખાન કેટલા પાણીમાં છે? માટે જ તો તેની આવનારી ફિલ્મ સુલતાન શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ રઇસ સાથે ક્લેસ થાય છે આ બન્ને ફિલ્મ એક જ દિવસ રિલિઝ થવાની છે ત્યારે જ સાંભળવામાં આવી રહ્યું છે આમીરની ફિલ્મ સાથે પણ સલમાન ખાનની એક ફિલ્મ રિલિઝ થવાની છે. એટલું જ નહીં આ બન્ને ફિલ્મામાં સલમાન અને આમીર એક બોક્સરનું પાત્ર પણ ભજવી રહ્યા છે. ત્યારે તે જોતા લાગે છે કે આ વખતે તો પિક્ચર ક્લીયર થઇને રહેશે કે કોણ કેટલા પાણીમાં છે!

જેકલિન, લિસા અને નરગીસની હાઉસફૂલ 3માં હિન્દીના કારણે થઇ બોલતી બંધ!

જેકલિન, લિસા અને નરગીસની હાઉસફૂલ 3માં હિન્દીના કારણે થઇ બોલતી બંધ!

હાઉસફૂલ 3માં જેકલીન, લિઝા અને નરગીસ ત્રણેય સુંદરીઓ એક સાથે રૂપેરી પડદે જોવા મળશે. પણ આ ત્રણેય હિરોઇનો હાલ ખૂબ જ મુશ્કેલીમાં છે આ ફિલ્મના શૂટિંગ વખતે આ ત્રણેય હિરોઇનોને મૂંગા રહેવું પડે છે. આ વાતનો ખુલાસો આ ફિલ્મના એક ક્રૂ મેમ્બર કર્યો. જેના મુજબ આ ત્રણેય હિરોઇને હિન્દી નથી આવડતી માટે તે એકબીજાથી વાતો નથી કરી શકતી તેવું સોર્સનું કહેવું હતું.

હાય હાય કંગના કહ્યું કે દિપીકા મારી લાઇફમાં દખલગીરી કરે છે.

હાય હાય કંગના કહ્યું કે દિપીકા મારી લાઇફમાં દખલગીરી કરે છે.

કંગના રાણાવત અને દિપીકા પાદુકોણ વચ્ચે 36નો આંકડો છે તે તો બધા જ જાણે છે. પણ હાલમાં કંગનાએ દિપીકા પાદુકોણ પર ગંભીર આરોપ લગાવ્યો છે તેણે કહ્યું છે કે દિપીકાને પારકાના જીવનમાં દખલગિરી કરવી ખૂબ જ ગમે છે. એટલું જ નહીં કંગનાએ તો ત્યાં સુધી કહી દીધું કે દિપીકા મારામાં દખલ કરવાના બદલે પોતાનું જોવેને તો તેના માટે સારું છે!

કૃષ્ણ શ્રોફ તેની ટોપલેસ તસવીરો પર આપી સ્પષ્ટતા

કૃષ્ણ શ્રોફ તેની ટોપલેસ તસવીરો પર આપી સ્પષ્ટતા

જેકી શ્રોફની દિકરી અને ટાયગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે હાલમાં થોડા દિવસ પહેલા તેના ઇસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ટોપલેસ ફોટો મૂકીને મોટો હોબાયો સર્જ્યો હતો. જે બાદ તેણે આ અંગે સ્પષ્ટતા આપી હતી કે આ ફોટો તેણે તેની એક ફોટોગ્રાફર બહેનપણી સાથે એકલા રૂમમાં પાડ્યા હતા. અને તે બાદ તેનો આ ફોટો સોશ્યલ મીડિયા એટલા માટે મૂક્યા હતા કે તેનાથી તેની ફોટોગ્રાફર ફેન્ડને ઓળખ મળે.

દિપીકા આપી રણબીર કપૂરને એક સ્પેશ્યલ ગીફ્ટ

દિપીકા આપી રણબીર કપૂરને એક સ્પેશ્યલ ગીફ્ટ

ભાઇ દિપીકા અને રણબીર ક્યારનાય ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તરીકે છૂટા પડી ગયા પણ આજે પણ તેમની વચ્ચે ગીફ્ટની આપ લે ચાલુ છે. હાલમાં દિપીકાએ તેમની ફિલ્મ તમાશાને એક કેન્ડિડ તસ્વીર ફ્રેમ કરીને રણબીરને આપી. આ તસવીર રણબીરને પણ ફેવરેટ હતી અને તે પણ આ સ્પ્રાઇઝ ગીફ્ટ જોઇને ખૂબ જ ખુશ થઇ ગયો હતો. જો કે હવે સવાલ તે છે કે શું રણબીર આ તસવીર તેના ઘરમાં લગાવશે? અને જો લગાવશે તો કેટરીનાનું શું રિકેએક્શન હશે હું!

English summary
September 14: Bollywood News Update. check latest update of bollywood news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more