• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફરીથી વિવાદોમાં ‘દબંગ ગર્લ' સોનાક્ષી, હવે સેક્સોલૉજિસ્ટે મોકલી લીગલ નોટિસ

|

એક વાર ફરીથી 'દબંગ ગર્લ' સોનાક્ષી સિન્હા વિવાદોમાં છે, કારણ છે આ વખતે તેની આવનારી ફિલ્મ 'ખાનદાની શફાખાના' છે, વાસ્તવમાં દિલ્લીના સેક્સોલોજિસ્ટ ડૉ. વિજય એબૉટે હાઈકોર્ટમાં સ્ટે ઑર્ડર સૂટ ફાઈલ કર્યો છે જેમાં તેમણે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે. ડૉ. વિજયે ટી સીરિઝ અને ફિલ્મના ડાયરેક્ટર અને એક્ટરને લીગલ નોટિસ મોકલી છે. સ્પૉટબોયના એક્સક્લુઝિવ સમાચાર મુજબ 18 જુલાઈના રોજ લખાયેલા આ લેટરમાં કરહેવામાં આવ્યુ છે કે ડૉ. વિજયના પિતા ડૉ. હકીમ હરિ કિશન લાલના જાણીતા અને ખ્યાતિપ્રાપ્ત પારંપરિક ખાનદાની શફાખાનાનો ગેરકાયદેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ નિધન બાદ પોતાના પરિવાર માટે કેટલી સંપત્તિ છોડી ગયા છે શીલા દીક્ષિત

ફરીથી વિવાદોમાં સોનાક્ષી સિન્હા

ફરીથી વિવાદોમાં સોનાક્ષી સિન્હા

એ પણ કહેવામાં આવ્યુ છે કે ડૉ. હકીમના ફોટોનો પણ ગેરકાયદેસર રીતે ફિલ્મના ટ્રેલરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે એટલા માટે આ ફિલ્મ પર તાત્કાલિક પ્રભાવથી રોક લગાવી દેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નિર્દેશન શિલ્પી દાસગુપ્તાએ કર્યુ છે. વળી, ફિલ્મના પ્રોડ્યુસર્સ ટી સીરિઝ છે. આ ફિલ્મ 2 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.

આ પહેલા પણ સોનાક્ષી હતી વિવાદોમાં

આ પહેલા પણ સોનાક્ષી હતી વિવાદોમાં

આ પહેલા તો બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પર 24 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. તેમની સામે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ સ્થિત કટઘર પોલિસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 420 (છેતરપિંડી) અને 406 હેઠળ મામલો પણ નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે સોનાક્ષી સિન્હાએ મીડિયા અને ફેન્સને અનુરોધ કર્યો છે કે તે આ ફ્રૉડ કંપની અને આને સંબંધિત વ્યક્તિની વાત પર વિશ્વાસ નહિ કરે. સોનાક્ષી સિન્હાએ ટ્વીટ કરીને પોતાની વાત બધાની સામે રાખી હતી.

સોનાક્ષી સહિત પાંચ લોકો સામે કેસ નોંધાયો

સોનાક્ષી સહિત પાંચ લોકો સામે કેસ નોંધાયો

આ કેસમાં સોનાક્ષી સિન્હા સહિત પાંચ લોકો સામે કેસ થયો હતો. માહિતી મુજબ મુરાદાબાદના કટઘર પોલિસ સ્ટેશનના શિવપુરી નિવાસી પ્રમોદ શર્માએ 24 નવેમ્બર, 2018ના રોજ મુરાદાબાદના એસએસપીથી અભિનેત્રી સોનાક્ષી સિન્હા સામે ફરિયાદ કરી હતી. તેમણે દિલ્લીમાં 30 સપ્ટેમ્બરના રોજ ઈન્ડિયા ફેશન એન્ડ બ્યુટી એવૉર્ડ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. આમાં એવૉર્ડ વહેંચવા અને સ્ટેજ પર્ફોર્મન્સ માટે સોનાક્ષીને પહોંચવાનું હતુ પરંતુ સોનાક્ષી પૈસા લઈને પણ ન પહોંચી અને પૈસા પણ પાછા ન આપ્યા.

ટેલેન્ટ ફૂલ ઑન કંપની

ટેલેન્ટ ફૂલ ઑન કંપની

પ્રમોદ શર્મા તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ ઈવેન્ટ માટે ટેલેન્ટ ફૂલ ઑન કંપની સાથે કરાર કર્યો હતો. તેમણે કહ્યુ કે સોનાક્ષીના પર્સનલ સચિવ મલ્લિકા પંજાબી સાથે વાતચીત કર્યા બાદ તેમના ખાતામાં ઑનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ એન ટાઈમે સોનાક્ષીએ આ કાર્યક્રમમાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો અને પૈસા પણ પાછા ન આપ્યા. ત્યારબાદ તેમણે પોલિસમાં આ કેસ ફાઈલ કરાવ્યો. આ એફઆઈઆરને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી ત્યારબાદ કોર્ટે સોનાક્ષીની ધરપકડ પર હાલમાં રોક લગાવી દીધી છે.

English summary
Sexologist Vijay Abbot Files Stay Order Suit In High Court On Sonakshi Sinha Film Khandaani Shafakhana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more