• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાહરુખને નકલી મુસ્લિમ કહેવા પર ટ્રોલર્સ પર ભડકી શબાના, કહ્યું- ઈસ્લામ આટલો કમજોર નથી

By Staff
|

નવી દિલ્હીઃ 27 ઓક્ટોબરે આખા દેશમાં દિવાળીનો પર્વ હર્ષ ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો, આ અવસર પર કેટલાય ફિલ્મી સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપી, શાહરુખ ખાન પણ શુભેચ્છા પાઠવનારાઓમાંની યાદીમાં સામેલ હતા, તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી એક ફોટો શેર કર્યો, જેમાં તેઓ પત્ની ગૌરી અને નાના દીકરા અબરામ સાથે ચાંદલો લગાવેલ દેખાઈ રહ્યા હતા, પરંતુ આ વિશ બાદ શાહરુખ તથાકથિત કટ્ટરપંથી ઈસ્લામિક લોકોના નિશાના પર આવી ગયો.

શાહરુખને નકલી મુસ્લિમ કહેવા પર શબાના ભડકી

આ લોકોએ શાહરુખને નકલી મુસલમાન ગણાવી ટ્રોલ કરવો શરૂ કરી દીધું, જેના પર હિન્દી સિનેમાની મશહૂર અદાકાર શબાના આઝમીએ ટ્રોલર્સને ઝડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે ટ્રોલ કરનારાઓની ભારે ક્લાસ લગાવી, તેમણે પણ આ વિશે એક ટ્વીટ કર્યું.

ઈસ્લામ આટલો કમજોર નથી

જેમાં તેમણે લખ્યું કે શાહરુખ ખાનની દિવાળીની શુભેચ્છા પર કેટલાક કટ્ટરપંથી એમના પર ગુસ્સો કાઢી રહ્યા છે, આ બધું બહુ હેરાન કરનારું છે, તિલક લગાવવા પર તેમને નકલી મુસલમાન કહેવામાં આવી રહ્યા છે. ઈસ્લામ આટલો કમજોર નથી કે તેને આ ખૂબસૂરત ભારતીય પરંપરાથી ખતરો પેદા થઈ જાય, ભારતની સુંદરતા તેની ગંગા જમુનાની જેમ છે.

લોકોએ આવી પ્રતિક્રિયા આપી

જણાવી દઈએ કે શબાના આઝમીનો આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જો કે શબાના આઝમીના આ જવાબ પર શાહરુખનું રિએક્શન આ્યું નથી, કેટલાક લોકોએ શબાના આઝમીના વખાણ કર્યાં છે તો કેટલાક લોકો તેની આલોચના પણ કરી રહ્યા છે, તો કેટલાક યૂઝર્સે શબાના આઝમીને સલાહ પણ આપી દીધી તો કેટલાકે લખ્યું કે ઈસ્લામ પણ બહુ જલદી ખતરામાં આવી જાય છે.

મીયા ખલીફાના સેક્સી વીડિયોએ ઇન્ટરનેટ પર લગાવી આગ

English summary
shabana azmi scold trollers who said shahrukh is not real muslim
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X