અમદાવાદમાં SRK! પ્રેમમાં ભંગ પાડવામાં ઉસ્તાદ છે શાહરૂખ ખાન!

Posted By:
Subscribe to Oneindia News

બુધવારે શાહરૂખ ખાને અમદાવાદની સેજલો સાથે મુલાકાત કરી હતી. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'ના પ્રમોશન માટે શાહરૂખ ખાન અમદાવાદ પહોંચ્યા હતા. આ ફિલ્મના પ્રથમ સોંગ લોન્ચ માટે શાહરૂખે નવી પ્રમોશન સ્ટ્રેટેજી અપનાવી હતી. શાહરૂખ ખાન અને ફિલ્મમેકર્સ દ્વારા એક કોન્ટેસ્ટ બહાર પાડવામાં આવ્યો હતો, જે હેઠળ શાહરૂખ ખાન જે શહેરમાં સૌથી વધુ સેજલ હોય, એ શહેરમાં તેમને મળવા જવા જશે, એવું નક્કી કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં શાહરૂખ

અમદાવાદમાં શાહરૂખ

શાહરૂખ ખાનના આ કોન્ટેસ્ટમાં અમદાવાદ શહેર વિજેતા સાબિત થયું હતું. અમદાવાદની 7000 સેજલે શાહરૂખને તેડું મોકલ્યું હતું. અહીં શાહરૂખે તમામ સેજલ સાથે મુલાકાત કરી હતી અને ફિલ્મનું પ્રથમ સોંગ 'રાધા' લોન્ચ કર્યું હતું. સાથે જ તેણે ત્યાં હાજર તમામ સેજલને ગુજરાતીમાં I love you કહ્યું હતું. શાહરૂખના મોઢેથી 'હું તમે પ્રેમ કરું છું', સાંભળીને ત્યાં હાજર સેજલ યુવતીઓના મોઢાં કેવા ખીલી ઉઠ્યા હશે, એની માત્ર કલ્પના જ કરી શકાય.

શાહરૂખની ફિલ્મોનું ગુજરાતી કનેક્શન

શાહરૂખની ફિલ્મોનું ગુજરાતી કનેક્શન

શાહરૂખ ખાનની છેલ્લી બંન્ને ફિલ્મોમાં ગુજરાતી કનેક્શન જોવા મળ્યું છે. શાહરૂખ ખાનની આ ફિલ્મમાં તે પંજાબી યુવક અને અનુષ્કા શર્મા ગુજરાતી યુવતીના પાત્રમાં છે. શાહરૂખની છેલ્લી ફિલ્મ 'રઇસ'માં તે પોતે ગુજરાતી પાત્ર ભજવતો જોવા મળ્યા હતા. 'જબ હેરી મેટ સેજલ'ની વાર્તામાં પણ સેજલ એટલે કે અનુષ્કા શર્મા કોઇ બીજાનો પ્રેમ હોય છે, જેને છેલ્લે શાહરૂખ લઇ જાય છે.

બોલિવૂડના રોમાન્સ કિંગ શાહરૂખની આ રીત ઘણી જૂની છે. શાહરૂખ ખાનની લગભગ તમામ ફિલ્મોમાં તે કોઇની પ્રેમિકા, ફિયોન્સ કે પત્નીના પ્રેમીની ભૂમિકામાં જોવા મળ્યાં છે અને આ ફિલ્મો હિટ પણ થઇ છે. વધુ આશ્ચર્યની વાત એ છે કે, આમાંની જ કેટલીક ફિલ્મો દ્વારા શાહરૂખ બોલિવૂડના રોમાન્સ કિંગ તરીકે પ્રસ્થાપિત થયા છે. વિશ્વાસ ન થતો હોય તો, નીચેના લિસ્ટ પર એક નજર કરી લો.

ડર, અંજામ, કોયલા

ડર, અંજામ, કોયલા

શાહરૂખે બોલિવૂડમાં સફળતાની સીડી ચડવાની શરૂઆત કરી ત્યારથી તેમની ફિલ્મોમાં આ કોમન ફોર્મ્યૂલા જોવા મળ્યો છે. ફિલ્મ 'ડર'માં તેમણે જૂહી ચાવલાના પાગલ પ્રેમીની ભૂમિકા ભજવી હતી, જેમાં જૂહી પહેલેથી જ સની દેઓલની પ્રેમિકા હોય છે. 'અંજામ'માં માધુરીને પ્લેનમાં જોઇ શાહરૂખ તેના પ્રેમમાં પડે છે, જ્યારે કે માધુરી પહેલેથી જ દીપક તિજોરીની પત્ની હોય છે. ફિલ્મ 'કોયલા'માં શાહરૂખ અમરીશ પુરીની પત્ની માધુરીને લઇને ભાગી જાય છે.

પરદેસ, DDLJ, યસ બોસ

પરદેસ, DDLJ, યસ બોસ

શાહરૂખ ખાનની બોલિવૂડની સૌથી સફળ ફિલ્મોમાં આ ત્રણ ફિલ્મોનું નામ ચોક્કસ આવે છે. ત્રણેય ફિલ્મમાં તેમની હિરોઇન પહેલા કોઇ બીજાની પ્રેમિકા કે ગર્લફ્રેન્ડ હોય છે, જેને શાહરૂખ સાથે પ્રેમ થઇ જાય છે. 'પરદેસ'માં મહિમા ચૌધરી શાહરૂખના ફ્રેન્ડની ફિયોન્સ હોય છે, DDLJમાં પણ શાહરૂખની પ્રેમિકા કાજોલ પરમીત શેઠીની ફિયોન્સ છે અને 'યસ બોસ'માં જૂહી ચાવલા શાહરૂખના બોસની પ્રેમિકા હોય છે.

દિલ તો પાગલ હે, કુછ કુછ હોતા હે, ચલતે ચલતે

દિલ તો પાગલ હે, કુછ કુછ હોતા હે, ચલતે ચલતે

શાહરૂખ ખાનની આ ત્રણેય ફિલ્મો ખૂબ હિટ રહી છે અને આ ફિલ્મોની સાથે-સાથે જ શાહરૂખને બોલિવૂડમાં રોમાન્સના કિંગ તરીકેનું ટેગ મળ્યું હતું. 'દિલ તો પાગલ હે'માં માધુરી અક્ષય કુમારની ફિયોન્સ હોય છે, 'કુછ કુછ હોતા હે'માં શાહરૂખને જ્યારે કાજોલ સાથે પ્રેમ થાય છે, ત્યારે કાજોલ અને સલમાનની સગાઇ થઇ ચૂકી હોય છે. 'ચલતે-ચલતે'માં શાહરૂખ રાની મુખર્જીને મળે છે, એ પહેલાં તેની સગાઇ થઇ ચૂકી હોય છે.

વીર-ઝારા, કભી અલવિદા ના કહેના, ઓમ શાંતિ ઓમ

વીર-ઝારા, કભી અલવિદા ના કહેના, ઓમ શાંતિ ઓમ

'વીર-ઝારા'માં પાક.ની પ્રિટી ઝિંટા ભારતના આર્મી ઓફિસર શાહરૂખના પ્રેમમાં પડે છે, પરંતુ તેની પાક.માં પહેલેથી સાગાઇ થઇ ચૂકી હોય છે. 'કભી અલવિદા ના કહેના' તો લગ્નેતર સંબંધો પર આધારિત જ ફિલ્મ છે, જેમાં શાહરૂખ-પ્રીટિ અને અભિષેક-રાની પતિ-પત્નીના રોલમાં છે અને અહીં શાહરૂખને રાની સાથે પ્રેમ થઇ જાય છે. જો કે, આ ફિલ્મ ખાસ ચાલી નહોતી. 'ઓમ શાંતિ ઓમ'માં પૂર્વજન્મના શાહરૂખ દીપિકાના પ્રેમમાં પડે છે, જ્યારે કે દીપિકા પહેલેથી અર્જુન રામપાલની પત્ની હોય છે.

English summary
Shah Rukh Khan flew to Ahmedabad to meet Sejals and promote his upcoming movie 'Jab Harry Met Sejal'.
Please Wait while comments are loading...