શાહરૂખે બીજી વાર મેળવી ડોક્ટરેટની ઉપાધિ

Written By:
Subscribe to Oneindia News

શાહરૂખ ખાનને હૈદ્રાબાદની મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યૂનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની ઉપાધિ આપવામાં આવી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં હતા. આ ઉપાધિ મેળવ્યા બાદ ત્યાં હાજર લોકોને સંબોધિત કરતાં શાહરૂખે કહ્યું હતું કે, 'આજે મારા માતા-પિતા અહીં હોત તો ખૂબ ખુશ થયા હોત.'

shah rukh khan

શાહરૂખે જણાવ્યું હતું કે, તેમના પિતા ખૂબ એજ્યૂકેટેડ હતા અને મૌલાના આઝાદને ખૂબ માનતા હતા. સાથે જ તેણે એમ પણ જણાવ્યું હતું કે, મારા માતા તો વધુ ખુશ થયા હોત કારણ કે મને આ ઉપાધી તેમના જન્મસ્થળ હૈદ્રાબાદમાં આપવામાં આવી છે.

શાહરૂખ સાથે ઉમેર્યું હતું કે, હું આ ઉપાધિને બહુ મોટી જવાબદારી સમજુ છું. મને નથી ખબર કે હું સન્માનને લાયક છું કે નહીં, પણ આ નિશ્ચિતપણે ખૂબ મોટી જવાબદારી છે. આ પ્રસંગે શાહરૂખ પણ ગ્રેજ્યૂએશન કેપ અને ગાઉનમાં જોવા મળ્યાં હતા. યૂનિવર્સિટિના ચાન્સેલર જફર સરેશવાલાએ શાહરૂખને ડોક્ટરેટનું સર્ટિફિકેટ આપ્યું હતું.

English summary
Shah Rukh Khan conferred with honorary doctorate.
Please Wait while comments are loading...