For Quick Alerts
For Daily Alerts
શેક્સપીયરની રચના હૅમલેટને સાકાર કરશે હૈદર
મુંબઈ, 12 નવેમ્બર : વિશાલ ભારદ્વાજ હવે જાણીતા અંગ્રેજી સાહિત્યકાર વિલિયમ શેક્સપીયરની રચના હૅલમેટને રૂપેરી પડદે સાકાર કરવા જઈ રહ્યાં છે. વિશાલ હૅમલેટ પર આધારિત ફિલ્મ હૈદર બનાવી રહ્યાં છે અને તેનું શૂટિંગ જમ્મૂ-કાશ્મીરમાં શરૂ થઈ ગયું છે.
હૈદર ફિલ્મમાં બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર તથા આશિકી 2 ફૅમ શ્રદ્ધા કપૂર ઉપરાંત તબ્બુ લીડ રોલમાં છે. શ્રીનગર ખાતેની જાણીતી દાલ ઝીલમાં હૈદર ફિલ્મનું શૂટિંગ ગત શનિવારે શરૂ થઈ ગયું છે. કમીને ફિલ્મ બાદ વિશાલ ભારદ્વાજ સાથે પુનઃ કામ કરી રહ્યાં છે શાહિદ કપૂર અને તેમના હીરોઇન છે શ્રદ્ધા કપૂર.
દાલ ઝીલમાં હૈદર ફિલ્મનું જ્યારે શાહિદ-શ્રદ્ધાએ શૂટિંગ શરૂ કર્યું, તો મોટી સંખ્યામાં લોકો તેમને જોવા ઉમટી પડ્યાં. ખીણમાં પરિસ્થિતિ સુધર્યા બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં બૉલીવુડની અનેક ફિલ્મોનું શૂટિંગ કાશ્મીરમાં થયું છે. સ્વર્ગસ્થ ફિલ્મ નિર્માતા યશ ચોપરાની જબ તક હૈ જાન ફિલ્મનું શૂટિંગ પણ કાશ્મીરમાં થયુ હતું. યશની આ છેલ્લી ફિલ્મમાં શાહરુખ ખાન તથા કૅટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં હતાં.