કબીર સિંહ: શાહિદ કપૂરની બ્લોકબસ્ટર સોલો ફિલ્મ, હેરાન થઇ જશો
શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહ 6 દિવસમાં 120.81 કરોડનું કલેક્શન કરી ચુકી છે. ખાસ વાત છે કે 60 કરોડના બજેટ પર બનેલી આ ફિલ્મે 100 ટકાનો નફો કમાઈ લીધો છે. ફિલ્મે 60.81 કરોડનો નફો કમાઈ લીધો છે. ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ બીજા અઠવાડિયામાં 200 કરોડનો આંકડો પાર કરી લેશે.
આ ફિલ્મ શાહિદ કપૂરના કરિયરની સુધી મોટી ફિલ્મ સાબિત થઇ ચુકી છે. આ ફિલ્મ ફક્ત પહેલી 100 કરોડી જ નહીં પરંતુ શાહિદ કપૂરના કરિયરની પહેલી સોલો બ્લોકબસ્ટર બની ચુકી છે. રીમેક હોવા છતાં પણ કબીર સિંહ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે, જેને શાહિદ કપૂર અને નિર્દેશકની જીત માની શકાય છે.

100 કરોડી ફિલ્મ
શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહ 6 દિવસમાં 120.81 કરોડનું કલેક્શન કરી ચુકી છે. ખાસ વાત છે કે 60 કરોડના બજેટ પર બનેલી આ ફિલ્મે 100 ટકાનો નફો કમાઈ લીધો છે.

શાહિદની સૌથી મોટી ઓપનિંગ
20.21 કરોડની સાથે કબીર સિંહ શાહિદ કપૂરની સૌથી મોટી ઓપનિંગ આપનારી ફિલ્મ સાબિત થઇ છે. ફિલ્મએ પદ્મવત (19 કરોડ)ની ઓપનિંગને પણ પાર કરી દીધી છે.

ફિલ્મને થયો ફાયદો
ફિલ્મ વિશે સોશિયલ મીડિયા પર ઘણા વાદ-વિવાદ પણ ચાલી રહ્યા છે. લોકો ફિલ્મની પુરુષસત્તાત્મક માનસિકતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. જેનો ફિલ્મને ફાયદો મળી રહ્યો છે.

બીજી સૌથી મોટી એડલ્ટ ફિલ્મ
કબીર સિંહને A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે A રેટિંગવાળી ફિલ્મોમાંની આ બીજી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ છે. પ્રથમ નંબર 20.52 કરોડ સાથે જ્હોન અબ્રાહમની 'સત્યમેવ જયતે'.

બજેટ અને કમાણી
આ ફિલ્મની મેકિંગ, પ્રિન્ટ્સ અને પબ્લિસિટી સહિતની કુલ કિંમત આશરે રૂ. 60 કરોડ છે. જોકે ફિલ્મનું બજેટ રાઇટ્સથી વસૂલ થઇ ગયુ છે. તેમ છતાં આ ફિલ્મ ફક્ત 6 દિવસમાં 120 કરોડ કમાઈ ચુકી છે અને 200 કરોડ પણ કમાઈ લેશે, તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

શાહિદ કપૂર
બત્તી ગુલ મીટર ચાલુની નિષ્ફળતા પછી, શાહિદ કપૂર આતુરતાથી હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો, જેને કબીર સિંહએ પુરી કરી. શાહિદની આ ફિલ્મ સુપર હિટ થઈ ચુકી છે.