• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કબીર સિંહ માટે શાહિદ કપૂરે 14 કિલો વજન ઘટાડ્યું

|

શાહિદ કપૂરની આગામી ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર બહાર આવ્યું છે, શાહિદ આ મૂવીમાં બે જુદા જુદા લુકમાં જોવા મળે છે. શાહિદ કપૂરએ બે જુદા જુદા લુકમાં દેખાવા માટે સખત મહેનત કરી છે. શાહિદ કપૂરના ટ્રેનર સમીર જૌરાએ કહ્યું કે, કબીર સિંહ ફિલ્મમાં શાહિદને એક વિદ્યાર્થીનો લુક આપવા માટે તેમની પાસે સખત મહેનત કરાવી છે. તો ફિલ્મના સેકન્ડ હાફ માટે તેમના શરીર પર એવું વર્ક કરવામાં આવ્યું કે તેઓ થોડા જાડા પરંતુ મસ્ક્યુલર દેખાઈ.

આ 7 ક્યુટ ચાઈલ્ડ સ્ટાર્સ હવે બની ગયા છે આટલા હૉટ, તમારી નજર નહિ હટે

ડાયટમાં લીધી 1400 થી 1500 કેલરી

ડાયટમાં લીધી 1400 થી 1500 કેલરી

આ બંને લુક્સ માટે શાહીદે તેમના આહારમાં નોંધપાત્ર ફેરફારો કર્યા. 2003 માં ઇશ્ક વિશ્ક ફિલ્મ પછી, શાહિદ કપૂર હવે કબીર સિંહમાં કૉલેજ વિદ્યાર્થીની ભૂમિકામાં જોવા મળશે અને તેના માટે તેમણે 14 કિલો વજન ઘટાડ્યું છે. શાહિદના ટ્રેનર સમીરના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મમાં દુબળા-પાતળા દેખાવા માટે શાહિદે દરરોજ 1400 થી 1500 કેલરીની ડાયટ લીધી અને ફિટ લુકમાં દેખાવા માટે કાર્ડિયો સેશન્સ પણ કર્યા.

આ ડાયટ રહે છે

આ ડાયટ રહે છે

શાહિદ હમણાં સુધીની ઘણી બધી ફિલ્મમાં સિક્સ પેક એબ્સમાં જોવા મળ્યા છે પરંતુ સ્ક્રિપ્ટ અનુસાર આ ફિલ્મમાં શાહિદની વિવિધ ભૂમિકા છે. રોલની ડિમાન્ડ મુજબ જ શાહીદના ડાયટમાં એવી ફૂડ વસ્તુઓ સામેલ રહે છે જે પ્રોટીન, એનર્જી અને એમિનો એસિડથી ભરપૂર હોય. જણાવીએ કે શાહિદ એક સ્ટ્રિક્ટ વેજીટેરીઅન છે.

એક્સરસાઇઝ

શાહીદ અઠવાડિયામાં 6 દિવસ દરરોજ 2 કલાક એક્સરસાઇઝ અને ટ્રેનિંગ કરે છે, જેમાં પ્લેન્ક, પુશ અપ્સ, ડેડ-લિફ્ટ્સ, કાર્ડિયો અને વેઇટ ટ્રેનિંગ એક્સરસાઇઝ શામેલ છે. શાહિદને ડાન્સ કરવાનું ખુબ ગમે છે અને તેના કારણે પણ તેની બોડી હંમેશા શેપમાં રહે છે.

English summary
Shahid Kapoor lost this much kilos for 'Kabir Singh'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X