
શાહિદ કપૂરની હીરોઈને ન્યૂડ ફોટોશૂટ દ્વારા આપ્યો ખાસ સંદેશ, વાયરલ થયા Pics
નવી દિલ્લીઃ Shahid Kapoor's Kabir Singh co-star Vanita Kharat photo shot: બૉલિવુડ અભિનેતા શાહિદ કપૂર (Shahid Kapoor)ની ફિલ્મ કબીર સિંહે( Kabir Singh) દર્શકોની ખૂબ પ્રશંસા મેળવી હતી. બૉક્સ ઑફિસ પર આ ફિલ્મે લગભગ 250 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કિયારા અડવાણી(Kiara advani)ની ભૂમિકાને લોકોએ ખૂબ પસંદ કરી. વળી, આ ફિલ્મમાં વધુ એક ભૂમિકા હતા જેને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો. ફિલ્મમાં શાહિદ કપૂરની નોકરાણીની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી વનીતા ખરાત(Vanita Kharat)એક વાર ફરીથી સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

શાહિદ સાથે ફિલ્મમાં જોવા મળી ચૂકી છે
શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ કબીર સિંહમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી વનીતા ખરાતનુ એક ફોટોશૂટ હાલમાં ચર્ચાનો વિષય બનેલુ છે. વનીતા ખરાતના એક ફોટોશૂટે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. વનીતાએ ન્યૂડ ફોટોશૂટ કરાવીને સૌને ચોંકાવી દીધા છે. વા વર્ષ સાથે જ વનીતાએ ધમાકેદાર શરૂઆત કરી છે.

અભિનેત્રીએ કરાવ્યુ હૉટ ફોટોશૂટ
નવા વર્ષ સાથે જ વનીતાએ પોતાના હૉટ ફોટોશૂટ( Hot Photoshot)થી પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. વનીતા ખરાતે પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પોતાના ફોટોશૂટના ફોટા શેર કર્યા છે. આ ન્યૂડ ફોટો દ્વારા વનીતાએ ખાસ મેસેજ પણ આપ્યો છે. અત્યાર સુધી વનીતા પોતાના મોટાભાગના ફોટોશૂટમાં ટ્રેડિશનલ કપડામાં જોવા મળતી હતી પરંતુ તેના આ નવા અવતાર દ્વારા તેના ફેન્સ ચોંકી ગયા છે.

ફોટોશૂટની મદદથી આપ્યો ખાસ મેસેજ
વનીતાએ પોતાના આ ન્યૂડ ફોટોશૂટ ( Nude Photoshot)ની મદદથી ખાસ મેસેજ આપ્યો છે. તેણે આ ફોટોશૂટ બૉડી પૉઝિટિવીટી માટે કરાવ્યુ છે. આ ફોટોમાં તેણે ખુદને એક પતંગની પાછળ છૂપાવી છે. ફોટો સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે - મને મારા ટેલેન્ટ, મારી પેશન, કૉન્ફીડન્સ અને મારા શરીર પર ગર્વ છે. વાસ્તવમાં વનીતાએ બૉડી શેમિંગ કરનાર લોકોને આકરો જવાબ આપ્યો છે. લોકો વનીતાના આ બોલ્ડ સ્ટેપની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

કોણ છે વનીતા ખરાત
વનીતા ખરાત મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ છે. તેણે ઘણી મરાઠી ફિલ્મ અને ટીવી સીરિયલમાં કામ કર્યુ છે. કબીર સિંહ મૂવી દ્વારા તેણે બૉલિવુડમાં ડેબ્યુ કર્યુ. વનીતાએ ઘણા મરાઠી કૉમેડી શો કર્યા છે. તેણે ઘણા સ્ટેન્ડ અપ કૉમેડી રિયાલિટી શો કર્યા છે.