શાહિદ કપૂરની જર્સીમાં પિતા પંકજ કપૂરની એન્ટ્રી, નિભાવશે આ ભૂમિકા
અભિનેતા શાહિદ કપૂરે હાલમાં જ ફિલ્મ કબીર સિંહથી ધમાકો કર્યો હતો અને હાલમાં તે જર્સીનુ શૂટિંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કબીર સિંહની જેમ આ ફિલ્મ પણ જર્સી તેલુગુ સ્પોર્ટ ડ્રામા ફિલ્મની રિમેક છે. આ શાનદાર ફિલ્મમાં શાહિદ કપૂર ક્રિકેટરની ભૂમિકા નિભાવતા જોવા મળશે. આ પહેલા તે એક ફિલ્મ બોલ હડિપ્પામાં ક્રિકેટર બની ચૂક્યા છે. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે ઘણા ચોંકાવનારા છે. કારણકે ફિલ્મમાં પંકજ કપૂરની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હા, સમાચારોની માનીએ તો ફિલ્મ જર્સીમાં શાહિદ કપૂરના પિતા પંકજ કપૂર પણ જોવા મળશે. આ ફિલ્મમાં પંકજ કપૂર શાહિદ કપૂરના કોચની ભૂમિકામાં જોવા મળશે.

કોચની ભૂમિકા
આ ફિલ્મમાં પંકજ કપૂર શાહિદ કપૂરના કોચની ભૂમિકામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ બંને લોકો ફિલ્મ મોસમ અને શાનદારમાં સાથે જોવા મળ્યા હતા.

મૃણાલ ઠાકુર
આ ફિલ્મમાં સુપર 30 અને બાટલા હાઉસ જેવી ફિલ્મોમાં પોતાના એક્ટિંગથી દર્શકોનુ દિલ જીતનાર મૃણાલ ઠાકુર પણ જોવા મળશે.
આ પણ વાંચોઃ બિગ બૉસ 13 વીડિયોઃ પારસ નહિ સિદ્ધાર્થ શુક્લા ઘરથી બહાર, બિગ બૉસનો નિર્ણય, જુઓ Video

શૂટિંગ થશે શરૂ
શાહિદ આવતા સપ્તાહે ચંદીગઢમાં ફિલ્મનુ શૂટિંગ શરૂ કરશે. જર્સી ફિલ્મને ગૌતમ તિંનાનુરી ડાયરેક્ટ કરી રહી છે.

નિર્દેશક
આ જ નિર્દેશકે ફિલ્મ જર્સી તેલુગુવાળી પણ બનાવી છે. હવે એટલુ તો નક્કી છે કે એક મોટા ધમાકા સાથે શાહિદ કપૂર પાછા આવશે.

તેલુગુ જર્સી
ફિલ્મ જર્સીની વાત કરીએ તો તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.