શાહરુખની દીકરી સુહાનાએ ગર્લગેંગ સાથે કરી જોરદાર મસ્તી ફોટા વાયરલ
બોલિવુડ એક્ટર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન વિદેશમાં રહીને અભ્યાસ કરી રહી છે. તેમછતાં તે હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેની હાજરી લોકોનુ ઘણીવાર ધ્યાન ખેંચે છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર દોસ્તો સાથે શેર કરવામાં આવેલા સુહાનાના ફોટા ખૂબ ધ્યાન ખેંચી રહ્યા છે. આમાં તે દોસ્તો સાથે મસ્તીના મૂડમાં છે.

સહેલીઓ સાથે દેખાઈ રહી છે સુહાના
સુહાનાના ફોટા ઘણીવાર તેના નામથી બનેલા પેજથી શેર કરવામાં આવે છે. જે નવો ફોટો સામે આવ્યો છે તેમાં સુહાના અને તેની બે સહેલીઓ તડકામાં જોવા મળી રહી છે. વળી, બીજા ફોટામાં સુહાના ઘણી સહેલીઓ સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે આ કેપ્શન છે - દોસ્તીનો અર્થ એ છે કે કોઈ તમારી જિંદગીમાં આવે અને પછી ક્યારેય તમારો સાથ ન છોડે.

ટ્રોલ પણ થતી રહે છે સુહાના
સુહાનાને જ્યાં સોશિયલ મીડિયા પર ચાહકોનો પ્રેમ મળી રહે છે તો ઘણી વાર ભદ્દી કમેન્ટનો પણ સામનો કરવો પડે છે. હાલમાં જ તેમના ફોટા સામે આવ્યા હતા. જેમાં સુહાના કૉફીનો મગ હાથમાં પકડીને બેંચ પર બેઠી હસતી જોવા મળી રહી છે. તેમણે ગોલ્ડન કલરનુ ટૉપ અને બ્લેક જીન્સ પહેરેલુ છે. ટૉપ ગળા બાજુથી થોડુ વધુ ડીપ છે. ફોટામાં ક્લીવેજ દેખાવા અંગે તે અમુક લોકોનના નિશાના પર આવી ગઈ. સોશિયલ મીડિયા યુઝરે તેના પર ઘણા ખરાબ કમેન્ટ કર્યા.
આ પણ વાંચોઃ The Kapil Sharma Show ની ભૂરીનો બોલ્ડ અંદાજ, બિકીનીમાં શેર કર્યો ફોટો, લોકો ચોંકી ગયા

ન્યૂયોર્કમાં કરી રહી છે અભ્યાસ
સુહાના ખાને લંડનમાં રહીને પોતાનુ ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ છે. હવે તે પોતાના આગળનો અભ્યાસ માટે ન્યૂયોર્ક પહોંચી છે. હાલમાં જ ગૌરી ખાન સુહાનાને મળવા ન્યૂયોર્ક પહોંચી હતી. આ દરમિયાન તેમણે કોલેજમાં સુહાનાના પહેલા દિવસનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર પણ કર્યો હતો. સુહાના શાહરુખ અને ગૌરીની બહુ લાડલી દીકરી છે. સુહાનાના બે ભાઈ આર્યન અને અબરામ છે.