• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

USમાં કોરોના વાયરસના કારણે ઈમરજન્સી, ત્યાંથી સુહાના ખાને શેર કર્યો આ ફોટો

|

બૉલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પોતાના ફોટાઓના કારણે હંમેશા સમાચારોમાં રહે છે. સુહાનાના પણ સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ છે જે તેના ફોટા પર પ્રતિક્રિયા આપે છે. હવે સુહાનાએ એક વાર ફરીથી પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અમુક ફોટા શેર કર્યા છે જે તેના ફેન્સને ખૂબ જ ગમી રહ્યા છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર જે ફોટા શેર કર્યા છે, તે સેલ્ફી અલગ અલગ મૂડમાં લેવામાં આવી છે.

ન્યૂયોર્કમાં રહે છે સુહાના

ન્યૂયોર્કમાં રહે છે સુહાના

તમને જણાવી દઈએ કે સુહાના ખાન હાલમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રહે છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. આ જ કારણ છે કે સુહાનાના આ ફોટાને કોરોના વાયરસ સાથે જોડવામાં આવી રહ્યા છે. ફોટાને જોઈને લાગી રહ્યુ છે કે સુહાના ઈમરજન્સી લાગવાના કારણે ઘરમાંથી બહાર નીકળી શકતી નથી અને બોર થઈ રહી છે. એવામાં અલગ અલગ મૂડમાં સેલ્ફી શેર કરી રહી છે.

હજારો લોકોએ લાઈક કર્યો ફોટો

હજારો લોકોએ લાઈક કર્યો ફોટો

જો કે ફોટાને શેર કરીને સુહાનાએ કોઈ કેપ્શન લખ્યુ નથી. તેણે માત્ર એક ઈમોજી શેર કર્યુ છે. લોકો સુહાનાના આ ફોટાને પણ પસંદ કરી રહ્યા છે અને તેને 13 હજારથી વધુ લાઈક્સ પણ મળી ચૂકી છે. મઝાની વાત એ છે કે સુહાનાના ફોટો ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં સુહાના બ્લેક ટીશર્ટાં દેખાઈ રહી છે.

અમેરિકામાં કેવી છે સ્થિતિ?

કોરોના વાયરસની વાત કરીએ તો આનાથી દુનિયાભરમાં 5 હજારથી વધુ લોકોના મોત નીપજ્યા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા એક લાખ 37 હજારથી વધુ થઈ ગઈ છે. ચીન બાદ સૌથી વધુ પ્રભાવિત દેશ ઈટલી અને ઈરાન છે. વળી, અમેરિકામાં પણ અત્યાર સુધી 3 હજારથી વધુ કેસોની પુષ્ટિ થઈ ગઈ છે. જ્યારે અહીં મૃતકોની સંખ્યા 61 છે.

આ પણ વાંચોઃ દીપિકાનુ સેક્સી ફોટોશૂટ જોઈ ફેન્સ બોલ્યા હૉટનેસ ઓવરલોડ

English summary
shahrukh khan daughter suhana shares pictures from US amid coronavirus emergency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X