• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાહરુખ-ફરહાન બનશે રઈસ, લોકોને ઇંતેજાર!

|

મુંબઈ, 16 ડિસેમ્બર : લાંબા સમયથી બે નાયાબ કલાકારોને રૂપેરી પડદે સાથે જોવાની ઇચ્છા હવે પૂર્ણ થવાની છે, કારણ કે બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન અને બેમિસાલ કલાકાર ફરહાન અખ્તર એક સાથે રૂપેરી પડદે દેખાનાર છે. તે પણ રાહુલ ધોળકિયાની ફિલ્મ રઈસમાં.

પરઝાનિયા જેવી ફિલ્મો દ્વારા સમીક્ષકોની પસંદગી બનનાર રાહુલ ધોળકિયા ફરહાન-શાહરુખને સાથે લાવી રહ્યાં છે. રઈસ ફિલ્મનું નિર્માણ એક્સલ એંટરટેનમેંટના બૅનર હેઠળ રીતેશ સિધવાણી તેમજ ફરહાન અખ્તર કરવાના છે. ફરહાન-શાહરુખ બંને ખૂબ ઘનિષ્ઠ મિત્રો છે. બંનેએ સાથે ડૉન તેમજ ડૉન 2 જેવી ફિલ્મો બનાવી છે અને ટુંકમાં જ બંને ડૉન 3 પણ લઈને આવવાના છે. આ વખતે ફરહાન અખ્તર રૂપેરી પડદા ઉપર શાહરુખ ખાનને ગુજરાતી ડૉન તરીકે રજૂ કરનાર છે અને તેના માટે તેઓ સ્ક્રિપ્ટની તૈયારીમાં જોતરાયેલાં છે. ફિલ્મ અંગે શાહરુખ ખાન પણ ઉત્સાહિત છે.

દરમિયાન રાહુલ ધોળકિયાની ફિલ્મ રઈસમાં શાહરુખ ખાન અને ફરહાન અખ્તર સાથે આવવના સમાચારથી બંનેના ફૅન્સ ખુશ થઈ ગયાં છે અને લોકોને તેમની ફિલ્મનો ઇંતેજાર છે. ફરહાનની ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ ખૂબ જ સફળ રહી છે, તો શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મે ધૂમ મચાવી છે.

English summary
Superstar Shahrukh Khan will be playing a bootlegger and actor-turned-filmmaker Farhan Akhtar a cop in Rahul Dholakia's next movie, 'Raees'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X