• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાહરુખ ખાને Zero માટે કરી ચોરી, આ રહ્યું સબૂત

By Kals Ahir
|

તાજેરમાં જ શાહરુખ ખાનની ફિલ્મ ઝીરોનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે. આવતાની સાથે જ આ ટ્રેલરે સોશિયલ મીડિયામાં ધમાકો કર્યો છે. ત્યારે બીજી બાજુ શારખુ ખાનની સૌથી મોટી ફિલ્મ ઝીરો પર ચોરીનો આરોપ લાગી રહ્યો છે. ચોરીનો આ આરોપ ઝીરોના પોસ્ટર્સ પર લાગ્યો છે. આ પોસ્ટર્સ ફિલ્મ પહેલા રિલીઝ કરવામાં આવ્યાં હતાં. જે પોસ્ટર જાણીતી હૉલીવુડ ફિલ્મના પોસ્ટર્સમાંથી લેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર અસલી ફિલ્મના પોસ્ટર ઝીરોની સાથે વાયરલ થઈ રહ્યા છે અને બંનેમાં કંઈ ખાસ ફરક પણ નથી.

ઝીરોના એક પોસ્ટરમાં લાંબી કેટરીના કેફ ઠીંગણા કેરેક્ટર વાળા શાહરુખને કિસ કરતી જોવા મળી રહી છે. આ પોસ્ટર પર બેલ્ઝિયમની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ અનહોમ લા હોટરથી ચોરી કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ પોસ્ટરમાં પણ એક્ટ્રેસે ડ્રેસ અને હીલ્સ પહેરી રાખ્યા છે અને એક્ટરની હાઈટ નાની છે. બંને સરખી પોઝિશનમાં જ ઉભા જોવા મળી રહ્યાં છે. જણાવી દઈએ કે કાલે જ રિલીઝ થયેલ ઝીરોનું ટ્રેલર પહેલા બે શાનદાર પોસ્ટર રિલીઝ થયાં હતાં. એકમાં શાહરુખ ખાન હેટરીના કૈફ સાથે તો બીજામાં અનુષ્કા શર્મા સાથે જોવા મળી રહ્યો છે.

ઝીરો

ઝીરો

ઝીરોના ટ્રેલરે ફેન્સનું એક્સાઈટમેન્ટ સાતમા આસમાને પહોંચાડી દીધું છે. ફિલ્મના ટ્રેલરમાં શાહરુખ, અનુષ્કા, કેટરીનાના લગ્નની ઝલક મળે છે. જો કે આવું પહેલી વખત નથી થયું જ્યારે કોઈ બીજી ફિલ્મનું પોસ્ટર ચોવામાં આવ્યું હોય. અગાઉ પણ કેટલીય ફિલ્મો આવું કારસ્તાન કરી ચૂકી છે. તો આવો જોઈએ કે આવાં જ અન્ય કેટલી ફિલ્મોએ પોસ્ટર્સ ચોર્યાં છે.

બદલાપુર પહેલું પોસ્ટર

બદલાપુર પહેલું પોસ્ટર

ફિલ્મનું પોસ્ટર મોટાભાગે lEONARDO dIcAPRIOની ફિલ્મ ઈન્સેપ્શન સાથે મળતું આવે છે. જો કે વરુણ ધવનની આ ફિલ્મ દમદાર રહી હતી તેમાં કોઈ શક નથી.

ફેન્ટમ

ફેન્ટમ

હવે અહીં જુઓ.. કોપી કર્યું કે નહિ... આ અમે નથી કહી રહ્યા બલકે ખુદ પોસ્ટર્સ જ રાડો નાખીને કહી રહ્યાં છે. અહીં પણ એક્ટરની આંખો બાંધેલી છે. સાથે જ ચહેરા પર ચોટ લાગેલી પણ જોવા મળી રહી છે. આ હૉલીવુડની ફિલ્મ હોમફ્રંટમાંથી લેવામાં આવ્યું છે.

કબાલી

કબાલી

રજનીકાંતની ફિલ્મ કબાલીએ ઈમરાન ખાનની ફિલ્મ મદારીનો પોસ્ટર આઈડિયા ચોરી કર્યો હતો. ઈરફાન ખાને એક ઈવેન્ટ દરમિયાન કહ્યું હતું કે, મેં જયું જનીકાંતજીની ફિલ્મ કબાલીએ અમારા પોસ્ટરની ચોરી કરી લીધી છે. તમે અમારા પોસ્ટરને એકવાર જુઓ, બાદમાં એમની ફિલ્મનું પોસ્ટર ચેક કરશો. પરંતુ કંઈ વાંધો નહિ... એમની ફિલ્મ પણ જુઓ અને અમાી ફિલ્મ પણ જુઓ.જણાવી દઈએ કે બંનેની ફિલ્મ 15 જુલાઈએ રિલીઝ થઈ હતી.

પીકે

પીકે

આમિર ખાનની ફિલ્મ પીકેનું પોસ્ટર પણ કોઈ ઈટાલિયન ફિલ્મથી ચોરી કરવામાં આવ્યું હતું.

મોસમ

મોસમ

શાહિદ કપૂર અને સોનમ કપૂરની ફિલ્મ મોસમનું પોસ્ટર ટાઈટેનિકથી કોપી કરવામાં આવ્યું છે.

મર્ડર 3

મર્ડર 3

રણદીપ હુડ્ડાની ફિલ્મ મર્ડર 3નું પોસ્ટર હૉલીવુડ ફિલ્મ જેનિફર્સ બૉડી સાથે મળતું આવે છે.

જબ તક હૈ જાન

જબ તક હૈ જાન

શાહરુખ ખાનની ફિલ્મનું પોસ્ટર સ્પેશિયલ ફોર્સેસથી કોપી કરવામાં આવ્યું છે.

રાઉડી રાઠોર

રાઉડી રાઠોર

અક્ષય કુમારની રાઉડી રાઠોર ફિલ્મનું પોસ્ટર ધી રિપ્લેસમેન્ટ કિલરમાંથી કોપી કરવામાં આવ્યું છે. ટ

મર્ડર 2

મર્ડર 2

ઈમરાન હાશમીની ફિલ્મ મર્ડર 2નું પોસ્ટર કોઈ ચીની ફિલ્મમાંથી કોપી કરવામાં આવ્યું છે.

એતરાજ

એતરાજ

અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ એતરાજનું પોસ્ટર તો આખેઆખું કોપી કરી લેવામાં આવ્યું છે.

બિકીનીમાં હૉટ લાગી રહી છે બિગ બૉસની આ વિદેશી સુપરસ્ટાર, જુઓ તસવીરો

English summary
Shahrukh khan film Zero poster stolen from movie named Un Home La Hoter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more