India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખની દીકરી સુહાના ખાન ઝોયા અખ્તરની આ ફિલ્મથી કરશે ડેબ્યુ, બીજા બે સ્ટારકિડ્ઝ હશે સાથે

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનના ડેબ્યુ પર દરેકની નજર છે અને ગયા વર્ષથી જ તેના ડેબ્યુના સમાચારો ઉડી રહ્યા છે. ક્યારેક કરણ જોહર તો ક્યારેક આદિત્ય ચોપડા અને ક્યારેક ખુદ શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝ. પરંતુ હવે બૉલિવુડ હંગામાના એક રિપોર્ટની માનીએ તો શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન છેવટે પોતાની ફિલ્મ ડેબ્યુ કરવા જઈ રહી છે ઝોયા અખ્તર સાથે. ઝોયા અખ્તર એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે જે જાણીતા ઈન્ટરનેશનલ કૉમિક્સ આર્ચી કૉમિક્સનુ ફિલ્મ વર્ઝન હશે અને આ ફિલ્મનુ પરફેક્ટ કાસ્ટિંગની શરૂઆત ઝોયા અખ્તરે સુહાના ખાન સાથે કર્યુ છે. સમાચારોની માનીએ તો ફિલ્મમાં સુહાના ખાન સાથે બીજા બે સ્ટારકિડ્ઝ હશે.

ટિપિકલ હાઈસ્કૂલ ડ્રામા હશે

ટિપિકલ હાઈસ્કૂલ ડ્રામા હશે

આ ફિલ્મ ટિપિકલ હાઈસ્કૂલ ડ્રામા હશે જે દોસ્તોના એક ગ્રુપની કહાની હશે, બરાબર આર્ચી કૉમિક્સની જેમ. માની લો કે સ્ટુડન્ટ ઑફ ધ યરનુ એક વર્ઝન. ઉલ્લેખનીય છે કે બૉલિવુડમાં આર્ચી કૉમિક્સ પર ફિલ્મ બનાવવાની તૈયારી 2018થી ચાલી રહી છે. રસપ્રદ એ પણ છે કે કરણ જોહરની કુછ કુછ હોતા હે પણ ક્યાંકને ક્યાંર આર્ચી કૉમિક્સના કેરેક્ટરથી પ્રેરિત હતી.

એક્ટિંગથી દિલ જીતી ચૂકી છે સુહાના

એક્ટિંગથી દિલ જીતી ચૂકી છે સુહાના

સુહાના ખાનના ડેબ્યુની વાત કરીએ તો એક્ટિંગ સુહાના ખાન માટે નવી નતી. તેણે પહેલી વાર એક્ટિંગથી સૌનુ દિલ જીત્યુ હતુ પોતાના સ્કૂલના પ્લે રોમિયો એન્ડ જુલિયટમાં. આ પ્લેમાં સુહાનાને પરફૉર્મ કરતી જોઈને ખુદ અભિનેત્રી શબાના આઝમીએ સુહાનાના અભિનયની ક્ષમતાની પ્રશંસા કરીને તેને તેના ઉજ્વળ ભવિષ્યની કામના કરી હતી.

ઑડિશનમાં થઈ હતી રિજેક્ટ

ઑડિશનમાં થઈ હતી રિજેક્ટ

સમાચાર હતા કે ગયા વર્ષે હૉલિવુડમાં મિસ માર્વેલ પર બની રહેલી એક ફિલ્મ માટે સુહાના ખાને કમલા ખાનની ભૂમિકા માટે ઑડિશન આપ્યુ હતુ. જો કે સુહાના આ ઑડિશન પાસ ન કરી શકી. સુહાનાએ પોતાની કૉલેજમાં પણ The Blue Part of Grey નામની એક શૉર્ટ ફિલ્મ બનાવી હતી જ્યાં તે ખુદ મુખ્ય ભૂમિકામાં હતી.

ઘણી વાર થાય છે ટ્રોલ

ઘણી વાર થાય છે ટ્રોલ

સુહાના ખાન જ્યારથી લાઈમલાઈટમાં આવી છે ત્યારથી તેને શાહરુખ ખાનની દીકરી હોવાની કિંમત ચૂકવવી પડીછે. ક્યારેક તે બિકિની પહેરવા માટે ટ્રોલ થાય છે તો ક્યારેક નાના કપડા પહેરવા માટે. ક્યારેટ લોકો તેને મુસ્લિમ હોવાના નાતે ઢંગના કપડા પહેરવાની સલાહ આપે છે તો ક્યારેક તેના પર નેપોટીઝમનો ઠપ્પો લાગી જાય છે.

પહેલો વાયરલ ફોટો

પહેલો વાયરલ ફોટો

આ બે ફોટા સુહાના ખાનનો પહેલો વાયરલ ફોટો હતો. પહેલા ફોટામાં તે અબરામ સાથે રજાઓ માણી રહી હતી અને તેની બિકિનીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી હતી. ત્યારે સુહાનાની ઉંમર બહુ નાની હતી. ત્યારબાદ 16 વર્ષની ઉંમરે સુહાનાએ વૉગ માટે એક ફોટોશૂટ કર્યુ હતુ જે બાદ તેને એટલી ટ્રોલ કરવામાં આવી હતી કે વૉગે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કમેન્ટ સેક્શનને બંધ કરવુ પડ્યુ હતુ.

પપ્પાની કાર્બન કૉપી છે સુહાના

પપ્પાની કાર્બન કૉપી છે સુહાના

સુહાનાનો જન્મ 22 મે, 2000ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો. શાહરુખ ખાનના ત્રણ બાળકોમાંથી સુહાના ખાન સૌથી શાંત સ્વભાવની માનવામાં આવે છે. જ્યાં તે ખુદને પોતાની માનો પડછાયો મને છે ત્યાં લોકો સુહાનાને શાહરુખ ખાનની કાર્બન કૉપી કહે છે.

લોકોએ કરી આકરી ટીકા

લોકોએ કરી આકરી ટીકા

લોકો ત્યારબાદ સુહાનાની દરેક નાની મોટી ભૂલો પર નજર રાખવા લાગ્યા અને તેને ટાર્ગેટ કરવા લાગ્યા. ક્યારેક તેની લાઈફસ્ટાઈળ પર તો ક્યારેક તેના કપડા પર અને ક્યારેક માત્ર શાહરુખ ખાનની દીકરી હોવા પર. સુહાના ખાનને પોતાના આ ફોટા માટે પણ ઘણી ખરીખોટી સાંભળવી પડી હતી.

કેમ કરે છે આટલી પાર્ટી

કેમ કરે છે આટલી પાર્ટી

સુહાના ખાનને ક્યારેક પોતાના દોસ્તો સાથે નીકળવા માટે પણ શરમમાં મૂકાવુ પડે છે કારણકે તે જ્યારે પણ કોઈની સાથે દેખાય છે તો તેને તરત તેને એનો બૉયફ્રેન્ડ બનાવી દેવામાં આવે છે. સુહાના ખાનના પાર્ટી કરતા ફોટા પણ વાયરલ થતા રહે છે કારણકે સમાજના ઠેકેદારો જાણવા માંગતા હતા કે તે આટલી પાર્ટી કેમ કરે છે.

કપડા માટે સાંભળે છે ખરી ખોટી

કપડા માટે સાંભળે છે ખરી ખોટી

આ ફોટાને જોઈને એક વાર ફરીથી સુહાના ખાનને સલાહ મળી કે તેણે પોતાના કપડા પર ધ્યાન આપવુ જોઈએ. જ્યાં સુહાનાને ફરીથી પોતાના કપડા માટે સાંભળવુ પડ્યુ ત્યાં અમુક લોકો તેના મોબાઈલ કવરમાં દબાયેલા એટીએમ અને પૈસાને જોઈને એ બોલવાનુ ના ભૂલ્યા કે ખરેખર તે એક નૉર્મલ છોકરી છે.

ડેબ્યુની આતુરતાથી રાહ

ડેબ્યુની આતુરતાથી રાહ

રસપ્રદ વાત એ છે કે આટલી ટીકાઓ પછી પણ સુહાના તેને ક્યારેય દિલ પર નથી લેતી અને તે બિન્દાસ પોતાની લાઈફમાં જે કરવાનુ હોય તે કરી રહી છે. હવે તેના ડેબ્યુના સમાચારો સાંભળીને દરેકને માત્ર સુહાનાને આર્ચી કૉમિકના મઝાના કેરેક્ટરમાં જોવાની આતુરતાથી રાહ રહેશે.

English summary
Shahrukh Khan's daughter Suhana Khan is making her grand debut with Zoya Akhtar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X