• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુહાનાનો બૉયફ્રેન્ડ બનવા માટે સાત શરતો પૂરી કરવી જરૂરી, નહિતર હું જેલમાં જવાથી નથી ડરતોઃ શાહરુખ ખાન

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ હિંદી સિનેમાના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાં શામેલ શાહરુખ ખાન પોતાના પરિવાર માટે પણ ઘણી વાર ચર્ચામાં રહે છે. તેમની પત્ની ગૌરી અને ત્રણ બાળકો સાથે તેના બૉન્ડિંગની ખૂબ પ્રશંસા થતી રહે છે. શાહરુખની દીકરી સુહાનાએ હાલમાં જ પોતાનો 21મો જન્મદિવસ મનાવ્યો છે. સુહાનાને શાહરુખ ખાને તેના બર્થડે પર ખૂબ જ દુઆઓ આપી છે. આ દરમિયાન શાહરુખ ખાનનો એક ઈન્ટરવ્યુ પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે સુહાનાને ડેટ કરવા માટે અમુક શરતો રાખી છે.

સમજો કે હું તેને પસંદ નથી કરતો

સમજો કે હું તેને પસંદ નથી કરતો

શાહરુખ ખાને થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં સુહાના વિશે કરાયેલા એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે તેની સાત શરતો પૂરી કર્યા બાદ જ કોઈ તેની દીકરીને ડેટ કરશે. સુહાનાના બર્થડે પર તેના આ ઈન્ટરવ્યુની એક વાર ફરીથી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. શાહરુખે કહ્યુ હતુ કે મારી દીકરી સુહાનાને ડેટ કરનારે મારી સાત વાતો હંમેશા યાદ રાખવી પડશે. પહેલી - નોકરી કરો, બીજી - સમજો કે હું તમને પસંદ નથી કરતો. ત્રીજી - હું દરેક જગ્યાએ હાજર છુ.

મને જેલ જવામાં કોઈ વાંધો નહિ પડે

મને જેલ જવામાં કોઈ વાંધો નહિ પડે

શાહરુખ ખાને સુહાનાને ડેટ કરવાનુ વિચારતા છોકરાને ચોથી વાત કહી - પોતાનો એક વકીલ પણ રાખો. પાંચમી - એ મારી રાજકુમારી છે તારી જીત નહિ. છઠ્ઠી - મને ફરીથી જેલ જવામાં કોઈ વાંધો નહિ પડે અને સાતમી વાત - તુ એની સાથે જે પણ કરીશ એ હું તારી સાથે કરી શકુ છુ.

મારી દીકરી કોઈને પસંદ કરશો તો

મારી દીકરી કોઈને પસંદ કરશો તો

શાહરુખ ખાને એ વાતો ફેમિના મેગેઝીનને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહી હતી. જો કે ત્યારબાદ એનડીટીવી સ્પૉટલાઈટને આપેલા એક ઈન્ટરવ્યુમાં શાહરુખ ખાને કહ્યુ હતુ કે જ્યારે મારી દીકરી કોઈને પસંદ કરશે તો હું કંઈ નહિ કહી શકુ અને બસ તેને સ્વીકારી લઈશ.

ફિલ્મોમાં થઈ શકે છે સુહાનાની એન્ટ્રી

ફિલ્મોમાં થઈ શકે છે સુહાનાની એન્ટ્રી

સુહાના ખાન પોતાના પિતાની જેમ ફિલ્મોમાં આવી શકે છે. તે એક મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. શાહરુખ ખાને કહ્યુ હતુ કે સુહાના જો ફિલ્મોમાં આવવા માંગે તો તેને કોઈ વાંધો નથી પરંતુ અભ્યાસ પૂરો કર્યા બાદ જ તે આની મંજૂરી આપશે. સુહાના હાલમાં ન્યૂયોર્કમાં ભણી રહી છે.

English summary
Shahrukh Khan want these seven qualities in daughter Suhana boyfriend
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X