સલમાન ખાન સુપર HOT...."કોઇ એન્ગલથી 50ના નથી લાગતા"

Posted By:
Subscribe to Oneindia News

શમિતા શેટ્ટીએ સલમાન ખાનના વખાણ કરવામાં એટલુ બધુ કહી દીધુ કે સલમાન ખાન ખુદ સાંભળશે તો શરમાઇ જશે. શમિતાએ કહ્યું કે સલમાન બોલીવુડના સુપર હૉટ એક્ટર છે. અને તે કોઇ પણ એન્ગલથી 50 વર્ષના નથી લાગતા. તમને જણાવી દઇએ કે આ વર્ષે ડિસેમ્બરમાં સલમાન 50 વર્ષના થઇ જશે.

વધુમાં શમિતાએ કહ્યું કે જેમ જેમ ઉંમર વધી રહી છે, સલમાન વધુ યુવાન અને હેન્ડસમ થઇ રહ્યાં છે. તેઓ આજે પણ ઘણાં હૉટ લાગે છે. હમમમમ...જો કે શમિતા તમારી આ વાતથી અમે પણ સહમત છીએ. કદાચ એટલે જ દરેક નિર્માતા અને નિર્દેશક તેમની સાથે કામ કરવા માટે આતુર છે.
અહીં જુઓ સલમાન ખાનની આગામી ફિલ્મો....

પ્રેમ રતન ધન પાયો
  

પ્રેમ રતન ધન પાયો

સુરજ બડજાત્યાના નિર્દેશનમાં બનેલી પ્રેમ રતન ધાન પાયો 12 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં સલમાન ખાનની સાથે સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સુલતાન
  

સુલતાન

સલમાન ખાનની સુલતાન વર્ષ 2016ની ઇદમાં રિલીઝ થશે. જેમા તેઓ wrestling કરતા જોવા મળશે. સુલતાન એક્શનથી ભરપૂર હશે, સલમાન આ ફિલ્મમાં પિતાના રોલમાં જોવા મળશે.

દબંગ 3
  

દબંગ 3

વર્ષ 2017ની ઇદ પર સલમાન અને સોનાક્ષીની જોડી ફરી એક વખત ફિલ્મ દબંગ 3 દ્વારા ધમાકો કરવા તૈયાર છે. હાલમાં ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

કીક-2
  
 

કીક-2

વર્ષ 2014 રિલીઝ થયેલી ફિલ્મ કીકની સિક્વલ પર પણ કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન ડબલ રોલમાં જોવા મળશે. સલમાન આ ફિલ્મમાં હીરો અને વીલન બંનેના રોલમાં જોવા મળશે.

અનામ
  

અનામ

આ ફિલ્મની ફાઇનલ ઘોષણા તો નથી થઇ. પરંતુ જો ખબરોનું માનીએ તો બ્લોકબસ્ટર ડાયરેક્ટર એ.આર.મુરુગદાસની આગામી ફિલ્મ અથવા તો મોહન રાજાની આગામી હિંદી રિમેકમાં સલમાન ખાન જોવા મળશે.

English summary
Shamita Shetty, says that Salman Khan doesn't look like 50 from any angle and is a super hot actor.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.