
શર્લિન ચોપડાએ રાજ કુંદ્રા-શિલ્પા શેટ્ટી સામે નોંધાવી ફરિયાદ, યૌન ઉત્પીડનથી લઈને છેતરપિંડી સુધીના લગાવ્યા આરોપ
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા જ્યારથી પૉર્નોગ્રાફી કેસમાં ફસાયા છે ત્યારથી આ મામલે એક પછી એક નવો ખુલાસો થઈ રહ્યો છે. અભિનેત્રી શર્લિન ચોપડાએ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સામે કથિત રીતે છેતરપિંડી અને માનસિક ઉત્પીડન માટે ફરિયાદ કરી છે. શર્લિન ચોપડાએ 14 ઓક્ટોબર, 2021ના રોજ શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સામે પોલિસ ફરિયાદ કરી છે. શર્લિન ચોપડાએ કહ્યુ, 'મે રાજ કુંદ્રા સામે યૌન ઉત્પીડન, છેતરપિંડી અને ગુનાહિત ધમકી માટે પ્રાથમિકી નોંધવા માટે ફરિયાદ નોંધાવી છે.' શર્લિન ચોપડા આ પહેલા પણ રાજ કુંદ્રા સામે ફરિયાદ કરાવી ચૂકી છે. જો કે શર્લિન ચોપડાએ શિલ્પા પર પહેલી વાર આરોપ લગાવ્યો છે.

શર્લિન ચોપડા બોલી - છોકરીઓને શરીર બતાવવા બદલ પેમેન્ટ નથી આપતા...
શર્લિન ચોપડાએ આને લઈને ટ્વિટર પર એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં તેમણે આ ફરિયાદને લઈને વાત કરી છે. શર્લિન ચોપડાએ વીડિયો શેર કરીને કહ્યુ છે, 'આજે હું પોતાની કાનૂની ટીમ સાથે જુહુ પોલિસ સ્ટેશન પર ગઈ હતી, રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી સામે ફરિયાદ નોંધાવવા.' શર્લિન વીડિયોમાં કહે છે, 'છોકરીઓને શરીરનુ પ્રદર્શન કરાવીને તમે એનુ પેમેન્ટ ક્લીયર કેમ નથી કરતા, તેને ચૂનો કેમ લગાવો છો, તમે લોકો? તમે તેમને ટોપી કેમ પહેરાવો છો? શું આ હોય છે એથિકલ બિઝનેસ?'

કેમેરા સામે રડવા લાગી શર્લિન ચોપડા
મીડિયા સાથે વાત કરતા-કરતા કેમેરા સામે શર્લિન ચોપડા રોતા-રોતા કહે છે, 'તમારે બિઝનેસમેન બનવુ હોય તો જાવસસ શીખો, ટાટાવાળા કેવી રીતે બિઝનેસ કરે છે. તે એથિક્સ ફોલો કરે છે, જે વચન આપે છે તે નિભાવે પણ છે. અને તમારે શું કરવાનુ હોય છે, તમે આર્ટિસ્ટના ઘરે જાવ છો, તેમનુ યૌન શોષણ કરો છો અને અંડરવર્લ્ડની ધમકી આપો છો.'

'જિંદગી બરબાદ કરવાની ધમકી આપે છે...'
શર્લિન ચોપડા આગળ લખે છે, 'ઘરે આવીને ધમકી આપે છે અને કહે છે કે યૌન શોષણનો કેસ પાછો લે નહિતર તારી જિંદગી બરબાદ થઈ જશે. ધમકી આપે છે, તારા હાથમાં જે ફિલ્મ છે, એ પણ છીનવાઈ જશે. આ રીતે તમે વાત કરો છો, મારા ઘરે આવીને. પરંતુ હું આ વખતે ડરવાની નથી... હું દુર્ગા માના આશીર્વાદ લઈને આવી છુ, ના હું તમારાથી ડરવાની છુ અને ના તમારા પરિવારથી ડરીશ.'
आज मैं अपनी कानूनी टीम के साथ जुहू पुलिस स्टेशन पर गई थी राज कुंद्रा और शिल्पा शेट्टी के खिलाफ़ शिकायत दर्ज कराने।@TheShilpaShetty pic.twitter.com/46TkiXTs6t
— Sherlyn Chopra 🇮🇳 (@SherlynChopra) October 14, 2021