• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અહો આશ્ચર્યમ્ : ઑસ્કાર માટે નૉમિટે થઈ કામસૂત્ર 3ડી!

|

મુંબઈ, 19 ડિસેમ્બર : સાંભળીને આશ્ચર્ય થયું ને? અમને પણ થયુ હતું, પરંતુ આ વાત સાચી છે. સાચે જ ટ્વિટર અને બિકિની ક્વીન શર્લિન ચોપરાની પ્રથમ એડલ્ટ ફિલ્મ કામસૂત્ર 3ડી દુનિયાના સૌથી મોટા ઍવૉર્ડ ઑસ્કારની ત્રણ શ્રેણીઓમાં નૉમિનેટ કરાઈ છે.

સાંભળવા મળે છે કે ફિલ્મ કામસૂત્ર 3ડીને વર્ષ 2014ના 86મા ઑસ્કાર ઍવૉર્ડની ત્રણ શ્રેણીઓ બેસ્ટ મોશન પિક્ચર, ઓરિજનલ સ્કોલ તેમજ ઓરિજનલ સૉંગ વિથ ફાઇવ સૉંગમાં રાખવામાં આવી છે. આ ભારતની એવી પ્રથમ ફિલ્મ છે કે જેને ત્રણ-ત્રણ શ્રેણીઓ માટે નૉમિનેટ કરવામાં આવી છે.

કામસૂત્ર 3ડી ફિલ્મના નિર્માતા રૂપેશ પૉલ આ સફળતા પામી ખૂબ જ ખુશ છે અને અભિનેત્રી શર્લિન ચોપરાની ખુશીનો અંદાજો પણ ન લગાવી શકાય. બંનેએ આ સફળતા અંગે ખુશી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે આ નૉમિનેશન તેવા લોકોના ગાળે તમાચો છે કે જેઓ અમારી ફિલ્મની સરખામણી પોર્ન મૂવી સાથે કરતા હતાં. રૂપેશ પૉલ અને શર્લિન ચોપરા બંને કામસૂત્ર 3ડી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

English summary
Sherlyn Chopra’s Kamasutra 3D makes a proud entry at the prestigious contention list of the 86th Academy Awards, with selection in three categories – Best Motion Picture, Original Score and Original Song with 5 songs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X