શું પૂનમ પાંડે બાદ શર્લિન ચોપડાએ પણ કરી લીધા લગ્ન? Video વાયરલ
મુંબઈઃ પૂનમ પાંડેના લગ્ન બાદ શર્લિન ચોપડાના લગ્ન ચર્ચાઓએ વેગ પકડ્યો છે. આવુ એટલા માટે કારણકે શર્લિન ચોપડાએ ખુદ એક વીડિયો શેર કરીને ફેન્સને હિંટ આપી છે. જેને જોયા બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે આ હૉટ હસીનાએ પણ ફેસ્ટીવ સિઝનમાં લગ્ન કરી લીધા છે. શર્લિન વીડિયોમાં લાલ જોડા અને બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે. તેમણે આના પર વેડિંગ સેલિબ્રેશનના હેશટેગ પર લખ્યુ.

શર્લિને લખ્યુ - વેડિંગ સેલિબ્રેશન, 2020
વીડિયોમાં કંગનાની ફિલ્મ તનુ વેડ્ઝ મનુનુ ગીત વાગી રહ્યુ છે. શર્લિને આ વીડિયો શેર કરીને લખ્યુ, વેડિંગ સેલિબ્રેશન, 2020, પ્યાર ઓર શાદી કા લડ્ડુ. આ પોસ્ટ બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે શું શર્લિન ચોપડાએ પણ લગ્ન કરી લીધા છે કે તે જલ્દી કોઈ ખુશખબરી શેર કરવાની છે.

નવરાત્રિ સ્પેશિયલ ફોટો
હાલમાં જ શર્લિન ચોપડાએ નવરાત્રિની શુભકામનાઓ આપતો ફોટો શેર કર્યો હતો. જેમાં પણ તે લાલ જોડામાં જોવા મળી હતી.

શર્લિન ચોપડાની વેબ સીરિઝ
શર્લિન ચોપડા રેડશેર જેવી વેબ સીરિઝમાં પણ દેખાઈ ચૂકી છે. આ ઉપરાંત તે ઘણા મ્યુઝિક આલ્બમ અને ગીતોમાં જોવા મળી ચૂકી છે.

શર્લિન ચોપડાનો છેલ્લો પ્રોજેક્ટ
છેલ્લા વાર શર્લિન ચોપડા લક્ક મેરા તુનુ તુનુ ગીતમાં જોવા મળી હતી. આ ગીતને હાર્દિક અને વિક્કીએ કમ્પોઝ કર્યુ હતુ. રાની મુખર્જી અને શાહિદ કપૂરની ફિલ્મ દિલ બોલે હડિપ્પામાં પણ શર્લિન ચોપડા જોવા મળી ચૂકી છે. આ ફિલ્મ ઉપરાંત તે રકીબ, દોસ્તી જેવા ઘણા પ્રોજેક્ટ્સનો હિસ્સો રહી છે.
View this post on InstagramA post shared by Sherlyn Chopra (@sherlynchopra) on