Video: શિલ્પા શેટ્ટીનો બહેન શમિતા શેટ્ટી સાથે ડાંસ વીડિયો થયો વાયરલ
શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટીનો લેટેસ્ટ ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં શમિતા શેટ્ટી સાથે ઝૂમતી દેખાઈ રહી છે. વીડિયોમાં 'બદન પે સિતારે' ગીત પર બંને મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. શમ્મી કપૂરનુ આ જૂનુ અને હિટ ગીત છે જેના પર આ વીડિયો જોવા મળ્યો. હાલમાં સોશિયલ મીડિયા જગતમાં આ ઘણો વાયરલ થઈ રહ્યો છે. આને ખુદ શમિતાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ શિલ્પા શેટ્ટીએ પરિવાર સાથે લોહરી સેલિબ્રિટ કરી. તેની સાથે તેની મા, પતિ રાજ કુંદ્રા બાળકો તેમજ આખો પરિવાર જોવા મળ્યો. લોહરીની શુભકામનાઓ આપીને તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી દરેક તહેવારને જબરદસ્ત રીતે રીતે મનાવે છે. તે હાલમાં જ વેકેશનથી પાછી આવી છે. થોડા દિવસ માટે તે પરિવાર સાથે રજાઓ મનાવવા માટે ગઈ હતી. હવે પાછી ફેમિલી સાથે બિઝી થઈ ગઈ છે.

બંને બહેનોનુ બોન્ડિંગ
શિલ્પા અને શમિતા બંને બહેનોમાં ઘણુ સારુ બને છે. એ તો અત્યાર સુધીના ઈન્ટરવ્યુ અને સોશિયલ મીડિયાના ફોટો વીડિયોમાં જોયા બાદ સાબિત થઈ જાય છે.

શમિતા શેટ્ટી
શમિતા શેટ્ટી બહેન શિલ્પા શેટ્ટીની જેમ જ એક્ટ્રેસ છે. તેણે બ્લૉકબસ્ટર ફિલ્મ મહોબ્બતેથી ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી. પરંતુ બહેનની જેમ તે એટલી લોકપ્રિય થઈ શકી નહિ.
વેબસીરિઝ
શમિતા શેટ્ટીએ લેટેસ્ટ વેબ સીરિઝથી જ ડિજિટલ ડેબ્યુ કર્યુ. તેણે ઝી5ની વેબ સીરિઝ બ્લેક વીડિયોમાં કામ કર્યુ. તેની સાથે મોના સિંહ પણ જોવા મળી. વેબ સીરિઝને સારો રિસ્પૉન્સ પણ મળ્યો.
બાથટબથી વાયરલ થયા તાપસી પન્નુના હૉટ ફોટા, આ પહેલા નહિ જોયા હોય આવા ફોટા