For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીની પહેલી પોસ્ટ આવી સામે, લખ્યુ - 'પોતાની જિંદગી જીવવા માટે આજે મારે ...'

રાજ કુંદ્રાની ધરપકડ બાદ પહેલી વાર શિલ્પા શેટ્ટીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સામે આવી છે. જાણો તેણે શું લખ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા મુંબઈ પોલિસની ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. રાજ કુંદ્રાને 19 જુલાઈએ પૉર્નોગ્રાફી કેસમાં મુંબઈની ક્રાઈમ બ્રાન્ચની ટીમે કસ્ટડીમાં લીધા છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ પહેલી વાર શિલ્પા શેટ્ટીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સામે આવી છે. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શિલ્પા શેટ્ટીએ કોઈ બુકનુ પેજ શેર કર્યુ છે. જેની શરૂઆતમા અમેરિકન ઑથર જેમ્સ થર્બરનુ એક કોટ લખેલુ છે, જે મોટિવેશનલ કોટ છે. શિલ્પાએ લખ્યુ છે, 'ગુસ્સામાં ક્યારેય પાછુ વળીને ન જુઓ કે ડરમાં ક્યારેય આગળનુ ન જુઓ, એનાથી ઉલટુ ચારે તરફ જુઓ.' પોસ્ટની છેલ્લી લાઈનમાં શિલ્પાએ લખ્યુ છે, 'પોતાની જિંદગી જીવવા માટે આજે મારે વિચલિત થવાની જરૂર નથી.'

શિલ્પાએ લખ્યુ - 'ગુસ્સામાં પાછુ વળીને ન જોવુ...'

શિલ્પાએ લખ્યુ - 'ગુસ્સામાં પાછુ વળીને ન જોવુ...'

શિલ્પાએ લખ્યુ - 'ગુસ્સામાં પાછુ વળીને ન જોવુ અને ના ડરમાં આગળ ન જોવુ, હંમેશા જાગૃકતામાં ચારે તરફ જોવુ.' શિલ્પા આગળ લખે છે કે, 'આપણે હંમેશા એ લોકો પર ગુસ્સે થઈએ છે જેમણે આપણને દુઃખ આપ્યુ છે. આપણે જે પણ નિરાશાઓ અનુભવી છે, જે પણ દૂર્ભાગ્ય આપણે અત્યાર સુધી સહન કર્યુ છે. આપણે હંમેશા એ ડરમાં જીવીએ છીએ કે આપણે પોતાનુ કામ ગુમાવી શકીએ છીએ...કોઈ ગંભીર બિમારીની ચપેટમાં આવી શકીએ છીએ.. કે કોઈ સ્વજનના મોતથી દુઃખી થઈ શકે છે. આપણે જે સ્થાને રહેવાની જરૂર છે તે ત્યાં જ છે. આજે જે કંઈ પણ થઈ રહ્યુ છે કે શું થઈ શકે છે, તેને ઉત્સુકતાથી નથી જોઈ રહ્યા જ્યારે સંપૂર્ણપણે જાગૃત છે શું થઈ રહ્યુ છે અને શું છે.'

'ખુશી થાય છે કે હું જીવતી છુ...'

'ખુશી થાય છે કે હું જીવતી છુ...'

શિલ્પાએ પોસ્ટમાં આગળ લખ્યુ, 'હું એક ઉંડો શ્વાસ લઉ છુ. આ જાણીને ખુશી થાય છે કે હું જીવતી છુ અને ભાગ્યશાળી છુ. મે પહેલા પણ ભૂતકાળમાં પડકારોનો સામનો કર્યો છે. ભવિષ્યમાં પડકારોનો સામનો કરીશે. આજે મારે મારી જિંદગી જીવવા માટે વિચલિત થવાની જરૂર નથી. '

શિલ્પા શેટ્ટીને નહી મોકલવામાં આવે સમન

શિલ્પા શેટ્ટીને નહી મોકલવામાં આવે સમન

રાહતની વાત એ છે કે મુંબઈની ક્રાઈમ બ્રાંચે જણાવ્યુ કે આ મામલે શિલ્પા શેટ્ટીને સમન મોકલવામાં નહિ આવે. પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે શિલ્પા શેટ્ટીની પણ આ કેસમાં પૂછપરછ થઈ શકે છે અને સમન મોકલી શકે છે પરંતુ પોલિસે જણાવ્યુ કે શિલ્પા શેટ્ટીને સમન મોકલવામાં નહિ આવે. રાજ કુંદ્રાને મુખ્ય ષડયંત્રકાર માાનીને મુંબઈની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. મુંબઈના માલવાની પોલિસ સ્ટેશનમાં 4 ફેબ્રુઆરી, 2021એ આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. આ લોકોમાં કુલ 11 લોકોની ધરપકડ થઈ છે.

English summary
Shilpa Shetty Firset Instagram post after husband Raj Kundra custody
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X