For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ‘હું પણ હવે નિર્માતા છું, હીરોઇન પાસેથી નો પ્રેગ્નંસી બૉન્ડ સાઇન કરાવીશ’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 માર્ચ : થોડાક સમય અગાઉ સમાચાર આવ્યા હતાં કે વિદ્યા બાલનને કહાની ફિલ્મની સિક્વલમાંથી કાઢી દેવાયા છે, કારણ કે તેઓ પ્રેગ્નેંટ છે, પણ આ બાબતે હંગામો એટલા માટે થયો, કારણ કે વિદ્યા બાલને એવુ બૉન્ડ ભર્યુ છે કે તેઓ આગામી બે વરસ સુધી માતા નહીં બને. આ વાત પોતે વિદ્યાએ મીડિયાને જણાવી. તાજેતરમાં જ બૉલીવુડ અભિનેત્રી અને હવે નિર્માતા તરીકે સામે આવી રહેલા શિલ્પા શેટ્ટીએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

શિલ્પા શેટ્ટીના જણાવ્યા મુજબ એક રીતે આ બૉન્ડ જરૂરી પણ છે અને યોગ્ય પણ, કારણ કે કોઈ પણ ફિલ્મ બનતા ઓછામાં ઓછું એક-ડોઢ વરસનો સમય લાગે જ છે. હવે જો તે દરમિયાન અભિનેત્રી સગર્ભા થઈ જાય, તો ફિલ્મ પૂર્ણ કરવામાં મુશ્કેલી ઊભી થાય. શિલ્પાએ જોકે એમ પણ કહ્યું કે હવે જો ફિલ્મો 4-6 વરસ સુધી લટકી રહે, તો તેવામાં અભિનેત્રીનો કોઈ વાંક નથી. અંતે તે પણ એક માણસ છે.

શિલ્પા હાલ પોતાની પ્રથમ નિર્મિત ફિલ્મ ઢિશકિયાઉંના પ્રમોશન અને પ્રચારમાં વ્યસ્ત છે. ઢિશકિયાઉં ફિલ્મમાં હરમન બાવેજા અને આયેશા ખન્ના તેમજ સન્ની દેઓલ લીડ રોલ કરી રહ્યાં છે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી અને હરમન બાવેજાએ એક પ્રેસ કૉન્ફરંસ કરી. ઉપરાંત શિલ્પા-હરમન અને આયેશાએ ડબ્લ્યૂઆઈએફડબ્લ્યુના રૅમ્પ ઉપર વૉક કર્યું.

ચાલો તસવીરો સાથે જોઇએ શિલ્પાએ વધુમાં શું કહ્યું :

ઢિશકિયાઉંની પ્રેસ કૉન્ફરંસ

ઢિશકિયાઉંની પ્રેસ કૉન્ફરંસ

શિલ્પા શેટ્ટીએ સ્વ-નિર્મિત પ્રથમ ફિલ્મ ઢિશકિયાઉં માટે એક પ્રેસ કૉન્ફરંસ કરી કે જેમાં ફિલ્મના હીરો હરમન બાવેજા અને હીરોઇન આયેશા ખન્ના પણ હાજર હતાં.

હું પણ બૉન્ડ સાઇન કરાવીશ

હું પણ બૉન્ડ સાઇન કરાવીશ

શિલ્પાએ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન કહ્યું - હા હું પણ આજે એક નિર્માતા છું. તે હિસાબે કહી શકું કે જો હું પણ કોઈ પણ પરિણીત અભિનેત્રીને કાસ્ટ કરતા અગાઉ તેની પાસે ડોઢ વરસ સુધી સગર્ભા ન બનવા સંબંધી નો પ્રેગ્નંસી બૉન્ડ સાઇન કરાવીશ.

આમાં ખોટું નથી

આમાં ખોટું નથી

શિલ્પાએ જણાવ્યું - આવા બૉન્ડ સાઇન કરાવવામાં કંઈ ખોટુ નથી. તેનાથી નિર્માતાને કમ સે કમ નુકસાન નહીં થાય.

નિર્માતા બનવું મુશ્કેલ કામ

નિર્માતા બનવું મુશ્કેલ કામ

શિલ્પાએ જણાવ્યું - નિર્માતા બનવું ખૂબ જ મુશ્કેલ કામ છે. ખબર નહીં લોકો નિર્માતા કેમ બની જાય છે.

હરમન-આયેશા-સન્ની

હરમન-આયેશા-સન્ની

ઢિશકિયાઉં ફિલ્મમાં દિગ્દર્શક હૅરી બાવેજાના પુત્ર હરમન બાવેજા લીડ રોલમાં છે. તેમની સાથે આયેશા ખન્ના અને સન્ની દેઓલ પણ છે.

સન્નીનો સાથ

સન્નીનો સાથ

સન્ની-શિલ્પાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. નિર્માતા તરીકે શિલ્પા પહેલી વાર સન્ની સાથે કામ કરી રહ્યાં છે.

અભિનય ક્ષેત્રે ઇંતેજાર

અભિનય ક્ષેત્રે ઇંતેજાર

શિલ્પાએ જણાવ્યું - હું અભિનય ક્ષેત્રે કમબૅક કરીશ, પણ હાલ હું પુત્ર વિવાનના ઉછેરમાં વ્યસ્ત છું. થોડાક વર્ષો બાદ હું આ અંગે વિચારીશ.

સાઇઠ લાખ બર્બાદ

સાઇઠ લાખ બર્બાદ

શિલ્પાએ ઢિશકિયાઉં અગાઉ બીજી કોઈ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેમાં સાઇઠ લાખ ખર્ચ્યા બાદ તેમને લાગ્યું કે તે ફિલ્મ બેકાર છે.

પતિની સલાહ માની

પતિની સલાહ માની

શિલ્પાના પતિ રાજ કુન્દ્રાએ શિલ્પાને સલાહ આપી હતી કે કાં તો હાલ સાઇઠનુ નુકસાન વેઠી લો કે પછી ફિલ્મ પૂરી થયા બાદ સાઇઠ કરોડનું નુકસાન વેઠવા તૈયાર રહો.

English summary
Shilpa Shetty says there is no problem with pregnancy clause. If as a producer Shilpa will cast any newly married actress she will definitely put an pregnancy clause in her bond.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X