'મે ભૂલ કરી પરંતુ કંઈ વાંધો નહિ...' શિલ્પા શેટ્ટીએ હવે સોશિયલ મીડિયા પર કહી આ વાત
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા 19 જુલાઈથી જેલમાં છે. રાજ કુંદ્રા પર પૉર્ન અને અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેમને પ્રસારિત કરવાનો આરોપ છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદથી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા અને પાપારાઝીથી અંતર કરી લીધુ હતુ. રાજ કુંદ્રાની ધરપકડના ઘણા સમય સુધી શિલ્પા શેટ્ટી એકદમ ગાયબ થઈ હતી. શિલ્પા શેટ્ટી સુપર ડાંસર-4માં પણ એક મહિનો દેખાઈ નહોતી. પરંતુ હવે શિલ્પા શેટ્ટીએ સુપર ડાંસર-4માં વાપસી કરી લીધી છે અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ થઈ ગઈ છે. શિલ્પા છેલ્લા અમુક દિવસોથી રોજ ઈન્સ્ટાગ્રામ પર મોટિવેશનલ કોટ શેર કરી રહી છે.

'જિંદગીમાં ભૂલો થઈ જાય છે...'
શિલ્પા શેટ્ટીએ ગુરુવાર(27 ઓગસ્ટ) રાતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પુસ્તકનુ પેજ શેર કર્યુ છે. જેમાં જિંદગીમાં થતી ભૂલો વિશે લખવામાં આવ્યુ છે. આ પુસ્તકના પેજ પર સોફિયા લૉરેનનુ એક કોટ લખવામાં આવ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે, 'ભૂલી કોઈ ઉધારના ભાગ જેવી હોય છે. જેની કિંમત આખી જિંદગી ચૂકવવી પડે છે. પરંતુ આપણે પોતાની જિંદગી કોઈ ભૂલો કર્યા વિના રસપ્રદ ન બનાવી શકીએ.'

મે એક ભૂલ કરી દીધી પરંતુ કંઈ વાંધો નહિઃ શિલ્પા શેટ્ટી
પુસ્તકના કોટ્સમાં આગળ લખ્યુ છે, 'આપણે આશા રાખીએ છીએ કે આપણે આપણા જીવનાં કોઈ ભયાનક કે કોઈને ઈજા પહોંચાડતી ભૂલો નહિ કરીએ પરંતુ તેમછતા ભૂલો થઈ જાય છે.' આ કોટની સૌથી નીચે શિલ્પાએ એક એનિમેટેડ સ્ટીકર શેર કર્યુ છે જેમાં લખ્યુ છે - મે એક ભૂલ કરી દીધી પરંતુ કંઈ વાંધો નહિ.

શિલ્પાએ પહેલા કહ્યુ હતુ - જિંદગીની દરેક પણ જીવો
શિલ્પાએ આ પહેલા પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પૉઝિટિવ મેસેજ શેર કર્યા હતા. જેમાં શિલ્પાએ લખ્યુ હતુ, 'અમે પોતાની જિંદગીમાં પૉઝનુ બટન ન દબાવી શકીએ. અમારી જિંદગીમાં દરેક દિવસનુ મહત્વ છે. ભલે આપણે દુઃખી હોય કે સુખી. પરંતુ જો આપણી જિંદગી બહુ ટેન્શનમાં હોય, તણાવમાં હોય તો શું આપણે ખરેખર ટાઈમ આઉટ કરી શકીએ છે? નહિ ને, આપણી જિંદગી ચાલતી રહે છે માટે આપણી પાસે એકમાત્ર વસ્તુ છે, તે છે સમય. માટે સારુ એ છે કે એ સમયને હંમેશા માટે ગુમાવી દેવાની જગ્યાએ જિંદગીની દરેક પળને જીવો.'