• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિવસેનાએ સાધ્યુ કંગના રનોત પર નિશાન, 'મેન્ટલ વુમનને મહારાષ્ટ્રમાં રહેવાનો અધિકાર નથી'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતે સુશાંત સિંહ રાજપૂત મામલે મુંબઈ પોલિસ પર સવાલ ઉઠાવવા સુધી બેબાકીથી પોતાનુ મંતવ્ય રજૂ કર્યુ છે. છેલ્લા થોડા દિવસોથી શિવસેના અને કંગના રનોત વચ્ચે વાકયુદ્ધ પણ શરૂ થઈ ગયુ છે જે બંધ થવાનુ નામ નથી લેતુ. હવે શિવસેનાએ કંગનાના પીઓકેવાળા નિવેદન પર ફરીથી ટીકા કરી છે અને કંગના માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. સોમવારે જ શિવસેનાએ કંગનાને 'મેન્ટલ વુમન' કહી છે. સાથે જ કહ્યુ છે કે તેેને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

'બિલકુલ સહન નહિ કરવામાં આવે'

'બિલકુલ સહન નહિ કરવામાં આવે'

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કહ્યુ છે કે રાજ્યમાં આગામી ચોમાસા સત્રમાં વિપક્ષે આઉટસાઈડર સામે અવાજ ઉઠાવવો જોઈએ. અહીં કંગનાના 'કેમ મુંબઈને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવુ અનુભવાઈ રહ્યુ છે? વાળા નિવેદન પર ઈશારો હતો. શિવસેનાએ એ પણ કહ્યુ કે કંગનાનુ નિવેદન મરાઠી લોકો અને એ શહીદોનુ અપમાન છે જેમણે મુંબઈ માટે પોતાનુ બલિદાન આપ્યુ. શિવસેનાએ કહ્યુ, 'આ બિલકુલ સહન નહિ કરવામાં આવે કે એક આઉટસાઈડર જેણે મુંબઈમાં આવીને બધુ મેળવ્યુ, તે મુંબઈનુ અપમાન કરે અને અહીં વિશે જેમતેમ બોલે. રાજ્ય વિધાનસભામાં આની નિંદા કરવી જોઈએ.'

શિવસેના બોલી - 'મેન્ટલ વુમન'

શિવસેના બોલી - 'મેન્ટલ વુમન'

શિવસેનાએ આગળ કહ્યુ, 'મેન્ટલ વુમને મુંબઈ અને પોલિસનુ અપમાન કર્યુ છે, તેને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ અધિકાર નથી. અને આ નિવેદન પહેલા જ બેઝીઝક થઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપી દીધુ છે. આનુ પાલન થવુ જોઈએ. વિપક્ષી દળે અનુલ દેશમુખ અને આખી પોલિસ ટીમ પર સત્ર દરમિયાન વિશ્વાસ કરવો જોઈએ.' તમને જણાવી દઈએ કે કંગના રનોતે મુંબઈમાં પોતાની સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે તેને કેન્દ્ર સરકાર કે હિમાચલ પ્રદેશ સરકાર પાસેથી સુરક્ષા જોઈએ છે કારણકે તેને માફિયાથી વધુ ડર મુંબઈ પોલિસનો લાગે છે.

સંજય રાઉતે કહ્યુ હતુ - મુંબઈ ના આવતી

સંજય રાઉતે કહ્યુ હતુ - મુંબઈ ના આવતી

કંગનાના આ નિવેદન પર સંજય રાઉતે કહ્યુ હતુ, 'અમે તેમને(કંગના)ને નમ્ર નિવેદન કરીએ છે કે તે મુંબઈ ન આવે. આ મુંબઈ પોલિસનુ અપમાન કરવા સિવાય કંઈ નથી. ગૃહ મંત્રાલયે આના પર કાર્યવાહી કરવી જોઈએ.' આના પર કંગનાએ કહ્યુ, 'શિવેસના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને કહ્યુ છે કે મુંબઈ પાછી ના આવતી, મુંબઈની ગલીઓમાં આઝાદીના ભિતિ ચિત્રો બાદ હવે ખુલ્લી ધમકી, કેમ મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવુ અનુભવાઈ રહ્યુ છે?'ત્યારબાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યુ કે કંગના મુંબઈ પોલિસને કારણ વિના નિશાન બનાવી રહી છે. જે રીતે પીઓકે વિશે તેણે તુલના કરી છે. તે બાદ તેેેને મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેવાનો કોઈ હક નથી. બાદમાં સંજય રાઉતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કંગના માટે અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. જેનો જવાબ આપીને એક વીડિયો પણ જારી કર્યો હતો.

કંગનાને મળી વાય કેટેગરીની સુરક્ષા

કંગનાને મળી વાય કેટેગરીની સુરક્ષા

હાલમાં કંગના 9 સપ્ટેમ્બરે મુંબઈ આવી રહી છે. કંગનાના પરિવારના અનુરોધ પર હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યુ, 'કંગના રનોતના પિતાએ લેખિતમાં પોલિસ સુરક્ષા માંગી છે. મે ડીજીપીને આ વિશે કહ્યુ છે. તેમનો મુંબઈ જવાનો કાર્યક્રમ 9 સપ્ટેમ્બરનો છે, તેના વિશે પણ હિમાચલ પ્રદેશ તરફથી સુરક્ષાની દ્રષ્ટિએ વિચાર ચાલી રહ્યો છે.' ત્યારબાદ સૂત્રોના હવાલાથી સમાચાર એજન્સી એએનઆઈએ માહિતી આપી કે કંગના રનોતને મળી રહેલી ધમકીઓના કારણે ગૃહ મંત્રાલય દ્વારા તેને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. જો કે આનુ અધિકૃત એલાન કરવામાં આવ્યુ નથી પરંતુ કંગનાએ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે કે તેને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

મીડિયાકર્મીઓએ રિયા ચક્રવર્તી સાથે ધક્કામુક્કી કરતાં બૉલિવુડ સ્ટાર્સે વ્યક્ત કરી નારાજગીમીડિયાકર્મીઓએ રિયા ચક્રવર્તી સાથે ધક્કામુક્કી કરતાં બૉલિવુડ સ્ટાર્સે વ્યક્ત કરી નારાજગી

English summary
Shiv Sena says Kangana Ranaut is a mental woman no right to live in maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X