દોઢ મહિનામાં 15 સ્ટાર્સના મોતથી બૉલીવુડ સ્તબ્ધ
નવી દિલ્હીઃ અલવિદા કહેવું ક્યારેય આસાન નથી હોતું, ખાસ કરીને ત્યારે જ્યારે આપણે કોઇને બહુ વધુ પ્રેમ કરતા હોઇએ છીએ, પસંદ કરવતા હોઇએ અથવા તો આપણા ખુદના માનતા હોઇએ છીએ. રવિવારે જ્યારે સુશાંત સિંહ રાજપૂતના આપઘાતના સમાચાર આવ્યા તો, સૌકોઇને આઘાત લાગ્યો હતો. કોઇને ભરોસો નહોતો થઇ રહ્યો કે માત્ર 34 વર્ષી ઉંમરે સુશાંત જેવા ઉભરતા કલાકાર આટલું મોટું પગલું ઉઠાવી લેશે. પરંતુ કોરોના વાયરસની મહામારી વચ્ચે પાછલા 46 દિવસમાં ટીવી અને ફિલ્મી દુનિયાના આવા જ 15 સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહી દીધી છે, જેમણે પતાના અભિનયથી લોકોના દિલોમાં પોતાની એક ખાસ જગયા બનાવી લીધી હતી.

ઇરફાન ખાન
લૉકડાઉન દરમિયાન 29 એપ્રિલે જ્યારે સમાચાર આવ્યા કે ઇરફાન ખાન આપણે છોડીને ચાલ્યા ગયા છે તો બધાને લાગ્યું હતું કે આ એક અફવા છે. પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત અને બૉલીવુડના સૌથી ટેલેન્ટેડ કલાકારોમાં ગણતરી થાય તેવા ઇરફાન ખાનને કોલોન ઇન્ફેક્શના કારણે મુંબઇની હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. 'મકબૂલ', 'લાઇફ ઇન મેટ્રો', 'ધી લંચ બૉક્સ', 'પીકૂ', 'હિન્દી મીડિયમ', 'હાસિલ', 'પાન સિંહ તોમર' જેવી ફિલ્મોમાં ઇરફાન ખાને યાદગાર ભૂમિકાઓ નિભાવી હતી.

ઋષિ કપૂર
ઇરફાન ખાનના મોતના આઘાતથી હજી બહાર નહોતા આવ્યા કે આગલા જ દિવસે બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધનના દુખદ સમાચાર સામે આવ્યા. કેન્સરની બીમારી સામે લડી રહેલા ઋષિ કપૂરે 30 એપ્રિલે મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. કરોડો લોકોના દિલો પર રાજ કરનાર ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં લૉકડઉનને કારણે માત્ર ઘર- પરિવારના લોકો જ સામેલ થયા હતા. ચાહકો તેમના અંતિમ દર્શન પણ નહોતા કરી શક્યા.

શફીક અંસારી
ગત 10 મેના રોજ મશહૂર સીરિયલ ક્રાઇમ પેટ્રોલમાં કામ કરતા અભિનેતા શફીક અંસારીનું નિધન થયું. શફીક અંસારી પાછલા કેટલાય વર્ષોથી પેટના કેંસરથી પીડિત હતા. શફીક જૂન 2008થી સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA)ના સભ્ય પણ હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત ત્રણ દીકરી અને મા છે. શફીકની પત્ની ગૌહર મુજબ ફલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અને તેમના સ્કૂલના કેટલાક મિત્રો પાછલા ઘણા સમયથી આર્થિક રીતે તેમની મદદ કરી રહ્યા હતા.

મનમીત ગ્રેવાલ
'આદત સે મજબૂર' અને 'કુલદીપક' સીરિયલમાં કામ કરી ચૂકેલા ટીવી અભિનેતા મનમીત ગ્રેવાલે ગત 15 મેના રોજ નવી મુંબઇ સ્થિત પોતાના ઘરે આપઘાત કરી લીધો. મીડિયા રિપોર્ટ્સ મુજ લૉકડાઉનને પગલે પાછલા ઘણા સમયથી મનમીત ગ્રેવાલ પાસે કોઇ કામ નહોતું અને તેઓ આર્થિક સમસ્યાઓથી પરેશાન હતા. 32 વર્ષીય મનમીતનો મૃતદેહ તેના બેડરૂમના પંખાથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

સચિન કુમાર
15 મેના રોજ જ બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારના કજિન (ફોઇનો દીકરો) સચિન કુમારનું હાર્ટ અટેકથી નિધન થઇ ગયું. સચિને એકતા કપૂરના શો કહાની ઘર ઘર કીમાં અભિનય કર્યો હતો. જો કે, આ શો બાદ તેમણે એક્ટિંગ છોડી દીધી હતી અને ફોટોગ્રાફર બની ગયા હતા. સચિન પોતાના બાઇ અક્ષય કુમારના બહુ નજીકના માનવામાં આવતા હતા.

મહિત બઘેલ
મુશ્કેલ સમયથી પસાર થઇ રહેલ ઈન્ડસ્ટ્રીએ 23મી મેના રોજ પોતાના વધુ એક કલાકારને ગુમાવી દીધા. સલમાન ખાન સાથે ફિલ્મ રેડીમાં કામ કરી ચૂકેલા મશહૂર કૉમેડિયન અને એક્ટર મોહિત બઘેલનું માત્ર 27 વર્ષની ઉંમરે જ નિધન થયું. ફિલ્મ રેડીમાં મોહિત બઘેલે છોટે અમર ચૌધરીની ભૂમિકા નિભાવી હતી. મોહિત બઘેલ કેંસરથી પીડિત હતો અને મથુરા સ્થિત પોતાના ઘરે તેણે અંતિમ શ્વાસ લીધો હતો.

પ્રેક્ષા મેહતા
કોરોના વાયરસની મહામારી વચ્ચે 26 મેના રોજ ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જડાયેલ ખરાબ સમાચારે સૌકોઇને ચંકાવી દીધા. ટેલીવઝનના ચર્ચિત શો ક્રાઇમ પેટ્રોલની એક્ટ્રેસ પ્રેક્ષા મેહતાએ મધ્ય પ્રદેશના ઇન્દોર સ્થિત પોતાના ઘરે પંખાથી લટકી આપઘાત કરી લીધો. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રેક્ષા મેહતા પાછલા લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. પોલીસને તેના ઘરેથી પ્રેક્ષા મેહતાની લખેલી સુસાઇડ નોટ પણ મળી હતી.

યોગેશ ગૌડ
હિન્દી ફિલ્મો માટે કેટલાય સદાબહાર ગીત લખનાર સંગીતકાર યોગેશ ગૌડનું ગત 29 મેના રોજ નિધન થયું. લખનઉમાં જન્મેલ ગીતકાર યોગેશે 60, 70 અને 80ના દશકમાં કેટલાય શ્રેષ્ઠ ગીત લખ્યાં, જેમને આજે પણ પસંદ કરવામાં આવે છે. યોગેશની આખરી ફિલ્મ બેવફા સનમ હતી. યોગેશ ગૌડના લખેલ યાદગાર ગીતમાં આનિંદ ફિલ્મના ગીત 'કહીં દૂર જબ દિન ઢલ જાએ', 'જિંદગી કૈસી હૈ પહેલી', 'રજનીગંધા ફૂલ તુમ્હારે' જેવાં ગીત સામેલ છે.

વાજિદ ખાન
31 મેના રોજ દિગ્ગજ મ્યૂજક ડાયરેક્ટર વાજિદ ખાન આપણને છોડી ચાલ્યા ગયા. વાજિદ ખાનના મોત બાદ કહેવામાં આવ્યું કે તેમનું નિધન કોરોનાને પગલે થયું છે, પરંતુ તેમના ભાઇ અને સાથી સાજિદ ખાને જણાવ્યું કે વાજિદનું નિધન દિલના ધબકારા અટકી જવાથી થયું હતું. હુડ હુડ દબંગ, જલવા, ચિંતા તા તા અને ફેવિકોલ સે જેવા ગીતો માટે વાજિદ ખાનને હંમેશા યાદ કરવામાં આવશે.
સુશાંતની આત્મહત્યા પર મુકેશ ભટ્ટનું મોટું નિવેદન, બોલ્યા- પરવીન બાબીના રસ્તે ચાલી રહ્યો હતો

બાસુ ચેટરજી
બૉલીવુડના મશહૂર ફિલ્મમેકર બાસુ ચેટરજીનું 4 જૂનના રોજ નિધન થઇ ગયું હતું. તેમણે કેટલીય મોટી ફિલ્મોને નિર્દેશિત કરી હતી, જેમાં રજનીગંધા, બાતોં બાતોં મેં, એક રૂકા હુઆ ફેસલા, ચતચોર સામેલ છે. ચેટરીને તેમની અલગ પ્રકારની ફિલ્મો બનાવવા માટે ઓળખવામાં આવે છે. તેમની મોટાભાગની ફિલ્મો મધ્યમવર્ગીય પરિવારો માટે આધારિત હતી.

ચિરંજીવી સર્જા
ગત 7 જૂનના રોજ કન્નડ ફિલ્મોના મશહૂર અભિનેતા ચિરંજીવી સર્જા દુનિયાને અલવિદા કહી ગયા. 39 વર્ષના ચિરંજીવીને હાર્ટ અટેક આવ્યા બાદ બેંગ્લોરના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો. ચિરંજીવીએ 20થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. ચિરંજીવીએ 2018માં પ્રેમલીલા જોશાઇ અને સુંદર રાજની દીકરી મેઘના રાજ સાથે લગ્ન કર્યાં હતાં.

સાંઇ ગુંદેવર
ફિલ્મ પીકે અને રૉક ઑનમાં જોવા મળેલ અભિનેતા સાંઇ ગુંદેવરનું પણ માત્ર 42 વર્ષની ઉંમરે આ મહિને 10 જૂને નધન થયું. આ ફિલ્મો ઉપરાંત સાંઇ ગુંદેવરે Survivor અને Splitsvilla જેવા શોમાં પણ કામ કર્યું હતું. ગુંદેવરને બ્રેન કેન્સર હતું અને ઇલાજ માટે ગયા વર્ષે લૉસ એન્જલસ ચાલ્યા ગયા હતા.

જગેશ મુકાતી
10 જૂનના રોજ વદુ એક ખરાબ સમાચાર આવ્યા હતા, ટીવી એક્ટર અને ગુજરાતી નાટકના વિખ્યાત કલાકાર જગેશ મુકાતીએ દુનિયાને અલવિદા કહી દીધી. જગેશ મુકાતી પાછલા કેટલાય દિવસોથી શ્વાસની તકલીફથી પીડાતા હતા અને હોસ્પિટલે તેમનો ઇલાજ થઇ રહ્યો હત. જગેશ મુકાતીએ 'અમિતાનો અમિત', 'શ્રી ગણેશ' જેવાં કેટલાંય ધારાવાહિકોમાં કામ કર્યું હતું. જગેશ ફિલ્મ હંસી તો ફંસી અને પીકેમાં પણ જોવા મળ્યા હતા.

રતન ચોપડા
બે દિવસ પહેલા જ 12 જૂને ગયા જમાનાના એક્ટર રતન ચોપડાનું પંજાબમાં કેંસરથી નિધન થઇ ગયું હતું. જણાવવમાં આવી રહ્યું છે કે રતન કેંસરથી પીડિત હતા અને ઇલાજ માટે તેમની પાસે પૈસા પણ નહોતા. પરિવારના સૂત્રો મુજબ રતન ચોપરાએ પોતાના અંતિમ સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાય કલાકારો પાસેથી ઇલાજ માટે આર્થિક મદદ માંગી હતી. જો કે તેમને કોઇપણ પ્રકારની મદદ નહોતી મળી.

સુશાંત સિંહ રાજપૂત
બહુ ઓછા સમયમાં પતાની એક્ટિંગ દ્વારા ચર્ચા મેળવનાર સુશાંત સિંહ રાજપૂતે રવિવારે ફાંસી લગાવી આપઘાત કરી લીધો. મીડિયા રિપોર્ટ્સ મુજબ સુશાંત સિંહના નોકરે તેમના આત્મહત્યાના સમાચાર પોલીસને આપ્યા હતા. જણાવવામા આવી રહ્યું છે કે સુશાંત પાછલા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. પોલીસને તેના રૂમમાંથી એકેય સુસાઇડ નટ નથી મળી અને તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે.