For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેશ ભટ્ટના મર્ડરની સાજિશ, 13ની ધરપકડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 નવેમ્બર : ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટના ખૂનની સાજિશ રચવામાં આવી હતી અને આ પ્લાનિંગ અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારીએ કરી હતી, પરંતુ તેઓ પોતાના ઇરાદાઓમાં સફળ થાય, તે પહેલા જ મુંબઈ ક્રાઇમ બ્રાંચે આ પ્લાન ફૅલ કરી નાંખ્યો.

આ બનાવ હેઠળ મુંબઈ ક્રાઇમ બ્રાંચે રવિ પુજારી ગૅંગના કુલ 13 લોકોની ધરપકડ કરી છે. આ 13 લોકોમાં છ તે આરોપીઓ પણ છે કે જેઓ 23મી ઑગસ્ટે જુહૂમાં મોરાની બ્રધર્સના ઘરે થયેલી ગોળીબારીમાં સામેલ હતાં. મુંબઈ ક્રાઇમ બ્રાંચ ચીફ સદાનંદ દાતેએ જણાવ્યું કે અમે ધરપકડ કરાયેલ આરોપીઓ પાસેથી 4 પિસ્તોલ, 15 કારતૂસ ઉપરાંત ઘણા મોબાઇલ જપ્ત કર્યા છે.

mahesh-bhatt-3
નોંધનીય છે કે બી ટાઉનના અનેક અભિનેતાઓ અને દિગ્દર્શકોને અંડરવર્લ્ડ તરફથી ધમકીઓ મળતી રહી છે, પરંતુ આ વખતે નિશાના પર હતાં મહેશ ભટ્ટ અને તેમનો પરિવાર. પોલીસના જણાવ્યા મુજબ આ ગૅંગ મહેશ ભટ્ટ, તેમના ભાઈ મુકેશ ભટ્ટ અથવા તેમના દીકરા રાહુલ ભટ્ટને મારવા માંગતી હતી.

જાણવા મળે છે કે રવિ પુજારીએ પોતાના શૂટરોને પ્યૉર શૉટ આપવાનો ઑર્ડર આપ્યો હતો. પુજારના સાથીઓએ ખુલાસો કર્યો છે કે રવિ પુજારીએ તેમને મહેશ ભટ્ટની સોપારી આપતા કહ્યુ હતું કે મોરાની ફાયરિંગમાંથી કોઈ ફાયદો નથી થયો, હવે પ્યૉર શૉટ આપી દો. શૂટર્સને આ કામ માટે 11 લાખ રુપિયા આપવામાં આવ્યા હતાં.

mahesh-bhatt-2
વર્ષ 2006માં પણ મહેશ ભટ્ટની જુહૂ ખાતને ઑફિસે ફાયરિંગ થઈ હતી. તે કાંડની જવાબદારી પણ રવિ પુજારીએ જ લીધી હતી. તેણે ભટ્ટ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ દાઉદ ઇબ્રાહીમ અને છોટા શકીલની મદદ કરી રહ્યા છે.

English summary
The police arrested a gang that was allegedly planning to target the filmmaker Mahesh Bhatt and his family members.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X