• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : બૉક્સ ઑફિસ માટે નથી બની શૉર્ટ્સ

|

મુંબઈ, 25 જૂન : બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશીએ જણાવ્યું કે તેમની આગામી ફિલ્મ શૉર્ટ્સ ઑલરેડી એટલા વખાણ અને નોંધ પામી ચુકી છે કે તેનું બૉક્સ ઑફિસે પ્રદર્શન મહત્વનું નથી રહ્યું.

શૉર્ટ્સ પાંચ લઘુ ફિલ્મોનું સંકલન છે અને તેમાં એક લઘુ ફિલ્મમાં હુમા કુરૈશી છે. પાંચે લઘુ ફિલ્મોનું દિગ્દર્શન પાંચ જુદા-જુદા દિગ્દર્શકો નીરજ ગાયવન, વસન બલા, અનુભૂતિ કશ્યપ, શ્લોક શર્મા તેમજ ગીતાંજલિ રાવે કર્યું છે. ગુનીત મોંગા તથા અનુરાગ કશ્યપ સહ-નિર્મિત શૉર્ટ્સ ફિલ્મમાં ગૅંગ્સ ઑફ વાસેપુરના ત્રણ કલાકારો નવાઝુદ્દીન સિદ્દીકી, હુમા કુરૈશી તેમજ રીચા ચડ્ઢા પુનઃ એક સાથે નજરે પડશે. ફિલ્મના અન્ય કલાકારોમાં મુરારી કુમાર, અર્જુન શ્રીવાસ્તવ, સત્યાનંદ, વિનીત સિંહ, પ્રીતિ સિંહ તથા રત્ના બાલીનો સમાવેશ થાય છે.

શૉર્ટ્સ ફિલ્મનું પોસ્ટર સોમવારે લૉન્ચ કરાયું, આવો જોઇએ તસવીરો :

વખાણ પામી ચુકી છે શૉર્ટ્સ

વખાણ પામી ચુકી છે શૉર્ટ્સ

હુમા કુરૈશીએ ફિલ્મના પોસ્ટર લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું કે આ ફિલ્મ અગાઉથી જ વખાણ અને નોંધ પામી ચુકી છે. આ ફિલ્મ બૉક્સ ઑફિસ માટે નથીબની.

મોટાભાગની ફિલ્મોને ઍવૉર્ડ

મોટાભાગની ફિલ્મોને ઍવૉર્ડ

હકીકતમાં શૉર્ટ્સની મોટાભાગની ફિલ્મોને ઍવૉર્ડ મળ્યાં છે. એક ઍવૉર્ડ હુમા તેમજ એક શ્લોકને પણ મળ્યો છે. ફિલ્મ 12મી જુલાઈના રોજ રિલીઝ થશે.

નવી પ્રતિભાઓ

નવી પ્રતિભાઓ

શૉર્ટ્સના તમામ દિગ્દર્શકો નવા છે, નવી પ્રતિભાઓ અને કલાકારો પણ નવી પેઢીના છે. હુમાએ જણાવ્યું - અમારો ઇરાદો નવા પ્રકારના સિનેમા બનાવવાનો, નવા વિચારો તથા નવી ફિલ્મોને મહત્વ આપવાનો હતો.

પાંચ લઘુ ફિલ્મો

પાંચ લઘુ ફિલ્મો

શૉર્ટ્સ પાંચ લઘુ ફિલ્મોનું સંકલન છે. પાંચ લઘુ ફિલ્મોના નામો છે હિડન ક્રિકેટ, મોઇ મુરજાની, એપિફેની, ગીક આઉટ તથા ચાય.

English summary
Huma Qureshi, who features in one of the stories in "Shorts", says the film has already received so much acclaim that its box office performance is not being thought about.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X